ભાજપના આગેવાનના જ પેટ્રોલ પંપે આપ પાર્ટી દ્વારા લિટરે ૫ રૂપિયા ડિસ્કાઉન્ટ

Spread the love


દેશમાં અગાઉ કોરોના થી લોકો પીડિત હતા , અને હવે કાયમી મોંઘવારીથી દેશની પ્રજા પરેશાન થઈ ગઈ છે. ત્યારે મોંઘવારીનો માર અનાજ, કરિયાણું, દૂધ થી લઈને પેટ્રોલ-ડીઝલના ભાવ જે ભડકે બળી રહ્યા છે. ત્યારે આમ આદમી ખાય શુ ? ગેસના બાટલાના ભાવ માં અસહ્ય વધારાથી ગૃહિણીઓ પરેશાન છે. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા એક નવો અને અનોખો વિરોધ દર્શાવ્યો હતો ત્યારે વિરોધમાં જે ગ્રાહક પેટ્રોલ પંપ પેટ્રોલ ભરાવે તેમાં ૧ લીટરે ૫ રૂપિયા ડિસ્કાઉન્ટ આપતા લોકો હોશે હોશે પેટ્રોલ પુરાવી રહ્યાં હતા.પ્રાપ્ત વિગતો અનુસાર આપ પાર્ટી દ્વારા GJ-18 ખાતેના ઘ-૨ પાસે આવેલા ભાજપના એક નેતા અને ત્યાં જે ગ્રાહકો પેટ્રોલ પૂરાવે તેને એક લિટરે ૫ રૂપિયા ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે ત્યારે એક અનોખો વિરોધ કરીને આ પાર્ટીના નવયુવાન કાર્યકરો દ્વારા ગ્રાહકોને લિટરે ૫ રૂપિયા ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હતું. ત્યારે આ પાર્ટી દ્વારા પ્લે બોર્ડ લગાવ્યા હતા કે પેટ્રોલ-ડીઝલના ભાવ રાખજાે માપમાં નહિતર લોકો જાેડાઈ જશે આપમાં તે પ્લે બોર્ડ ચર્ચાનો વિષય બન્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com