ગુજરાત કોંગ્રેસ પ્રવકતા મનહર પટેલ
અમદાવાદ
ગુજરાત કોંગ્રેસ પ્રવકતા મનહર પટેલે જણાવ્યું હતું કે ભાજપા સરકાર પાણી વિતરણ અને વેતરણમા નિષ્ફળ જવાથી જનતા પીવા માટે અને ખેડુત સિંચાઇના પાણી માટે વલખા મારે છે.૨૭ વર્ષે ભાજપા સરકારે તમામ બાબતે જનતાને પાણી ન આપવામા પાણી દેખાડયુ છે.જે યોજના સિંચાઇ માટે હતી તે યોજનાનુ પાણી માનીતા ઉદ્યોગગૃહોને આપીને છેવાડાની જનતાના મોઢેથી પાણીનો પ્યાલો ઝુટવ્યો છે. રાજય સરકાર પાણીનો કાયદો લાવે તે પહેલા પીવાના પાણી, સિંચાઇના પાણી, ઉદ્યોગગૃહોના પાણી અને માનીતા ઉદ્યેગગૃહેની પાણી વિતરણનો જથ્થો અને તેના ભાવ અંગેનુ શ્વેત પત્ર બહાર પાડે તેવી માંગ મનહર પટેલે કરી છે.ખેતીના ઉત્કષઁ માટે નિમાઁણ કરવામા આવેલી સિંચાઇ યોજનાનુ પાણી ખરેખર સિંચાઇ માટે ખેડુતોને અને લોકોને પીવામા કેટલુ વપરાય રહ્યુ છે ? હિરણ નદી પરના કમળેશ્વર ડેમ સોમનાથ-વેરાવળ, તાલાલા શહેરની જનતાને પીવાના પાણી ઉપરાંત ખેતી સિંચાઇ માટે આપવામા આવે છે અને તમામ પાણીનુ બિલ ચુકવે છે પરંતુ વેરાવળમા આવેલી રેયોન કંપનીને પણ પાણી આજ ડેમમાથી અપાય છે, કેટલા કરોડો રુપિયાનુ પાણીનુ બિલ આ કંપનીએ ચુકવવાનુ બાકી છે ભાજપા સરકાર જવાબ આપે ..આવુ જ સિંગોડા ડેમ ગીરમા આવેલ છે તનુ પાણીનુ બિલ અંબુજા સિમેન્ટ અને સિંચાઇ પણ જાય અને અંબુજા કંપનીનુ પાણી બિલ હજુ કેટલુ બાકી છે ?
ભાજપા સરકાર પાણી, પૈસો કે સત્તા માટે તેને મળેલો સમય વાપરવા નિષ્ફળ રહી છે.પાણીના નવા કાયદાઓ લાવીને રાજય સરકાર જનતાને પરેશાન કરવાની માનસિકતા છતી કરી રહી છે.