જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવવામાં મોદી સરકારની નિયત સ્પષ્ટ અને ઈમાનદાર નથી: રાજસ્થાનનાં પૂર્વ મુખ્યમંત્રી અશોક ગહેલોત

Spread the love

કોઈપણ સંજોગોમાં યોગ્ય જાતિ આધારિત વસ્તી ગણતરી ભાજપ સરકારે કરાવવી જ પડશે
• દેશમાં આશરે ૪,૨૦૦ જાતિઓ છે અને કેન્દ્ર તથા રાજ્ય સરકારો પાસે તેમની યાદીઓ પહેલેથી જ ઉપલબ્ધ છે. પરંતુ સરકાર દેશવ્યાપી જાતિ આધારિત વસ્તી ગણતરી માટે ડ્રોપડાઉન લિસ્ટ કેમ રાખી રહી નથી?
• રાજકીય પક્ષો, નિષ્ણાતો અને જનતા સાથે વ્યાપક ચર્ચા-વિચારણા કર્યા બાદ જ નવી પ્રશ્નાવલી તૈયાર કરવામાં આવે: 
• હલ્દ્વાનીના રામલીલા મેદાનમાં કોંગ્રેસ અધ્યક્ષ તથા રાજ્યસભામાં વિપક્ષના નેતા શ્રી મલ્લિકાર્જુન ખડગેજીની સભા બાદ એ જ સ્થળે ગંગાજળ છાંટીને અને હવન કરીને કહેવાતું ‘શુદ્ધિકરણ’ કરવામાં આવ્યું. આ માત્ર એક વરિષ્ઠ નેતાનું અપમાન નથી, પરંતુ તે જાતિવાદી માનસિકતાનું ભયાનક પ્રદર્શન: અશોક  ગેહલોત

અમદાવાદ 

જાતિ આધારિત વસ્તી ગણતરી મુદ્દે ભાજપ સરકારની નીતિરીતી પર આકરા પ્રહાર કરતા રાજસ્થાનનાં પૂર્વ મુખ્યમંત્રીશ્રી અને કોંગ્રેસ પક્ષનાં વરિષ્ઠ નેતાશ્રી અશોક ગેહલોતજીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ લાંબા સમયથી મોદી સરકાર પાસે યોગ્ય રીતે જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવવાની માંગ કરી રહી છે અને આ માંગ ૨૦૨૧ થી જ પેન્ડિંગ હતી. લોકસભામાં વિપક્ષના નેતાશ્રી રાહુલ ગાંધી વર્ષ ૨૦૨૩ થી સતત આ માંગ ઉઠાવી રહ્યા છે. આ મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતાશ્રી રાહુલ ગાંધીએ ગત ૨૦ ઓગસ્ટે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીને સંયુક્ત પત્ર પણ લખ્યો હતો. કોંગ્રેસ અધ્યક્ષશ્રી મલ્લિકાર્જુન ખડગેએ ૧૬ એપ્રિલ ૨૦૨૩ના રોજ પહેલો પત્ર અને ૫ મે ૨૦૨૫ના રોજ રચનાત્મક સૂચનો સાથે બીજો પત્ર લખ્યો હતો, પરંતુ બંને પત્રોનો સરકારે કોઈ જવાબ આપ્યો નથી. જો જાતી જનગણનાના વિશ્વસનીય આંકડા ઉપલબ્ધ ન હોય તો શિક્ષણ, શિષ્યવૃત્તિ, કૌશલ્ય વિકાસ, સરકારી રોજગાર અને કલ્યાણકારી યોજનાઓમાં લક્ષિત હિસ્સેદારી નક્કી કરવી મુશ્કેલ બનશે. વિધાનસભા, લોકસભા, અમલદારશાહી, ઉચ્ચ ન્યાયતંત્ર અને અન્ય સંસ્થાઓમાં ઓબીસી-ઈબીસીની વાસ્તવિક ભાગીદારીની તુલનામાં તેમની વસ્તીનું પ્રમાણિક મૂલ્યાંકન નબળું રહેશે. આવક, સંપત્તિ, રોજગાર, વ્યવસાય, કોર્પોરેટ નેતૃત્વ અને આર્થિક તકોમાં ઓબીસી-ઈબીસીની ભાગીદારી માટે પણ વિશ્વસનીય આધારરેખા તૈયાર નહીં થઈ શકે. જાતી જનગણના અંગે મોદી સરકાર નિયત કેમ સ્પષ્ટ નથી?
જાતિ આધારિત વસ્તી ગણતરીની વર્તમાન પ્રક્રિયા સામે ગંભીર વાંધાઓ વ્યક્ત કરવામાં આવ્યા છે.જાતિ આધારિત વસ્તી ગણતરીનું વર્તમાન ફોર્મેટ ખામીયુક્ત છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવવામાં મોદી સરકારની નિયત સ્પષ્ટ અને ઈમાનદાર નથી. આગામી વસ્તી ગણતરી માટે સૂચિત ૪૦ પ્રશ્નોમાંથી પ્રશ્ન નંબર ૧૦ પરથી જ સ્પષ્ટ થઈ જાય છે કે મોદી સરકાર જાતિ આધારિત વસ્તી ગણતરીથી બચવાનો પ્રયાસ કરી રહી છે. મોદી સરકાર પાસે હજુ પણ આ ફોર્મેટમાં જરૂરી સુધારા કરવાનો સમય છે, કારણ કે હાલમાં જાતિ આધારિત વસ્તી ગણતરી માત્ર જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોમાં જ શરૂ થઈ છે. ફેબ્રુઆરી ૨૦૨૭ થી તેને સમગ્ર દેશમાં શરૂ કરવામાં આવનાર છે. વર્તમાન ફોર્મેટથી દેશમાં ઓબીસી વર્ગની વસ્તીનો સાચો આંકડો સામે નહીં આવે, કારણ કે પ્રશ્નાવલીમાં પછાત વર્ગ શબ્દનો પણ સમાવેશ કરવામાં આવ્યો નથી. ખોટા આંકડા માત્ર આંકડાકીય ભૂલ નથી તે આવનારી પેઢીઓના અધિકારોને પણ અસર કરી શકે છે. ખામીયુક્ત જાતિ આધારિત વસ્તી ગણતરી ઓબીસી-ઈબીસીને દાયકાઓ પાછળ ધકેલી શકે છે.
દેશમાં આશરે ૪,૨૦૦ જાતિઓ છે અને કેન્દ્ર તથા રાજ્ય સરકારો પાસે તેમની યાદીઓ પહેલેથી જ ઉપલબ્ધ છે. પરંતુ સરકાર દેશવ્યાપી જાતિ આધારિત વસ્તી ગણતરી માટે ડ્રોપડાઉન લિસ્ટ રાખી રહી નથી, કારણ કે તે શરૂઆતથી જ જાતિ આધારિત વસ્તી ગણતરીની વિરુદ્ધ રહી છે. મોદી સરકારે ઓપન-એન્ડેડ વિકલ્પ અપનાવવાનો નિર્ણય કર્યો છે, જ્યારે તેના બદલે ડ્રોપડાઉન લિસ્ટ હોવું અત્યંત જરૂરી હતું. ડ્રોપડાઉન લિસ્ટમાં સરકાર દ્વારા માન્ય જાતિઓની એક નિશ્ચિત યાદી અગાઉથી જ નોંધાયેલી હોય છે. વસ્તી ગણતરી કરનાર ગણતરીકાર નાગરિકની જાતિ પૂછીને યાદીમાંથી યોગ્ય જાતિ પસંદ કરે છે. જ્યારે બીજી તરફ ઓપન-એન્ડેડ પ્રશ્નમાં કોઈ પૂર્વનિર્ધારિત યાદી હોતી નથી. નાગરિક પોતાની જાતિ અથવા પેટાજાતિનું જે નામ જણાવશે, તે નામ ગણતરીકાર ફોર્મમાં શબ્દશઃ (સ્પેલિંગ સહિત) લખશે. આવી સ્થિતિમાં વર્તમાન ફોર્મેટ હેઠળ ઓપન-એન્ડેડ પ્રશ્નો દ્વારા જાતિઓની સાચી ગણતરી શક્ય નહીં બને અને આ પ્રક્રિયામાંથી મળતો ડેટા સંપૂર્ણપણે અવ્યવહારુ બની જશે. ભારતમાં એક જ જાતિ અલગ-અલગ વિસ્તારોમાં જુદાં નામો, પેટાજાતિઓ અને ભાષાઓ દ્વારા ઓળખાય છે. આ પ્રક્રિયામાં ડ્રોપડાઉન લિસ્ટનો સમાવેશ ન કરવાથી જાતિ આધારિત વસ્તી ગણતરી કરી રહેલા ગણતરીકારો પાસે અગાઉથી પ્રમાણિત જાતિઓની યાદી ઉપલબ્ધ રહેશે નહીં. ગણતરીકારો જ્યારે ઘરે-ઘરે જશે ત્યારે પ્રાદેશિક બોલીઓ, પર્યાયવાચી શબ્દો અને સ્પેલિંગના તફાવતને કારણે એક જ જાતિનાં અનેક નામ નોંધાઈ શકે છે. અમારો સીધો સવાલ છે કે જ્યારે યાદી ઉપલબ્ધ છે, તો ડ્રોપડાઉન લિસ્ટનો ઉપયોગ કેમ કરવામાં આવ્યો નથી? આખરે કોના નિર્દેશ અથવા ઈશારે પછાત વર્ગોની જાતિઓની ડ્રોપડાઉન લિસ્ટને આ પ્રક્રિયામાં સામેલ કરવામાં આવી નથી? ખોટી રીતે કરવામાં આવતી જાતિ આધારિત વસ્તી ગણતરીની સૌથી મોટી કિંમત ઓબીસી-ઈબીસી તથા વંચિત વર્ગોએ ચૂકવવી પડશે. જો અલગ-અલગ નામ, અટક અને સ્પેલિંગના કારણે એક જ જાતિ અનેક ભાગોમાં વહેંચાઈ જાય, તો ઓબીસી-ઈબીસીની વાસ્તવિક સંખ્યા અને તેમની વંચિતતા બંને અદૃશ્ય થઈ શકે છે. શોષિત-વંચિત, દલિત, આદિવાસી, ઓબીસી સમાજ સહિતના સમાજનાં હક અને અધિકાર માટે કોંગ્રેસ પક્ષ કટીબધ્ધ છે. કોઈપણ સંજોગોમાં યોગ્ય જાતિ આધારિત વસ્તી ગણતરી ભાજપ સરકારે કરાવવી જ પડશે. રાજકીય પક્ષો, નિષ્ણાતો અને જનતા સાથે વ્યાપક ચર્ચા-વિચારણા કર્યા બાદ જ નવી પ્રશ્નાવલી તૈયાર કરવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે જેથી દરેક જાતિ અને સમુદાયની સાચી સંખ્યા સામે આવી શકે અને જાતિ આધારિત વસ્તી ગણતરી સચોટ, અર્થપૂર્ણ તથા સામાજિક ન્યાય માટે ઉપયોગી સાબિત થઈ શકે.
હલ્દ્વાનીના રામલીલા મેદાનમાં કોંગ્રેસ અધ્યક્ષ તથા રાજ્યસભામાં વિપક્ષના નેતા શ્રી મલ્લિકાર્જુન ખડગેજીની સભા બાદ એ જ સ્થળે ગંગાજળ છાંટીને અને હવન કરીને કહેવાતું ‘શુદ્ધિકરણ’ કરવામાં આવ્યું. આ માત્ર એક વરિષ્ઠ નેતાનું અપમાન નથી, પરંતુ તે જાતિવાદી માનસિકતાનું ભયાનક પ્રદર્શન છે, જેની સામે બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકર દ્વારા નિર્મિત આપણું બંધારણ સમાનતા અને સામાજિક ન્યાયની ગેરંટી આપે છે. સૌથી ગંભીર બાબત એ છે કે શ્રી જે.પી. નડ્ડા દ્વારા રાજ્યસભામાં આપેલા આશ્વાસન બાદ પણ આજદિન સુધી કોઈ નક્કર કાર્યવાહી સામે આવી નથી. સોશિયલ મીડિયા પોસ્ટ્સ, ઉપલબ્ધ વીડિયો અને આયોજકોના જાહેર નિવેદનોની તપાસ કરવામાં આવે. ઉત્તરાખંડ પોલીસ તાત્કાલિક એફ.આઈ.આર દાખલ કરવામાં આવે, એસી-એસટી એક્ટ અને નાગરિક અધિકાર સંરક્ષણ અધિનિયમ તેમજ અન્ય લાગુ કાયદાકીય જોગવાઈઓ હેઠળ નિષ્પક્ષ તપાસ કરવામાં આવે. કાર્યક્રમનું આયોજન કરનાર વ્યક્તિઓ અને સંગઠનની ઓળખ જાહેર કરવામાં આવે, અત્યાર સુધી શું કાર્યવાહી કરવામાં આવી છે અને વડાપ્રધાનશ્રી સમગ્ર ઘટનાની સ્પષ્ટ શબ્દોમાં નિંદા કરે અને દલિત સમાજને ખાતરી આપે કે બંધારણ સાથેની છેડછાડ કોઈપણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં તેવી કોંગ્રેસ પક્ષ માંગે કરે છે

રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત વિશેષ પત્રકાર પરિસદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી ડૉ.તુષાર ચૌધરી, સીડબલ્યુસી સભ્યશ્રી જગદીશ ઠાકોર, સીઈસી સભ્યશ્રી ડૉ.એમીબેન યાગ્નિક, ઓરિસ્સા પ્રભારીશ્રી લાલજી દેસાઈ, એઆઈસીસી મંત્રીશ્રી ઋત્વિક મકવાણા,ડૉ.પલક વર્મા, શ્રી નીલેશભાઈ પટેલ,ધારાસભ્યશ્રી અમૃતજી ઠાકોર, પ્રદેશ મીડિયા કન્વીનર ડૉ.મનીષ દોશી, ઓબીસી ડીપાર્ટમેન્ટના ચેરમનશ્રી મહેશ રાજપૂત, પૂર્વ મેયરશ્રી હિમતસિંહ પટેલ, અમદવાદ શહેર કોંગ્રેસ પ્રમુખશ્રી સોનલ બેન પટેલ, કો-કન્વીનર અને પ્રવક્તાશ્રી હેમાંગ રાવલ, પ્રદેશ પ્રવક્તાશ્રી ડૉ. હિરેન બેન્કર, ડૉ.પાર્થિવરાજસિંહ કથવાડિયા, ડૉ. અમિત નાયક સહીત અગ્રણી આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *