મહાનગરપાલિકા પોરા મળે ત્યાં સાઈટો ઉપર મસમોટો દંડ કરે છે તો આ સિવિલના સત્તાધીશો સામે કેમ નહિ? પોરાની ફેકટરી પ્રોડક્શન?
GJ-18 સિવિલ મચ્છરો તથા પોરાની ફેકટરી બની ગઈ હોય તેવી ચર્ચા, ધાબા ઉપર પાણીની રેલમછેલ અને પાણી બહાર જઈ રહ્યુ હોઈ તથા લીલ જામી ગઈ છે. મચ્છરજન્ય રોગો તો ઠીક પણ પાણી દુષિત થઈ ગયું છે. આ પાણીમાં ઢાંકણા ન હોવાથી બિલાડી, કબૂતર, કાગડા, ઉંદરડા મરી ગયા હોઈ પાણી દૂષિત તથા વાસ મારી રહ્યા હોવાની લોકોમાં ચર્ચા
નીતિનકાકા દરેક વખતે સીવીલનો આંટો મારો એટલે સ્વચ્છ થઈ જાય છે ત્યારે હવે એકવાર ધાબા પર પધારો..અને સત્તાધીશોના કાન પકડો તે જરૂરી છે. મચ્છર, પોરાની ફેકટરી પ્રોડક્શન ક્યારે બંધ થશે? મહાનગર પાલિકા હવે જાગે, સીવીલના સત્તાધીશો સામે દંડનીય કાર્યવાહી કરો.
ગુજરાતનું કહેવાતું પાટનગર GJ-18 ખાતે એક સાંધો ત્યાં તેર તુટે જેવી સમસ્યાઓ ઉદભવી રહી છે ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આરોગ્ય સંદર્ભે કરોડોની ગ્રાન્ટો આપી રહ્યા છે અને મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા ડે. મુખ્યમંત્રી નીતિન પટેલ આરોગ્યની સેવાઓ સુધરે તે માટે દરેક જગ્યાએ રાઉન્ડ પણ લીધા છે પણ, સીવીલના સત્તાધીશો મસ્ત રહેતા હોય તેમ દર્દીઓ કે પ્રજાની પડી નથી. અહીંયા લોકો બીમાર હોવાથી સારવાર લેવા આવતા અનેક દર્દીઓ બીજા રોગો લઈને જાય છે તેનો વરવો નમૂનો તસવીર દેખો એટલે ખબર પડે,બાકી સિવીલમાં ચેકીંગ કરવા આવે ત્યારે મોટાભાગના સિવીલમાં ચોખ્ખાઈ અને નીચેનું પિકચર બતાવે, પણ હવે અમે તમને ધાબા ઉપરનું પિકચર બતાવીએ છીએ, જુઓ આ શું ? GJ-18ની સીવીલ ડેન્ગ્યુ,મેલેરિયા, મચ્છરજન્ય રોગોની ફેકટરી બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે પીવાનું પાણી જ્યાં ટાંકામાં છે તેમાં ઢાંકણા ન હોવાથી બિલાડી, ઉંદરડા, કબૂતરો, કાગડા આ પાણીના ટાંકામાં મરી ગયા હોવાની આશંકા દર્દીઓ સેવી રહ્યાં છે. ત્યારે પાણીમાં પણ વાસ આવી રહી છે.બીમારી દૂર કરવા આવનારા દર્દીઓના સગાઓ પણ બીમાર પડીને જાય છે. ઇમ્યુનીટી વધારવાની વાતો હોય પણ ઇમ્યુનીટી રહે ખરી?
GJ-18 મહાનગરપાલિકા GJ-18 ન્યૂ ખાતે તથા જ્યા પણ સાઈટો ચાલતી હોય ત્યાં બિલ્ડરોને મસમોટા દંડ ફટકારવામાં આવે છે. તો પછી આ સત્તાધીશોને કેમ નહિ? પોરાની ફેકટરી બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. સિવિલના ટાંકાનાં ઢાંકણા ગાયબ થાય તો ધાબા ઉપરથી કોણ લઇ ગયું? ખુલ્લાં ઢાંકણાને કારણે બિલાડી, કબૂતર, કાગડા, ઉંદરડા પણ આ ટાંકામા મૃત પડેલાં હોવાનું લોકો દ્વારા દહેશત વ્યકત કરવામાં આવી છે.
જેથી, આ ટાંકાઓની સાફ સફાઈ કરવામાં આવે અને દવાનો છંટકાવ કરવામાં આવે, પોરાની ફેકટરી તાત્કાલિક સીલ કરવામાં આવે તે જરૂરી છે. મહાનગરપાલિકાઓ હવે આ પોરાની ફેકટરી પર રેડ પાડીને મસમોટો દંડ વસૂલવાની જરૂર છે. સિવિલ ખાતે ધાબા ઉપર જાેવામાં આવે તો વિડિયો પણ વાયરલ થયેલો છે અને ધાબા ઉપર પાણી પડવાને કારણે લીલ જામી ગઈ છે. મચ્છરજન્ય રોગોને ભાવભર્યું આમંત્રણ હોય તેમ સત્તાધીશો આ સંદર્ભે આંખ આડા કાન કરી રહ્યા છે. કોરોનાની મહામારી બાદ હવે નવા રોગો ઉભરાયાનો ખતરો વધી ગયો છે પણ, ન્યૂ GJ-18 ખાતે આજે પાણીજન્ય રોગોમાં સૌથી વધારે રોગો મચ્છરજન્ય એવા ડેન્ગ્યુ મોટો ડોન બન્યો છે. સિવીલમાં પણ ડેન્ગ્યુ તથા મેલેરિયાના રોગોના દર્દીઓ વધતા જાય છે ત્યારે થોડી બીમારી લઈને આવેલા દર્દીઓ સિવીલમાં ઝડપી સાજા થઇ જાય તેવી આશા કેવી રીતે રાખવી?