ગુજરાતમા ભાજપની સંગઠન સરચનાની કવાયત હાથ ધરાઇ છે ત્યારે ભાજપના કેન્દ્રીય નેતાઓના પ્રવાસ સતત વધી ગયા છે. કેન્દ્રીય સહ સંગઠન મંત્રી વિ સતિષની એક દિવસીય ગુજરાત મુલાકાતમા બેઠકોનો દોર હાથ ધરવામાં આવ્યો હતો ત્યારે 15 ડિસેમ્બર સુધી નવુ પ્રદેશ માળખુ અસ્તિત્વમા આવે એવી સંભાવના વ્યક્ત કરવામા આવી રહી છે. જો કે આ વખતે પણ પ્રદેશ માળખામા પાટીદાર ચહેરાઓનુ પ્રભુત્વ રહેશે એવુ હાલમા લાગી રહ્યુ છે. ગુજરાતના રાજકારણમા અને ખાસ કરીને ભાજપના પાટીદારોનો એક દબદબો રહ્યો છે સરકાર હોય કે સંગઠન બંનેમા પાટીદારોનુ પ્રભુત્વ જોવા મળ્યુ છે, હાલમા ગુજરાતમા સંગઠન સરચના હાથ ધરવામા આવી છે ત્યારે ડિસેમ્બર અંત સુઘીમા પ્રદેશ માળખાની જાહેરાત થાય એવી શક્યતાઓ છે જેને લઇને ગુજરાતમા બેઠકોના દોર પર શરૂ થઇ ગયા છે. મળતી માહિતી પ્રમાણે 30 નવેમ્બર સુઘી જિલ્લા પ્રમુખની જાહેરાત થઇ શકે છે, અને ડિસેમ્બર અંત સુધીમા પ્રદેશ પ્રમુખ ના નામ ની પણ જાહેરાત થઇ શકે છે આ મામલે ગુજરાત પ્રદેશ ભાજપ ઉપધ્યાયક્ષ આઈ કે જાડેજા એ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી એ મંડળ ની રચના પૂર્ણ કરી છે. ત્યારબાદ જિલ્લાના કાર્યકરોનો સુર પ્રાપ્ત કરવા ત્રણ ત્રણ સિનિયર આગેવાનોને ચાર ઝોનમાં મોકલવામાં આવ્યા હતા. તેમની સામે જિલ્લા કર્યકરોએ પોતાનો સુર વ્યક્ત કર્યો હતો. મહત્વનુ છે કે, વર્ષ 2016મા ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે વિજય રૂપાણીની નિમણૂક કરાઇ હતી. સ્વચ્છ છબિ અને મોદી- શાહ ની ગુડ બુકમા હોવાના કારણે નોન પાટીદાર ચહેરો ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે પ્રસાથાપિત થયો હતો. જો કે આનંદી બેન પટેલના સીએમ પદેથી રાજીનામુ આપતા વિજય રૂપાણીની સીએમ તરીકે વરણી કરાયા બાદ જીતુ વાઘાણીની પ્રદેશ પ્રમુખ તરીકે વરણી કરવામા આવી . પાટીદાર આંદોલન આ સમયે ચરમ સીમા પર હતુ હાર્દીક પટેલને અનેક યુવાઓ પોતાનો નેતા માની રહ્યા હતા ત્યારે પાર્ટીએ પણ પાટીદાર યુવા ચહેરા તરીકે જીતુ વાઘણી ને સંગઠન ની કમાન સોપી હતી. જો કે આ નિર્ણય પણ સીઘી રીતે મોદી શાહ દ્વારા લેવામા આવ્યો હતો . જો કે જાતિગત સમીકરણો ને લઇને ખુલીને પાર્ટીમા કોઇ બોલતુ નથી, આ મામલે ગુજરાત પ્રદેશ ભાજપ ઉપધ્યાયક્ષ આઈ કે જાડેજા એ જણાવ્યું હતું કે ભાજપ સંગઠન રાષ્ટીય મહામંત્રી વી સતીશ, પ્રદેશ અધ્યક્ષ, મુખ્ય મંત્રી અને પ્રદેશ નુતવ દ્વારા બે દિવસ પહેલા ચાર ઝોનના નિરીક્ષકો સાથે જે તે જિલ્લા પ્રમુખો માટે ચર્ચા વિચારણા કરી હતી.હવે 8 થી 10 દિવસમાં જેતે જિલ્લા ના પ્રમુખોની જાહેરાત પાર્ટી દ્વારા કરવામાં આવશે. મહત્વનુ છે કે, ભાજપ માટે જેટલુ સરકાર નુ મહત્વ છે એટલુ જ સંગઠન નુ મહત્વ છે અને એટલા જ માટે દર ત્રણ વર્ષે નવુ માળખુ અસ્તિત્વમાં આવે છે જો કે માળખામા કેટલાક નવા ચહેરાઓને પ્રધાન્ય આપવામા આવતુ હોય છે તો કેટલાક નવા જૂના ચહેરાઓ ને રીપીટ કરવામા આવે છે વાત જો ગુજરાત ની કરવામા આવે તો ગુજરાત ને ભાજપનો ગઢ માનવામા આવે છે અને એ જ કારણ છે ગુજરાત ભાજપ સંગઠન ની કવાયત પર સીધી નજર કેન્દ્રીય નેતુત્વ ની રહે છે. ત્યારે ગુજરાત ભાજપ સંગઠનના નવા માળખામા મોટા પાયે ફેરફાર થાય એવી શક્યતા છે