નીટ પેપર લીક મુદ્દે અમદાવાદમાં કોંગ્રેસનું ઉગ્ર પ્રદર્શન,અમિત ચાવડા- ખેડાવાલાની અટકાયત,શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ

Spread the love

30fd6380-a6c5-40f8-8f2f-0c19435b8808 39faf41f-3d05-4a73-97f2-afa10eabeb95 febf8e31-2ef9-4133-9ebd-8e0ab9e81b1e

વિડિયો લિન્ક 

કોંગ્રેસ કાર્યાલય બહાર કાર્યકરો-પોલીસ વચ્ચે ઘર્ષણ,પોલીસ દ્વારા અટકાયત કરવાનો પ્રયાસ કરાતાં જ આક્રોશિત મહિલા કાર્યકરો રસ્તા પર જ ધરણાં પર બેસી ગઈ

અમદાવાદ

નીટ લીક મામલે દિલ્હીમાં વિપક્ષી નેતા રાહુલ ગાંધીના વિરોધ અને અટકાયત બાદ હવે ગુજરાતમાં પણ તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. કેન્દ્રીય શિક્ષણમંત્રીના રાજીનામાની માંગ સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં આજે અમદાવાદ સ્થિત રાજીવ ગાંધી ભવન ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાયા બાદ કોંગ્રેસે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. બેઠક પૂર્ણ થતાં જ નેતાઓ અને કાર્યકરોએ કાર્યાલય બહાર ધસી આવીને રસ્તા પર ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે ધરણા કર્યા હતા અને વિરોધ કૂચ કાઢી હતી.

નીટ પેપર લીક મુદ્દે 21 જુલાઈએ દિલ્હીમાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસના નેતાઓ દ્વારા પીએમ આવાસ બહારની વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જે બાદ રાહુલ ગાંધીની પોલીસે અટકાયત પણ કરી હતી. જેના ત્રણ કલાક બાદ રાહુલ ગાંધી સહિત અટકાયત કરાયેલા તમામ નેતાઓને છોડી દેવાયા હતા.
મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. રાજીવ ગાંધી ભવન ખાતે ધરણા પ્રદર્શન અને સૂત્રોચ્ચાર કરીને રેલી કાઢવામાં આવી છે.

રાજીવ ગાંધી ભવન ખાતે ડબલ લેયર બેરિકેડિંગ કરવામાં આવ્યું છે. રાજીવ ગાંધી ભવન તરફનો રસ્તો બેરીકેટ લગાવીને બંધ કરી દેવામાં આવ્યો છે. કોંગ્રેસ કાર્યાલય પર બેરિકેટ લગાવવામાં આવ્યા છે.કોંગ્રેસ કાર્યાલય પર હાલ ક્રાઈમ બ્રાન્ચના જેસીપી, સેકટર 1 જેસીપી,ડીસીપી,પીઆઇ સહિત મોટી સંખ્યામાં પોલીસ પહોંચી છે.પોલીસ દ્વારા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિતના કેટલાક કાર્યકર્તાઓની અટકાયત કરીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે.કોંગ્રેસ કાર્યકરોએ જ્યારે આગળ વધવાનો પ્રયાસ કર્યો ત્યારે ચાર રસ્તા પાસે પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ શરૂ થયું હતું. પોલીસ દ્વારા અટકાયત કરવાનો પ્રયાસ કરાતાં જ આક્રોશિત મહિલા કાર્યકરો રસ્તા પર જ ધરણાં પર બેસી ગઈ હતી. સ્થિતિ એટલી વણસી હતી કે કેટલાક ઉત્સાહી કોંગ્રેસ કાર્યકર્તાઓ અટકાયત માટે લાવવામાં આવેલી પોલીસની ગાડીઓ પર ચડીને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા.કોંગ્રેસની આ વિરોધ કૂચ દરમિયાન ચાર રસ્તા નજીક કાર્યકરો અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. વિરોધને વધુ ઉગ્ર બનાવતાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિતના નેતાઓ રસ્તા પર જ બેસી ગયા હતા. રોષે ભરાયેલા કેટલાક કાર્યકર્તાઓ તો વિરોધ નોંધાવવા માટે પોલીસની ગાડીઓ પર પણ ચઢી ગયા હતા.

JCP નીરજ બડગુજર

અંદાજે 100 જેટલા લોકોની પણ અત્યારે અટકાયત : JCP નીરજ બડગુજર

JCP નીરજ બડગુજરે જણાવ્યું હતું કે, કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા રેલી યોજવામાં આવી હતી.જોકે રેલી માટે પરવાનગી માંગવામાં આવી નહોતી.જેથી તમામ લોકોની અટકાયત કરવામાં આવી છે.
અંદાજે 100 જેટલા લોકોની પણ અત્યારે અટકાયત કરવામાં આવી છે. તેમજ હજુ પણ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.સિનિયર પોલીસ અધિકારીઓને પણ હાજર રાખવામાં આવ્યા છે. શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

PM મોદી અને અમિત શાહ યુવાનોની માફી માંગે,ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે : અમિત ચાવડા

વિરોધ પ્રદર્શન દરમિયાન પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જાતે જ ભાજપ સરકાર સામે ભારે નારેબાજી કરી હતી. માધ્યમો સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ દેશના ભવિષ્ય એવા યુવાનોની માફી માંગે અને તાત્કાલિક ધોરણે કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવામાં આવે. દિલ્હીમાં રાહુલ ગાંધી અને યુવાનો સાથે પોલીસે જે અયોગ્ય વર્તન કર્યું છે તે જરાય ચલાવી લેવામાં નહીં આવે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહ યુવાનોની માફી માંગે અને ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લઈ લેવામાં આવે તેવી અમારી માંગણી છે. રાહુલ ગાંધી સાથે અને યુવાનો સાથે પોલીસ દ્વારા જે રીતનું વર્તન કરવામાં આવ્યું તે જરાય પણ ચલાવી નહીં લેવામાં આવે.

કોંગ્રેસ કાર્યલાય ખાતે આજે બે વાગ્યે ભાજપનું ધરણા પ્રદર્શન

કોંગ્રેસે પીએમ આવાસ બહાર ગઇકાલે કરેલા પ્રદર્શનના વિરોધમાં ગુજરાત ભાજપે અમદાવાદ કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે બપોરે 2 વાગ્યે ધરણાં પ્રદર્શનનું આયોજન કર્યું છે. આ ધરણાં પ્રદર્શનમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, પ્રદેશ પદાધિકારીઓ, આગેવાનો તથા ભાજપા કાર્યકરો ઉપસ્થિત રહેશે. વિરોધના પગલે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ સર્જાઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *