ગિફ્ટ સિટીમાં આવશે વધુ ૧૧૦૦૦ કરોડનું મૂડીરોકાણ, ૧૪૦ કંપનીઓ તૈયાર

Spread the love

ગુજરાતના ગિફ્ટ સિટીમાં ૧૪૦ જેટલી કંપનીઓ ૧૧૦૦૦ કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કરશે. આ સાથે દેશના કેટલાક સ્ટાર્પઅપના સંચાલકોએ પણ ગિફ્ટમાં રોકાણ કરવાની તૈયારી દર્શાવી છે. રાજ્યના ઉદ્યોગ વિભાગના અધિકારીઓએ વિવિધ કંપનીઓ સાથે એમઓયુ કરવા માટે ચર્ચા કરી છે.
૧૦મી વાયબ્રન્ટ સમિટમાં ગુજરાત સરકારે ગિફ્ટ અને ધોલેરા સિટીમાં મૂડીકોરાણ માટે વધારે પ્રયાસો કરવા અધિકારીઓને જણાવ્યું છે. મુખ્યમંત્રીની ઇચ્છા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ ડ્રીમ પ્રોજેક્ટ ઝડપથી કાયાર્ન્વિત થાય અને નાગરિકોનો તેમાં નિવાસ થાય. ધોલેરામાં આવનારા બે વર્ષમાં એક લાખ લોકોને વસાવવાનો સરકારનો અંદાજ છે.
ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં અત્યારે જે નાણાકીય કંપનીઓ આવી છે તેમણે તેમની કાર્યવાહી શરૂ કરી દીધી છે. હવે નાણાકીય સંસ્થાઓ, ફિનટેક કંપનીઓ સાથે સ્ટાર્ટઅપને પણ ગિફ્ટ સિટીમાં જગ્યા આપવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. વર્લ્‌ડક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ્યાં ઉપલબ્ધ છે ત્યાં અનેક કંપનીઓ આવી રહી છે.
ગિફ્ટ સિટી આંતરરાષ્ટ્રીય બુલિયન એક્સચેન્જ, ફિનટેક ફર્મ્સ, એરક્રાફ્ટ લીઝિંગ અને શિપ લીઝિંગ બિઝનેસ પ્રવૃત્તિઓ અને આંતરરાષ્ટ્રીય સ્ટોક એક્સચેન્જ એક જ છત્ર હેઠળ છે. ગિફ્ટ સિટી માટે ૧૪૦ જેટલી કંપનીઓ સરકાર સાથે સમજૂતી કરાર કરવા તૈયાર છે. બેન્ક ઓફ અમેરિકાએ તો તેની શાખા શરૂ કરી દીધી છે અને વાયબ્રન્ટ સમિટમાં આ બેન્ક વધુ કરાર કરવા તૈયાર છે.
આ સિટીમાં આંતરરાષ્ટ્રીય એક્સચેન્જાેમાં હાલ સરેરાશ દૈનિક ચાર બિલિયન ડોલરનું ટર્નઓવર થાય છે. આ સિટીમાં હાલ ૧૫૦૦૦ કરતાં વધુ કર્મચારીઓ કામ કરી રહ્યાં છે. હવે આ સિટીમાં કોર્મશિયલ ઉપરાંત ચાર મોટા રેસિડેન્સિયલ પ્રોજેક્ટ પણ મૂકવામાં આવ્યા છે કે જેથી લોકોને ગિફ્ટ સિટીમાં વસાવી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com