ઘનિષ્ટ પુછપરછ માટે કસ્ટોડીયલ ઇંટ્રોગેશનની માગણી કરતા નામ.કોર્ટે ગુરુવાર બપોરના ત્રણ વાગ્યા સુધી કસ્ટોડીયલ ઇંટ્રોગેશનની મંજુરી આપી
અમદાવાદ
SGST વિભાગ દ્વારા ખોટી વેરા શાખ મેળવી એક્સપોર્ટ દર્શાવી રીફંડ મેળવવાના ષડયંત્રમાં બે આરોપીઓની ધરપકડ કરી રૂ.૪૨.૫૩ કરોડની ખોટી વેરા શાખ મેળવી રૂ.૨૯ કરોડનુ ખોટુ રીફંડ મેળવવામાં આવ્યું હતું.
ખોટી વેરા શાખ મેળવી રીફંડ મેળવતા કેટલાક કેસોમાં સ્ટેટ જી.એસ.ટી વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી . તપાસોમાં જણાઇ આવેલ કે, આર્થીક રીતે નબળા અને જરૂરીયાતમંદ વ્યક્તીઓના દસ્તાવેજોનો ઉપયોગ કરી જી.એસ.ટી રજીસ્ટ્રેશન નંબર તેમજ ROC રજીસ્ટ્રેશન થકી ડમી કંપનીઓ ખોલવામાં આવેલ. આવી કંપનીઓ દ્વારા ખોટી વેરાશાખ મેળવી SEZ તેમજ નિકાસના વેચાણો દર્શાવી ખોટુ રીફંડ મેળવવામાં આવેલ હોવાનુ જણાઇ આવ્યું હતું.
સદર તપાસો સંદર્ભે વિભાગને મળેલ ઇન્ટેલીજન્સ ઇનપુટના આધારે એક ગુપ્ત સ્થળે સ્ટેટ જી.એસ.ટીની ટીમે દરોડો પાડ્યો હતો.આ કાર્યવાહી દરમ્યાન વિભાગને ખુબ મોટા પ્રમાણમાં વાંધાજનક હિસાબી સાહિત્ય અને ડીજીટલ ડેટા સ્ટોરેજ ડિવાઇસીઝ મળી આવેલ હતા. જેમાં ૧૩ મોબાઇલ ફોન, ૨૧ સીમકાર્ડ, ૨ લેપટોપ, ૧ હાર્ડડિસ્ક,૧ સીપીયુ, ૮ પેન ડ્રાઇવ, ૧૪૨ રબરસ્ટેમ્પ, ૩૦ ચેમ્બુક્સ પાસબુક્સ, પાનકાર્ડ, આધારકાર્ડ, ડેબીટ કાર્ડ, ૧૬ ઓફીસની ચાવી વગેરે મળી આવી હતી આ જપ્ત કરેલ હિસાબી સાહીત્ય અને ડીજીટલ ડિવાઇસીઝની ચકાસણીકરતા કોઇ એક સીન્ડીકેટ દ્વારા ઉક્ત મોડસ ઓપરંડી અન્વયે ખોટા રીફંડ મેળવવાનુ અને સરકારને નુકસાન પહોચાડવાનું સુવ્યવસ્થિત ષડયંત્ર જણાઇ આવ્યું હતું. જેથી વિભાગે ઝીંણવટ ભરી તપાસ હાથ ધરેલ. અત્યાર સુધીની તપાસમાં જણાઇ આવેલ કે, નીચે દર્શાવ્યા મુજબની વિગતે ડમી પેઢીઓ/કંપનીઓ ખોલી ખોટી વેરાશાખ મેળવી ગેરકાયદેસર રીતે રીફંડ મેળવતાં વધુ તપાસમાં દરીયાપુર-અમદાવાદ નિવાસી અરફાનાબાનું સાબીરહુસૈન શેખ કે જેઓ એક્ષપીફ્ટ ઇમ્પેક્ષ પ્રા.લી અને સીમગ્લોબસ ઓવર્સીસ પ્રા.લીના ડાયરેક્ટર છે, તેમની સદરહુ ગુનાહીત પ્રવુતીમાં સક્રીય ભુમીકા જણાઇ આવેલ. વધુમાં જનકકુમાર બૈજુકુમાર પંચાલ રહે-સુઘડ-ગાંધીનગર કે જે પ્રોફ્યુઝન ટ્રેડર્સ પ્રા.લીમાં ડાયરેક્ટર અને પંચાલ ટ્રેડલીંકના પ્રોપરાઇટર છે. તેની પણ સદર ગુનામાં સક્રીય ભુમીકા જણાઇ આવી હતી . આ બન્ને આરોપીઓ પેઢીઓ/કંપનીઓના રજીસ્ટ્રેશન માટે જુદી-જુદી વ્યક્તીઓ પાસેથી ઓળખના પુરાવા મેળવતા હતા, સદર પેઢીઓ/કંપનીઓના તમામ નાણાકીય વ્યવહારોનુ સંચાલન કરતા હતા અને હિસાબો પણ નીભાવતા હતા. આ બન્ને આરોપીઓની સ્ટેટ જી.એસ.ટી વિભાગ દ્વારા ગઈકાલે ગુજરાત જી.એસ.ટી અધિનીયમની કલમ-૬૯ અન્વયે ધરપકડ કરેલ છે. બેન્ને આરોપીઓને નામ.એડીશનલ ચીફ મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટ કોર્ટ, અમદાવાદ ખાતે રજુ કરવામાં આવેલ છે, અને વિભાગ દ્વારા ઘનિષ્ટ પુછપરછ માટે કસ્ટોડીયલ ઇંટ્રોગેશનની માગણી કરતા નામ.કોર્ટે તા.૩૦-૧૨-૨૧ના બપોરના ૩.૦૦ કલાક સુધી કસ્ટોડીયલ ઇંટ્રોગેશનની મંજુરી આપેલ છે.આ સમગ્ર પ્રકરણે વધુ તપાસ ચાલી રહેલ છે