7abac698-10d9-4761-aa5b-538b90f5ed41 7abac698-10d9-4761-aa5b-538b90f5ed41 7abac698-10d9-4761-aa5b-538b90f5ed41
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. હિરેન બેન્કર બાઈટ વિડિયો
વારંવાર બનતી દુર્ધટનાઓમાં નિર્દોષ લોકો મોતને ભેટે છે અને ભાજપ સરકાર માત્ર ચલક-ચલાણું રમી રહી છે :કારખાનાના કામદારોની સલામતીની સ્થિતિ સુધરવાને બદલે વધુ કથળી: ભાજપ સરકારના “વિકાસ મોડલ”ની પોલ ખૂલી પડી :
દરેક ઘટના પછી તપાસનાં નામે માત્ર નાટક કરતી ભાજપ સરકાર જવાબદાર કોણ એ તંત્ર નક્કી કરી શકાતું નથી: ડૉ.હિરેન બેન્કર
અમદાવાદ
અમદાવાદના વસ્ત્રાલના રામોલ-ગતરાડ નજીક ગેરકાયદે ધમધમતી ફટાકડાની ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટની ઘટનામાં મોતનો આંકડો દસ સુધી પહોંચી ગયો છે. કામના સ્થળ પર શ્રમિકોના મોતના મામલે સંસદમાં રજુ કરેલા આંકડાનાં આધારે ભાજપ સરકારની નિષ્ફળતા ઉજાગર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. હિરેન બેન્કરે જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં કારખાનાનાં કામદારોના મોતમાં ગુજરાત સમગ્ર દેશમાં ટોપના સ્થાને છે. જે ગંભીર ચિંતાનો વિષય છે. ગુજરાતમાં વર્ષ ૨૦૨૦ થી લઈને ૨૦૨૪ સુધીમાં ૧૦૯૬ કરતાં પણ વધુ શ્રમિકોએ જીવ ગુમાવ્યા છે. રાજ્યમાં વર્ષ ૨૦૨૦માં ૨૧૨, વર્ષ ૨૦૨૧માં ૨૩૫, વર્ષ ૨૦૨૨માં ૨૪૦માં, વર્ષ ૨૦૨૩માં ૨૨૧ અને વર્ષ ૨૦૨૪માં ૧૮૮ શ્રમિકોએ જીવ ગુમાવ્યા છે. કામદારોના ભોગે ઊભું થયેલું “વિકાસ મોડલ” કોઈ પણ સંજોગોમાં સ્વીકાર્ય નથી. ઔદ્યોગિક રીતે અગ્રણી ગણાતા મહારાષ્ટ્ર કરતાં પણ ગુજરાતમાં આ પાંચ વર્ષોમાં ૨૩૭ વધુ કામદારોના મોત થયા છે.
દેશભરમાં પાંચ વર્ષમાં કુલ ૫૩૫૮ કામદારોના મોત નોંધાયા છે, જેમાંથી લગભગ ૨૦% મોત એકલા ગુજરાતમાં થાય છે એટલે કે દેશમાં દર ૫ માંથી ૧ મોત થાય છે. દેશમાં વર્ષ ૨૦૨૦માં ૧૦૫૦, વર્ષ ૨૦૨૧માં ૯૮૮, વર્ષ ૨૦૨૨માં ૧૦૬૨, વર્ષ ૨૦૨૩માં ૧૧૨૭, વર્ષ ૨૦૨૪માં ૧૧૩૧ જેટલા કામદારોના મોત નોંધાયા છે. નાના અને મધ્યમ ઉદ્યોગોમાં કામદારોને પુરતું વેતન ન મળે. ૯ કલાકની જગ્યાએ ૧૨-૧૨ કલાક કામ કરાવવાની કારખાના માલિકોને કાયદેસર છૂટ આપવામાં આવી. કામદારોનું મોટાપાયે શોષણ થાય છે અને તેમને મળવા પાત્ર સુરક્ષા પણ આપવામાં આવતી નથી. ભાજપ સરકારના શાસનમાં કામદાર સલામતીની સ્થિતિ સુધરવાને બદલે વધુ કથળી છે. દરેક ઘટના પછી તપાસનાં નામે માત્ર નાટક થાય પરંતુ જવાબદાર કોણ એ તંત્ર નક્કી કરી શક્યું નથી. વારંવાર બનતી દુર્ધટનાઓમાં નિર્દોષ લોકો મોતને ભેટે છે અને ભાજપ સરકાર માત્ર ચલક-ચલાણું રમી રહી છે. માનવ જીંદગી સાથે ચેડાં કરનાર જોખમમાં મુકનાર માલિકો/કોન્ટ્રાક્ટરો, તમામ ગેરકાયદેસર ફેકટરીઓ-કારખાનાઓ પર કડક પગલા ભરવામાં આવે,અમદાવાદ સહીત વિવિધ જગ્યાઓ થયેલી દુર્ઘટનાઓમાં તંત્રની બેદરકારી સામે પગલા ભરવામાં આવે. હાઈ-રિસ્ક ઔદ્યોગિક ઝોનમાં ફરજિયાત નોંધણી અને વીમા કવચ આપવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.

