મહેસાણા ખાતે ખોરાક અને ઔષધ નિયમન તંત્રના આયુષ ઓનલાઇન લાયસન્સ સોફટવેર નું આરોગ્યમંત્રીના હસ્તે લોકાર્પણ 

Spread the love

 

 

 

 

મેહસાણા

NIC દ્વારા તૈયાર કરવામાં આવેલ આ સોફટવેર ઓનલાઇન થવાથી આયુર્વેદિકના નાના-મોટા ઉત્પાદકો લાયસન્સને લગતી, વધારાની બનાવટની તેમજ વિવિધ સર્ટિફિકેટ મેળવવાની કામગીરી ઓનલાઇન થઈ શકશે. ઉપરાંત અરજદાર અરજી ફી પણ ઓનલાઇન સાયબર ટ્રેઝરી મારફત ભરી શકશે. આ પોર્ટલની મદદથી અરજદારોને મંજૂર થયેલી અરજીની જાણ ઇ-મેઇલ/એસ.એમ.એસ. દ્વારા થશે અને QR કોડ થકી લાયસન્સની પ્રિન્ટ કાઢી શકશે.

અગાઉ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા બનાવેલ દવાના વેચાણના પરવાના મેળવવાનું પોર્ટલ XLN India ને નેશનલ ઇ-ગવર્નન્સનો ગોલ્ડ એવોર્ડ એનાયત થયેલ છે અને આ સોફટવેર દેશના વિવિધ ૧૯ રાજ્યો અનુસરી રહ્યાં છે તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર શ્રી એચ.જી.કોશિયાની યાદીમાં જણાવાયુ છે.

મહત્વપૂર્ણ છે કે, હાલ રાજ્યમાં આશરે ૮૭૫ જેટલી આયુર્વેદિક દવાઓનું ઉત્પાદન કરતી પેઢીઓ આવેલી છે. જે આશરે સવા લાખ જેટલી વિવિધ બનાવટોની પરવાનગી ધરાવે છે. આ ઉત્પાદક પેઢીઓને જી.એમ.પી, ફ્રી-સેલ, નોન-કન્વિક્શન જેવા વિવિધ પ્રકારના સર્ટિફિકેટ આપવાની કામગીરી હાલમાં ઓફલાઇન થાય છે. આ ઓનલાઈન લાયસન્સ સોફ્ટવેર કાર્યરત થવાથી વિવિધ પ્રકારના સર્ટિફિકેટ મેળવવાની કામગીરી વધુ સરળ અને ઝડપી બનશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com