જોખમી કચરાના પુન: વપરાશ બાબતે હેઝાર્ડસ વેસ્ટ રૂલ્સ અંર્તગત SOP સમયબધ્ધ રીતે બનાવવા માટે સરકાર દ્વારા સુદ્દઢ આયોજન

Spread the love

અમદાવાદ

જોખમી કચરાનો અન્ય ઉત્પાદનોમાં કાચા માલ તરીકે વપરાશ માટે હેઝાર્ડસ વેસ્ટ રૂલ્સ (રૂલ-૯)ની મંજૂરીની જરૂર હોય છે. આ મંજૂરી માટેની પડતર અરજીઓનો નિકાલ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા અપાયેલ સમય મર્યાદામાં પૂર્ણ થાય તે માટે પર્યાવરણ મંત્રી કીરીટસિંહ રાણા તથા રાજ્યકક્ષા મંત્રી જગદીશ વિશ્વકર્મા (પંચાલ)ની ઊપસ્થિતિમાં સમીક્ષા બેઠક ગીર ફાઊન્ડેશન ગાંધીનગર ખાતે તા. ૧૧/૦૫/૨૦૨૨ ના રોજ યોજાઇ હતી. આ બેઠકમાં વન અને પર્યાવરણ વિભાગના અધિક મુખ્ય સચિવ, એડિશનલ સેક્રેટરી, તથા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના માનનીય અધ્યક્ષ અને સભ્ય સચિવ હાજર રહ્યા હતા.

આ વિષયે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા જણાવ્યા મુજબ. તેઓને કુલ ૮૪૫ અરજીઓ મળેલ હતી. જે પૈકી ૩૪૮ અરજીઓની સ્ટાંડર્ડ ઓપરેટીંગ પ્રોસીજર (SOP) બની જતા નિકાલ થઇ ગયેલ છે.

બાકી રહેલ ૪૯૭ અરજીઓ પૈકી ૧૯૪ અરજીઓને કેંદ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે ના-મંજુર કરેલ છે અથવા ઔદ્યોગિક એકમ દ્વારા આ અરજીઓ પરત લઇ લીધેલ છે. ૧૦૫ અરજીઓની ડ્રાફટ SOP બની ગયેલ છે અને તે કેંદ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને મંજૂરી અર્થે મોકલી આપેલ છે. બાકીની ૯૫ અરજીઓના નિકાલ માટે બોર્ડ દ્વારા ૨૪ ટ્રાયલ રન મંજૂર કરેલ છે, અને ૭૭ અરજીઓ માટે ઉદ્યોગો પાસેથી માહિતી મંગાવેલ છે અને ૨૬ અરજીઓ ચકાસણી હેઠળ છે. મંત્રી દ્વારા સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડની માર્ગદર્શિકા મુજબ રૂલ-૯ અંર્તગત બાકી રહેલ અરજીઓના ટ્રાયલરન તથા SoP બનાવવાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપેલ. આ બાબતે સરકારે કડક વલણ અપનાવી ડિસેમ્બર ૨૦૨૨ સુધીમાં તમામ કામગીરી પૂર્ણ કરવા જણાવેલ છે.

પડતર અરજીઓ પૈકી આશરે ૭૭ ઉદ્યોગો દ્વારા SoP બનાવવા માટે જરૂરી માહિતી/પ્રેઝન્ટેશન ઘણા લાંબા સમયથી જમા કરાવેલ નથી આ તમામ ઉદ્યોગોને તાત્કાલિક નોટીસ આપી દિન-૭ માં માહિતી જમા કરવા માટે સૂચના આપવામાં આવી. અને જો એકમ તે પ્રમાણે ન કરે તો આવી અરજી રદ કરવા સુધીના પગલાં લેવા માટે જણાવવામાં આવેલ. વધુમાં ટ્રાયલ રન માટે પૂર્તતા ન કરી રહેલ એકમો સામે પણ કડક પગલાં લેવા માટે પણ સૂચન કરવામાં આવેલ. આગામી ૩ માસમાં ટ્રાયલ રનની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા વિવિધ તજજ્ઞ સમિતિનું ગઠન કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com