દેશમાં કોરોના ની બીજી લહેર ભારે ઘાતક નીવડી હતી.આ લહેરમાં અનેક લોકોએ પોતાના સ્વજનો ,સગા,મિત્રોને ગુમાવ્યાં છે .કોરોનાની લહેરને અત્યારે કેરલા, મહારાષ્ટ્ર માં ધૂમ મચાવી રહી છે. ત્યારે ગુજરાત માં બીજી લહેર ઘાતક હતી ,પણ હવે ઉત્સવોની સિગ્ન અને તેમા ઉત્સવોની સિઝન અને તેમાં લોકો કોરોના નિયમોનું પાલન કરે છે કે નહીં તે દેશમાં કોરોનાની ત્રીજી લહેરના નિર્ણાયક પરિબળો બનશે, એમ નિષ્ણાતોએ જણાવ્યું હતું. તેમણે લોકોને સાવચેતીમાં ઘટાડો કરવા સામે ચેતવણી આપતા જણાવ્યું છે કે કોરોનના નવા વેરિયન્ટ પણ ત્રીજી લહેરનું મુખ્ય પરિબળ બની શકે છે, કારણ કે તે ઉત્સવોની ઉજવણી અને મેળવડા જેવી સુપર સ્પ્રેડર ઇવેન્ટ્સમાં કોરોનાનો ઝડપથી ફેલાવો કરી શકે છે.
કોવિડને લગતા તમામ લેટેસ્ટ અપડેટ અહીં વાંચો
રસીકરણ અંગેના નેશનલ ટેકનિકલ એડવાઇઝરી ગ્રૂપના કોવિડ-19 વર્કિંગ ગ્રૂપના ચેરમેન ડો એન કે આરોરાએ જણાવ્યું હતું કે તાજેતરના મહિનાઓમાં ઝડપથી રસીકરણ થઈ રહ્યું છે અને કોરોનાનો કોઇ નવો વેરિયન્ટ મળ્યો નથી ત્યારે સૌથી મોટું જોખમી પરિબળ ઉત્સવોની સિઝનમાં લોકો સાવચેતીમાં ઘટાડો કરે તે છે.
અરોરાએ જણાવ્યું હતું કે ‘સામાજિક અને ધાર્મિક મેળાવડાથી ડેલ્ટા વેરિયન્ટ ઝડપથી ફેલાઈ શકે છે. તેથી લોકો ચુસ્તપણે કોરોના નિયમોનું પાલન કરે તેવી ભારપૂર્વક સલાહ આપવામાં આવે છે. સરકારે આવા સામાજિક મેળાવડા ન યોજાય તે માટે કડક પગલાં લેવા જોઇએ.
AIIMSના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ જણાવ્યું હતું કે હાલમાં કોરોનાના કેસમાં ઘટાડાનો ટ્રેન્ડ છે અને આપણે ઘણી સારી સ્થિતિમાં છે. જોકે ઉત્સવોની સિઝન, લોકો દ્વારા સાવચેતીમાં ઘટાડો, મોટા ટોળા અને સુપરસ્પ્રેડિંગ ઇવેન્ટ્સ જેવા પરિબળો ત્રીજી લહેર આવશે કે નહીં તે નક્કી કરશે. આગામી બેથી ત્રણ મહિના મહત્ત્વના છે.
મેડિકલ એપિડેમિલોજિસ્ટ અને જાહેર જાહેર નિષ્ણાત ચંદ્રકાંત લહેરિયાએ જણાવ્યું હતું કે વિશ્વભરમાં મેળાવડા, પછી તે નાના હોય કે મોટા હોય પરંતુ કેસોમાં ઉછાળોનું કારણ બન્યાં છે. ભારતમાં ઉત્સવોની સિઝનના આગામી ત્રણ મહિના ઘણા જ મહત્ત્વના છે. જો લોકો અને ખાસ કરીને રસીના બંને ડોઝ લીધા નથી તેવા લોકો મેળાવડામાં જવાનું ટાળશે, તો આગામી લહેરને પાછી ઠેલવામાં મદદ મળશે.
ઓગસ્ટમાં મહામારીના મેથેમેટિક મોડલને આધારે વિજ્ઞાનીએ જણાવ્યું હતું કે જો સપ્ટેમ્બર સુધીમાં કોરોના હાલના વેરિયન્ટ કરતાં વધુ વાયરસ સ્વરૂપ દેખા દેશે જો ભારતમાં ઓક્ટોબર અને નવેમ્બરમાં ત્રીજી લહેર પીક પર આવી જવાની ધારણા છે. જોકે તેની તીવ્રતા બીજી લહેર કરતાં ઘણી ઓછી હશે