GJ-18 મનપા ખાતે ભાજપનો 41 સીટ સાથે ઝળહળતો વિજય મળ્યો છે. ત્યારે પ્રજા જે ટેક્સ ભરી રહી છે, તેનો ખર્ચ વધે નહીં ત્રિદેવ જોડે એક જ ગાડીમાં જાય, ત્યારે GJ-18 મહાનગરપાલિકા ખાતે મેયર હિતેશ મકવાણા, ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલ ,સ્ટે . કમિટીના ચેરમેન જશુ પટેલ એક જ ગાડીમાં જઈ ને પેટ્રોલ, સ્ટાફ નો ખર્ચ બચાવ્યો હતો. ત્યારે અગાઉ ડેપ્યુટી મેયર નાઝાભાઇ ઘાંઘર પોતાની ગાડી નો જ ઉપયોગ કરતા, અને સરકારી વાહનોનો ઉપયોગ ક્યારેય કરેલ નહીં, ત્યારે હવે નવનિયુક્ત હોદ્દેદારોએ પણ પેટ્રોલ બચાવવા અને સરકાર ખર્ચ ઉપર બોજો ન પડે તેવી પહેલ કહેવાય…