AMTSનું વર્ષ 2022-23નું રૂ. 7 કરોડના સુધારા સાથે  રૂ. 536.14 કરોડનું બજેટ મંજુર કરાયું

Spread the love

 

અમદાવાદ

અમદાવાદમાં સિનિયર સીટીઝન અને કોરોનામાં જે બાળકના માતા કે પિતા મૃત્યુ પામ્યા હોય તે બાળકો હવે AMTS બસમાં મફતમાં મુસાફરી કરી શકશે.

AMTSનું વર્ષ 2022-23નું રૂ. 7 કરોડના સુધારા સાથે રૂ. 536.14 કરોડનું બજેટ મંજુર કરાયું.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત બસ સેવા AMTSનું વર્ષ 2022-23નું સુધારા સાથેનું બજેટ આજે AMTS ચેરમેન વલ્લભભાઈ પટેલે રજૂ કર્યું હતું. રૂ. 7 કરોડના સુધારા સાથે બજેટ રજૂ કરવામાં આવ્યું છે. Amts ચેરમેન વલ્લભભાઈ પટેલે જણાવ્યું હતું કે કોરોના કાળ દરમ્યાન જે બાળકના માતા કે પિતા કોઈપણ મૃત્યુ પામેલા હોય અને સ્કુલમાં ભણતાં હોય તેવા બાળકોને વર્ષ દરમ્યાન બસમાં ફ્રીમાં મુસાફરી કરી શકશે. 65 વર્ષથી ઉપરના તમામ સીનીયર સીટીઝનો એક વર્ષ ફ્રીમાં મુસાફરી કરી શકશે.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતી સંચાલિત મ્યુનિસિપલ સ્કુલોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થી, વિદ્યાર્થીનીઓને સ્કુલમાં આવવા જવા માટે AMTS બસોમાં ફ્રી મુસાફરી કરી શકશે. આ તમામને મુસાફરી માટે ફ્રી બસ પાસ આપવામાં આવશે. ટ્રાન્સપોર્ટ મેનેજર દ્વારા કુલ બજેટ રૂ.529.14 કરોડનું મુકવામાં આવ્યું હતું. જેમાં ટ્રાન્સપોર્ટ કમિટી દ્વારા નીચે દર્શાવેલ રૂ.7 કરોડના સુધારા સાથેનું કુલ બજેટ રૂ. 536.14 કરોડનું મંજુર કરવામાં આવ્યું છે. 40 બસો AMTS અને 900 બસો કોન્ટ્રાકટરની દોડે છે. 50 ઇલેક્ટ્રોનિક બસો દોડશે.કોન્ટ્રાકટરોને 10 ટકા સુધીની પેનલ્ટી કરવામાં આવે છે. 450 જેટલી નવી બસો મેળવીને હાલના સમયપત્રકમાં સુધારો કરી વધુમાં વધુ ફીકવન્સી પુરી પાડવામાં આવશે. AMTS પોતાની માલિકીની 50 બસો 15માં નાણાંપંચની ગ્રાન્ટમાંથી લેવાનું ઠરાવવામાં આવે છે. આ 50 બસોને અમદાવાદ શહેરની ફરતે આવેલા સરદાર પટેલ રીંગ રોડ ઉપર જરૂરીયાત મુજબ બે ભાગમાં સંચાલનમાં મુકવામાં આવશે.

જે ચલાવવા માટે ઘટતી રકમ રાજય સરકાર પાસેથી વી.જી.એફ. મેળવી સરભર કરવામાં આવશે. જમાલપુર ખાતે આવેલ ઓફિસ બિલ્ડીંગ તથા ડેપોમાં તેમજ અન્ય જગ્યાઓએ સોલાર પેનલ લગાવવા માટે 15માં નાણાંપંચની ગ્રાન્ટમાંથી રૂ.3 કરોડ ફાળવવામાં આવશે. પ્રધાનમંત્રી વિમા યોજના અંતર્ગત AMTSના તમામ કાયમી કર્મચારીઓના રૂ.12ના નજીવા દરે માસિક રૂ.1 પગારમાંથી વસુલ લઈ વિમો લેવામાં આવશે.

શહેરના ડેકોરેટીવ શેલ્ટરો પૈકી 100 શેલ્ટરોને સ્ટીલના બનાવવા માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રૂ. 2 કરોડ ફાળવવામાં આવશે.સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત શહેરના નવરંગપુરા બસ ટર્મિનસ વિકસાવવા માટે રૂ.1 કરોડ અને શહેરના મેમનગર ટર્મિનસમાં આર.સી.સી. રોડ બનાવવા માટે રૂ. 1 કરોડ ફાળવવામાં આવશે. AMTS હાટકેશ્વર ડેપો-ટર્મિનસ ઉપર સ્ટાફ તથા પબ્લિક માટે અ.મ્યુ.કોર્પો.ના ધોરણે પે એન્ડ યુઝ ટોઈલેટની સુવિધા આપવા આવશે. ભારત સરકારના ડીજીટલ ઈન્ડીયાના ઝુંબેશના ભાગ રૂપે BRTSના ધોરણે અ.મ્યુ.ટ્રા.સ. ખાતે PAY TM એપ દ્વારા QR કોડ જનરેટ કરી ડીજીટલ ટીકીટીંગ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com