ગુજરાતમાં ચૂંટણીના મતદાન પહેલા જ ભાજપનો દબદબો: જાણો કઈ કઈ બેઠકો પર લહેરાયો કેસરિયો

Spread the love

 

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં મતદાન થાય તે પહેલા જ ભારતીય જનતા પાર્ટીએ અનેક જિલ્લાઓમાં પોતાનો કેસરિયો લહેરાવી દીધો છે. આજે ઉમેદવારી ફોર્મ ભરવાના છેલ્લા દિવસે રાજ્યભરમાં ભાજપની કુલ 47થી વધુ બેઠકો બિનહરીફ જાહેર થઈ ચૂકી છે. ખાસ કરીને ઉમેદવારી નોંધાવવાના અંતિમ દિવસે જ 25 બેઠકો પર ભાજપના ઉમેદવારો સામે કોઈ હરીફ ન રહેતા પક્ષમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

નીતિન પટેલના ગઢ કડીમાં ચૂંટણી પહેલા જ ભાજપનો ભગવો: 36માંથી 22 બેઠકો બિનહરીફ, ત્રણ…

ગુજરાતના જિલ્લાવાર બિનહરીફ બેઠકો
ભાજપના આ ‘બિનહરીફ’ વિજયમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓની વાત કરીએ તો નવસારી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની મળીને કુલ 9 બેઠકો પર ભાજપનો વિજય થયો છે. વલસાડ તાલુકા પંચાયતની 5 બેઠકો બિનહરીફ થઈ છે. એવી રીતે તાપીમાં 4 બેઠકો પર ભાજપની જીત, ખેડા નગરપાલિકા અને તાલુકા પંચાયતની કુલ 11 બેઠકો પર કેસરીયો લહેરાયો, મહેસાણાના કડી નગરપાલિકામાં 36માંથી 22 બેઠકો બિનહરીફ જીતીને ભાજપે સત્તા કબજે કરી છે. જ્યારે કચ્છ અને અન્ય જિલ્લાઓની વાત કરીએ તો કચ્છમાં 2, જ્યારે ભરૂચ અને પંચમહાલમાં 1-1 બેઠક પર ભાજપ બિનહરીફ થયું છે.

ખેડા જિલ્લામાં 11 બેઠકો પર જીત
ખેડા જિલ્લામાં ભાજપે શાનદાર પ્રદર્શન કર્યું છે. ઠાસરા નગરપાલિકામાં 5 બેઠકો અને મહેમદાવાદ નગરપાલિકામાં 2 બેઠકો બિનહરીફ થઈ છે. મહેમદાવાદ તાલુકા પંચાયતની કાચ્છઈ બેઠક પરથી હેતલબેન ચૌહાણ અને છાપરા બેઠક પરથી રશ્મિકાબેન પટેલ વિજેતા જાહેર થયા છે. ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે આ વિજયને વધાવ્યો છે. આ ઉપરાંત, પરસતંજ અને ચલાલી બેઠકો પર પણ વિરોધ પક્ષના ઉમેદવારો મેદાનમાં ન હોવાથી ભાજપનો માર્ગ મોકળો બન્યો હતો.

દક્ષિણ ગુજરાતમાં ભાજપની આગેકૂચ
નવસારી અને વલસાડમાં કોંગ્રેસને ઉમેદવારો શોધવા પણ મુશ્કેલ બન્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. નવસારીના બીગરી, દેવસર અને ધેજ (જ્યાં પૂર્વ પ્રમુખ અમિતા પટેલ બિનહરીફ થયા છે) બેઠકો પર ભાજપની જીત થઈ છે. વલસાડમાં કોસંબા, ભદેલી અને ભાગડાવાડા જેવી મહત્વની બેઠકો પર મહિલા ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે.

કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં લહેરાયો કેસરીયો
કચ્છના નખત્રાણા નગરપાલિકાના વોર્ડ નં. 4 અને 5માં ભાજપે ખાતું ખોલાવ્યું છે. તેવી જ રીતે પાટણ જિલ્લાના શંખેશ્વરની ટુવડ તાલુકા પંચાયત સીટ પર ગાયત્રીબેન સિંધવ બિનહરીફ જાહેર થયા છે. બનાસકાંઠાની કાંકરેજની બુકોલી અને ખોડા બેઠક પર ભાજપના ઉમેદવારોની જીત નિશ્ચિત થઈ છે.

શું સોશિયલ મીડિયાના ફોલોઅર્સ મતમાં બદલાશે? પ્રજા વિકાસના મુદ્દાઓને વધુ મહત્વ આપશે?

વ્યારામાં આખી પેનલ બિનહરીફ
વ્યારા નગરપાલિકાના વોર્ડ નંબર 5માં ભાજપના ચારેય ઉમેદવારો સામે કોઈએ ફોર્મ ન ભરતા આખી પેનલ બિનહરીફ જાહેર થઈ છે. બીજી તરફ, મહેસાણા મહાનગરપાલિકાના વોર્ડ નં. 11માં કોંગ્રેસ એક મહિલા ઉમેદવાર ન ઉતારી શકતા ભાજપ માટે જીત વધુ સરળ બની છે.

નવસારીમાં ચૂંટણી પૂર્વે જ ભાજપનો વિજયધ્વજ
નવસારી જિલ્લામાં 3 બેઠકો પર કેસરીયો લહેરાયો છે. કોંગ્રેસને ઉમેદવારો ન મળતા ભાજપની જીત થઈ છે. નવસારી જિલ્લાના ગણદેવી, ચીખલી તાલુકાની 3 બેઠકો પર બિનહરીફ થઈ છે. ચૂંટણી લડવા કોંગ્રેસ પાસે ઉમેદવારોનો દુકાળ પડ્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. આ સિવાય બીગરી, દેવસર બેઠક પર ભાજપના ઉમેદવારો બિનહરીફ થયા છે. ધેજ બેઠક પર પૂર્વ પ્રમુખ અમિતા પટેલ બિનહરીફ થયા છે. જ્યારે જિલ્લા પંચાયતની 3 બેઠકો પર ભાજપનો વિજય થયો છે.

આણંદમાં હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલમાં જામ છલકાયા; ત્રણ મહિલાઓ સહિત 19 નબીરાઓ ઝડપાયા

નોંધનીય છે કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં મતદાન પહેલા જ 47 બેઠકો પર કબજો જમાવીને ભાજપે વિરોધ પક્ષો સામે માનસિક રીતે સરસાઈ મેળવી લીધી છે. રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે વિપક્ષોમાં ઉમેદવારોનો અભાવ અને આંતરિક ખેંચતાણ ભાજપ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *