ગુજરાતનંુ પાટનગર એટલે GJ-18 ત્યારે તમામ પરિપત્રો, હુુુુુુુુુુકમો, આદેશો, જે થાય તે અહિથી થાય છે. ગુજરાત આખામાં GJ-18 એટલે પાવરફુલ ગણાય. પણ જે હુકમો પોલીસ ભવન મંત્રીઓથી લઈને મુખ્યમંત્રી, ગૃહમંત્રી કરે છે તે ગુજરાતમાં તેનો અમલ થાય છે કે કેમ? તે ખબર નથી પણ, હા, જયાંથી કાયદો સુચના આપવામાં આવે છે ત્યાંથી જ બહેરા કાને અથડાતી ફરીયાદ જેવો ઘાટ છે. ત્યારે સામાન્ય માનવીની વાત તો દુર રહી, અહિયા તો ભાજપનાં શહેર પ્રમુખ એવા આરતીબેન ભીલની પોતાની સમેરાટી ગીબલી ખરીદેલી ગાડી ઉઠાંતરી થયા બાદ ફરીયાદ લેવામાં પોલીસે ભારે કરી. પહેલા હદનાં નાટક કરીને ફરીયાદનાં ફાટક બંધ કર્યા. હવે વારંવાર ધક્કા બાદ અને ઉચ્ચ કક્ષાએ અધિકારીને મળીને ફરીયાદ કરતા આખરે પી. આઈ. દેસાઈએ ફકત અને ફકત જાણવાજાેગ અરજી લીધી છે. અને તેમ પણ જણાવ્યુ કે, ઉચ્ચ કક્ષાએથી દબાણ અને ફોનનાં કારણે આ અરજી હું લઉ છું. તો શું અહેસાન પ્રજા માટે કરો છો? ભાજપ એસ. ટી. સેલGJ-18 નાં શહેર પ્રમુખની ફરીયાદ જાે લેવામં ન આવતી હોય તો સલામત રાજય, સલામત મહિલા અને ભાજપનું શાસન હોવા છતાં આ સ્થિતિ હોય તો શરમજનક વાત કહેવાય.
પ્રાપ્ત વિગતો અનુસાર GJ-18 ભાજપ શહેર ST સેલના પ્રમુખ આરતીબેન ભીલે મસેરાટી ગીબલી ગાડી નં -GJ-01-RN-9002 અંકિતભાઈ સોની પાસેથી ખરીદી હતી. ત્યારે મેં મારી ગાડી ફોરચુનર, મીની કૂપર બંને ગાડી એક્સચેન્જમાં આપી હતી. અને દસ લાખ રૂપિયા રોકડા આપીને ગાડી ૪૭,૫૦,૦૦૦ માં લીધી હતી. જે મારા નામે ટ્રાન્સફર થઈ ગયેલ છે ક્યારે ગાડીનું સેન્સર ખરાબ હોવાથી તેમણે જણાવેલ કે, હાલ તમે તમારા પાસે ગાડી રાખો, હું ઇન્સ્યોરન્સ માં કરાવી દઈશ. ત્યારબાદ તમામ કાગળો મને આપેલા જે તમામ કાગળો મારા પાસે છે. ત્યારે ગાડીની સર્વિસ ની વાત કરતાં તેમણે જણાવેલ કે, આ ગાડી ની સર્વિસ બોમ્બે થાય છે. અહીંયા થતી નથી. જે બે થી અઢી મહિના લાગશે, ગાડીના કાગળો, ઇન્સ્યોરન્સ,RC બુકની મારે જરૂર છે. કેમ કહીને ગાડી ના તમામ કાગળો મારી પાસેથી લઇ ગયેલ હતા. ત્યારબાદ મેં માર્ચ ૨૦૨૧ માં અંકિત સોની ને ફોન કરતાં તેમણે હાલ લોકડાઉન ચાલે છે, કેમ કહ્યું હતું. ત્યારબાદ ફોન કરતાં પત્ની ને કોરોના થયેલ, તેમ કહેતાં, મેં ગાડી વિશે પુચ્છા કરતા અને ગાડી હાલ ક્યાં છે, તો સર્વિસમાં છે, કેમ જણાવેલ, બાદમાં ફોન ઉપાડ્યા નો પણ બંધ કરી દીધેલ, ત્યારબાદ વોટ્સએપ માં મેસેજ લખતા તેણે જણાવેલ કે, આ ગાડી અમદાવાદના ફરીદ કુરશી પાસેથી મેં પૈસા લીધા હતા, હિસાબ બાકી હોવાથી ફરીદ કુરેસી લઈને જતો રહ્યો છે જે અમદાવાદની કામા હોટલ પાસે રહે છે, જે અંકિત સોની મળતા તેણે કુરેશીનો નંબર આપ્યો હતો પણ મારી ગાડી કોઈ જેથી મેં પોલીસ ફરિયાદ કરવા અડાલજ પોલીસ સ્ટેશન જે મારા વોર્ડ નંબર ૧૧ ના મત વિસ્તારમાં આવેલ છે, ત્યાં ફરિયાદ આપતાં તેમણે ચાંદખેડા ની હદ લાગે તેમ કહીને ભાજપ મહિલા મોરચાSC ના શહેર પ્રમુખ આરતીબેન ભીંલને પોલીસ ધક્કા પર ધક્કાFIR નોંધવા ખવડાવી રહી છે, માલ મલાઈ ખાવી હોય તો હદ જાેવાની નહીં, FIR કરવા માટે પોલીસની તુક્કાબાજી સામે હવે હર્ષ સંઘવી કાઢે ભુક્કા, તમારા ભાજપની કાર્યકર્તા અને શહેર પ્રમુખ હોવા છતાં એક મહિલાનીFIR દાખલ કરવામાં ન આવતી હોય તે ખૂબ જ ગંભીર બાબત હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.
ગાડી ખેંચી જનારા થી લઈને ચોરી ની ગાડીઓ વેચનારા ના સરનામા, ગાડી ક્યાં પડી છે, તે માહિતી મહિલા પાસે હોવા છતાં પોલીસFIR કરીને કોઈ જ કાર્યવાહી કેમ કરવા રસ નથી લેતી તે પ્રશ્ન ઉઠવા પામ્યો છે. ૧૫ દિવસથી રઝળપાટ કરતી મહિલાને ન્યાય મળે અને એ પણ ભાજપની મહિલાને , નેતા થી વિશેષ શું ગુજરાત સલામત છે, તે કઈ રીતે કહી શકાય ?FIRદાખલ કરીને જ્યાં ગાડી પડી છે, તે તમામ તપાસ કરીને ગાડી લઇ જનાર ઉપર કેમ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી, તે ચર્ચા ભારે જગાવી છે.