ગુજરાતના (Gujarat) આણંદમાં બાકરોલ રોડ નજીક અમૂલના MD આર.એસ.સોઢીની કારનો અકસ્માત થયો હતો.મળતી માહિતી મુજબ, આર.એસ.સોઢી કાર લઇને જઇ રહ્યાં હતા. એ દરમિયાન આણંદના બાકરોલ રોડ પર તેઓની કારનું ટાયર ફાટ્યું હતું. જેના લીધે આર.એસ.સોઢી ઈજાગ્રસ્ત થતાં તેઓને 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં આર.એસ.સોઢીની સાથે એક્ટિવા ચાલક પણ ઈજાગ્રસ્ત બન્યાની ચર્ચા થઇ રહી છે.વધુમાં જણાવી દઇએ કે, આ અકસ્માતમાં અમૂલના MD આર.એસ.સોઢી અને તેમના ડ્રાઈવરને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. જેઓને તાત્કાલિક સારવાર અર્થે આણંદની ઝાયડ્સ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. GCMMFના ચીફ ઓપરેટિંગ ઓફિસર જયેન મહેતાએ આ અંગે એક ખાનગી ન્યુઝપેપરને જણાવ્યું હતું કે, મિ. સોઢી અને તેમના કાર ડ્રાઈવરને સામાન્ય ઈજાઓ પહોંચી છે, પરંતુ તેઓ સુરક્ષિત છે.’ઘટનાની જાણ થતા જ કંપનીના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા આ કાર અકસ્માતમાં ટુ-વ્હીલરચાલકને પણ સામાન્ય ઈજાઓ થઇ હોવાનું જણાઇ રહ્યું છે. આથી તેઓને પણ સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જો કે, અમૂલના MDની કારને અકસ્માત નડ્યો હોવાની જાણ થતા જ કંપનીના સિનિયર અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.