GJ-18 એવા કુડાસણ ખાતેના હોટેલ પ્રેમીનેન્ટ દ્વારા તા. ૧-૦૫-૨૨( રવિવાર) ના રોજ ગ્રીન સીટી રિઅલ્ટર (રોયલ એસ્ટેટ બ્રોકર) વેલ્ફેર એસોસિયન GJ-18 દ્વારા આયોજિત થેલેસેમિયા મેજર બાળકો માટે રક્તદાન શિબિર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ભાજપના ન્યુ GJ-18 ના પ્રમુખ વાસુદેવ પટેલ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરેલ અને આખા ગામમાં રક્તદાન શિબિરનો પ્રચાર કરવામાં આવેલ અને પોતે જ રક્તદાન કર્યું ન હતું અને મોટા નેતાઓ સાથે પગચંપી અને ફોટા પડાવવાની લ્હાઇમાં અને લ્હાઇમાં પોતે બ્લડ આપતા સુતા હોય તેવી રીતે ફોટો પડાવી લીધો હતો. ત્યારે રાજકારણ કઈ રીતે રમવું અને નેતાઓ સાથે શોર્ટ કટ માં કેવી રીતે આગળ આવવું તે વાસુદેવ ભાઈ સાથે શીખવા જેવું છે. પ્રાપ્ત માહિતી અનુસાર GJ-18 ખાતેના, હોટલ પ્રોમીનેન્ટ (કુડાસણ) ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ શિબિરમાં વાસુદેવ પટેલ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે કુડાસણ થી લઈને તમામ જગ્યાએ પ્રચાર-પ્રસાર કરી ને રક્તદાન આપવા લોકોને અપીલ કરનારા વાસુદેવ પટેલ પોતે જ રક્તદાન કર્યું ન હતું અને રક્તદાન ન કર્યુ હોય તે તો ઠીક પણ રક્તદાન આપતા હોય તેવો ફોટો ફેશન સાંસદ ,મેયર ,ડે.મેયર ,ચેરમેન સાથે પડાવી લીધો હતો. ત્યારે ભાજપમાં અંદરોઅંદર કચવાટ હતો કે રક્તદાન શિબિરનું આયોજન અને લોકોને રક્તદાન આપવાનું કહેનારા ફોટો સેશનમાં મસ્ત થઈ ગયા છે ,કાર્યકરો વ્યસ્ત ત્યારે એક કાર્યકરે માર્મિક ટકોર માં જણાવ્યું હતું કે ડાહી સાસરે જાય નહીં, ગાન્ડીને શિખામણ આપે તેવો ઘાટ સર્જાયો હતો.