ગુજરાતમાં ૨૨ વર્ષથી એકહથ્થુ શાસન ભાજપ ભોગવી રહ્યું છે ત્યારે કોડાછાપ અને આખા બોલા એવા ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલને દરરોજ ૪૦૦થી ૫૦૦ માણસો ગુજરાતમાંથી પોતાના પ્રશ્નો લઈને આવે છે અને સાંભળે છે. ત્યારે ડેપ્યુટી મુખ્યમંત્રીને ત્યાં હાઉસફૂલની ગર્દી હોય છે. તેમાં બેમત નથી. ત્યારે ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલને ચાલવામાં તકલીફ પડતા ઘુંટણનું ઓપરેશન કરાવ્યું હતું. તયોર ૨૦ થી ૨૫ દિવસ આરામ રહેતા સચિવાલયમાં અને ખાસ બીજે માળ કાગડા ઉડતા હતાં હા કેબિનેટ મંત્રી ઈશ્વર પરમાર પોતે હાજર હોય તો પબ્લક હોય બાકી ખાલીખમ. ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલે હમણાં ૩૧ ઓક્ટોબરના રોજ રન ફોર યુનિટીમાં દોડતા જાવા મળ્યા હતાં ત્યારે બાજુમાં તેમની સાથે દોડતા અને ઉંમરમાં પણ નાના હોવા છતાં નીતિન પટેલની દોટથી લોકો અંજાઈ ગયા હતાં ત્યારે ડેપ્યુટી મુખ્યમંત્રીએ તેમની સાથે દોડતા અને બરમુડો પહેરીને આવેલા યુવાનને જણાવ્યું હતું કે ભાઈ તમે બરમુડો પહેર્યો છે અને મેં પેન્ટ પહેર્યું છે તો તમારા કરતાં હું સારી રીતે ફાસ્ટ દોડી રહ્યો છું ત્યારે આ વિષય પર ભારે ચર્ચાનો બન્યો હતો. કારણકે ડેપ્યુટી મુખ્યમંત્રી જે ઘુંટણનું ઓપરેશન કરાવ્યું હતું અને આટલા ફાસ્ટ દોડી શકે જેથી ઘુંણના દર્દથી પીડાતા ઘણાં જ દર્દીઓથી લઈને તેમના મિત્રોએ પણ કઈ હોસ્પટલમાં તથા કયા ડોક્ટર પાસે આ ઓપરેશન કરાવ્યું તેની વિગત અને પૃચ્છા કરી રહ્યાં છે ત્યારે ડેપ્યુટી મુખ્યમંત્રી જેનું પણ નામ આપશે જે હોસ્પટલની બલ્લે બલ્લે થઈ જશે અને જે ડોક્ટરે ઓપરેશન કર્યું હતું તે રાતોરાત સ્ટાર ડોક્ટર બની જાય તો નવાઈ નહીં. ડેપ્યુટી મુખ્યમંત્રીએ કરાવેલા ઓપરેશનની પૃચ્છા એટલા માટે ક રવામાં આવી છે કે રન ફોર યુનિટીમાં જે દોટ લગાવી તે જાતા અને ઓપરેશન બાદ ભારે આ સફળ ઓપરેશન પાવરફૂલ રહ્યું હોય તેવી સ્પષ્ટપણે લાગી રહ્યું છે જેથી હવે નીતિનભાઈ કદાચ આ હોસ્પટલના બ્રાંડ એમ્બેસેડર બને તો નવાઈ નહીં તેવું પણ હવે પબ્લકમાં ચર્ચાવા લાગ્યું છે.