સુરતના એક યુવકને કોરોના ની ગાઈડલાઈન નો ભંગ કરવા બદલ પોલીસ સ્ટેશને લઈ જઈને પોલીસે કસ્ટડીમાં ઢોર માર માર્યો હોવા બાબતે યુવક અરજદાર જુનૈદ શયૈદ તરફથી એડવોકેટ ઝુબિન ભરડાએ હાઇકોર્ટમાં કન્ટેમ્પ્ટ નો કેસ કર્યો હતો. જેમાં બુધવારે એવી રજૂઆત કરી હતી કે આ સમગ્ર મામલે અગાઉ સુપ્રીમ કોર્ટે ગાઇડલાઇન આપી હતી કે કોઈપણ આરોપીની ધરપકડ બાદ કઈ રીતે કાર્યવાહી કરવી જાેઈએ અને કસ્ટડીમાં કેવો વ્યવહાર કરવો જાેઈએ એ અંગે નો સુપ્રીમ કોર્ટનો ચુકાદો હોવા છતાં તેનો ભંગ કરવામાં આવ્યો હતો. વિસ્તૃત રજૂઆતમાં જણાવેલ કે જૂન ૨૦૨૧માં પીડિત સહિતના અન્ય યુવકોને પોલીસ ઉપાડી ગઇ હતી. અને તેમના પર ર્ષ્ઠદૃૈઙ્ઘ ગાઇડલાઇન્સ નો ભંગ કર્યો હતો. અને ઘરની બહાર ખોટા સમયે ઊભા હતા અને પોલીસે તેમની વિરુદ્ધ ગેમ્બલિંગ એક્ટર હેઠળ ગુનો નોંધ્યો હતો. જે પણ જામીનપાત્ર ગુનો હોવા છતાં તેઓને પોલીસે જામીન આપ્યા ન હતા. તેમજ પોલીસ દ્વારા વારંવાર રૂપિયા ની માંગ કરવામાં આવી હતી. અરજદારે રૂપિયા નહીં આપતા તેને કસ્ટડીમાં માર મારવામાં આવ્યો હતો. માર અસહ્ય હોઈ તેનું સ્વાસ્થ્ય લથડતા તેને એક કોરા કાગળ પર સહી કરી કરાવીને છોડી મૂકવામાં આવ્યો હતો. જેથી કુટુંબના સભ્યોએ એમ્બ્યુલન્સ બોલાવીને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.પોલીસે તે બાબતે નોંધ લીધી હતી પણ કોઈ કર્મચારી /અધિકારી વિરુદ્ધ કાર્યવાહી કરી ન હતી. પોલીસે કસ્ટડીમાં અત્યાચાર કર્યો હોવાથી અરજદારને ભાર ઇજાઓ થવા પામી હતી.આ બાબતે શહેર પોલીસ કમિશનરને પણ રજૂઆત કરવામાં આવેલ હતી, તે પણ કોઈ સંતોષકારક કાર્યવાહી કરવામાં આવી ન હતી.
આ બાબત ને હાઇકોર્ટે ગંભીરતાથી લઈને કાયદાનો કોરડો વીંઝીને સુરત પોલીસ કમિશનર સહિતના પાંચ પોલીસને ૨૫,૨૫ હજારનો દંડ ફટકાર્યો છે.જવાબદાર પોલીસ કર્મચારીઓ દ્વારા વાંધો કે જવાબ રજૂ નહીં કરવાથી તેમજ ઉચ્ચ અધિકારીએ પણ કેસ ને ગંભીરતાથી નથી લેતા કોર્ટે ટકોર કરી છે કે આવા ગંભીર કેસમાં હેડ કોન્સ્ટેબલને આઇ. ઓ. બનાવવાની પણ થતી હોવાનું જણાવેલ છે. આવા કેસની તપાસ સબ ઇન્સ્પેક્ટર અથવા તેનાથી ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારી એ જ તપાસ કરવી જાેઇએ તેવી તાકીદ પણ હાઇકોર્ટે કરી હતી.