એસ્ટેટ અને નગર વિકાસ વિભાગ દ્વારા પૂર્વ વિસ્તારમાં રસ્તા , પ્લોટમાં થયેલ દબાણ અને ગેરકાયદેસર બાંધકામો દૂર કરાયા

Spread the love

અમદાવાદ

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનનાં પૂર્વ ઝોન ની હદમાં વિરાટનગર અને નિકોલ વોર્ડમાં એસ્ટેટ અને નગર વિકાસ વિભાગ દ્વારા પૂર્વ વિસ્તારમાં ટી.પી.રસ્તા પરના દબાણ , મ્યુનિ.રિઝર્વ પ્લોટમાં થયેલ દબાણ અને બિનપરવાનગીનાં ગેરકાયદેસર બાંધકામો દૂર કરાયા હતા.

વિરાટનગર વોર્ડમાં આજે એસ્ટેટ અને નગર વિકાસ ખાતાનો સ્ટાફ, દબાણ વાન, ખાનગી મજૂરો તથા ટ્રાફિક પોલીસના સ્ટાફ સાથે સંયુક્ત રાઉન્ડ લઈ ઠક્કરનગર એપ્રોચથી ઉત્તમનગર થઈ જીવનવાડી સુધીના ટ્રાફીકને અડચણરૂપ દબાણ ૩ બંધ કવરની લારી, એક છતવાળી લારી, એક લોખંડનું કાઉન્ટર, ૧૯ નાના/મોટા બોર્ડ તથા ૩૭-નંગ પરચુરણ માલ-સામાન જપ્ત કરવામાં આવ્યા હતા.

નિકોલ વોર્ડમાં મનમોહન ચાર રસ્તાથી પામ હોટલ થઈ એસ.પી.રીંગ રોડ પરના ટી.પી.રસ્તા પરથી બે જાહેરાતની પેન્ડલ રીક્ષા, ત્રણ મોટા બોર્ડ, બે પોસ્ટર, આઠ બેનર, ૪૧ નાના બોર્ડ જપ્ત કરાયા હતા.આગામી દિવસોમાં પણ ટી.પી. રસ્તા પરના દબાણ , મ્યુનિ.રીઝર્વ પ્લોટમાં થયેલ દબાણ , બિન-પરવારનગીના બાંધકામો તેમજ બોર્ડ અને બેનરો દુર કરવાની કાર્યવાહી જારી રાખવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com