ગુજરાતમાં ૨૩ વર્ષથી એકહથ્થુ ભાજપનું શાસન ચાલી રહ્યું છે ત્યારે ભાજપના ૨૩ વર્ષના રાજમાં ગુજરાત ધબકતું અને વિકાસ પણ પુરપાટ વેગે થયો છે ત્યારે ભાજપમાં ૨૩ વર્ષની એકહથ્થુ શાસનમાં વર્ષોથી મંત્રી રહેલા ચહેરા એક જ દેખાતા હતા બાકી,કોઈ કામમાં ફરક પડતો ન હતો. પણ,ભાજપ દ્વારા મહાનગરપાલીકાઓથી લઈને કેબિનેટ મંત્રી અને રાજ્યકક્ષાના મંત્રીઓમાં ચેન્જ કરીને નો રીપીટ થીયરી અપનાવતા રાજ્યમાં પાનના ગલ્લેથી લઈને પ્રજામાં ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે ભાજપ દ્વારા હવેPA,PS થી લઈને વર્ષોજૂના મંત્રીઓને ત્યાં કામ કરતા વર્ગ-૪ નાં કર્મચારીઓમાં પણ સપાટો બોલાવે તેવી ચર્ચા લોકોમાં જગાવી છે ત્યારેPA,PS અને અન્ય સ્ટાફ તો નિમણુક પહેલાં અડિંગો જમાવીને બેસી ગયો છે. ત્યારે નવા વરાયેલા મંત્રીઓને સૌથી વધારે ભલામણો નોકરીમાં લેવાની કયાંકથી પણ છેડા ગોતીને મંત્રીઓને ત્યાં ઘૂસવા અત્યારથી જ તૈયારીઓ આરંભી દીધી છે ત્યારેPA,PS થી લઈને અન્ય સ્ટાફને પણ નો રિપીટ થિયરીમાં જાે કરવામા આવશે તો ઘણા જ લોકોને બિસ્તરા પોટલાં બાંધવાનો અને બદલીઓથી લઈને અન્ય કામોની દલાલી કરતાં પોપટિયાઓ ઉપર બ્રેક આવશે. જાેવા જઈએ તો નો રીપીટ થીયરી સરકારે મંત્રોથી લઈનેPA,PS અને અન્ય સ્ટાફમાં કરવાની ચર્ચા લોકોમાં સાંભળવા મળી રહી છે ત્યારે આવનારા દિવસોમાં રિટાયર્ડ બાદ એક્ષટેન્શનમાં ઝૂલી રહેલા અનેક સનદી અધિકારીઓનો વારો નો રીપીટ થિયરીમાં આવે તો નવાઈ નહીં. સચિવાલયમાં જાેવા જઈએ તો સનદી અધિકારીઓનો ટેમ્પો જામ્યો છે અને સચિવાલય હવે સનદી અધિકારીઓનું ઘરડાઘર બની ગયું હોય તેવું લોકોમાં ચર્ચા જગાવી છે. સનદી અધિકારીઓની સંખ્યા જાેવા જઈએ તો ખૂબ જ મોટી છે ત્યારે હવે સચિવાલયમાં રિટાર્યડ બાદ ફિક્સ પગારમાં જે કર્મચારીઓને લેવામાં આવે છે તેમને તગડું પેન્શન મળે છે. તેમને ઘરની કોઈ જ જવાબદારી કે જરૂરિયાત નથી. ત્યારે આના કારણે બેકાર યુવાનોની સંખ્યામાં તોતીંગ વધારો જાેવા મળી રહ્યો છે ત્યારે ફિક્સ પગારમાં નવયુવાનોને ચાન્સ આપો,તથા જે સનદી અધિકારીઓએ ઘરડાઘર સચિવાલયને બનાવ્યું છે તે સિનિયર સીટીઝન હાઉસમાંથી જુનિયર હાઉસ બનાવો તેવી પણ લોક માંગણી ઉઠવા પામી છે.