મતદારયાદી સબંધીત ફોર્મ ૧લી ઓગસ્ટથી સરળ :મતદારયાદીમાં સમાવિષ્ટ મતદાર ફોર્મ નં.૬ ( ખ ) ભરીને આધાર નંબર દાખલ કરાવી પોતાની એન્ટ્રીને પ્રમાણિત કરી શકાશે 

Spread the love

 

૧લી ઓકટોબરના રોજ ૧૮ વર્ષ પૂર્ણ થતાં હોય તેવા યુવાનો માટે ફોર્મ નં.૬ ભરીને મતદાર બનવું હવે આસાન : મતદાર તરીકે નોંધણી માટે હવે વર્ષમાં લાયકાતની ૪ તારીખો નક્કી કરવામાં આવી છે.

અમદાવાદ

ભારતના ચૂંટણી પંચ દ્વારા તાજેતરમાં મતદારયાદી સબંધીત કાયદા, નિયમોમાં સુધારા જાહેર કરવામાં આવ્યા છે.આ સુધારા દ્વારા હવે મતદારો માટે મતદારયાદીમાં નામ નોધાવવા કે સુધારા-વધારા કરાવવાનું આસાન થયું છે.સૌથી મહત્વનો સુધારો યુવા મતદારો માટે મતદાર તરીકે નામ દાખલ કરાવવા સબંધીત છે.પહેલા નવા મતદાર તરીકે નામ નોધાવવા દર વર્ષે ૧લી જાન્યુઆરીના રોજની લાયકાત ધ્યાને લેવામાં આવતી હતી. આ નિયમમાં હવે ફેરફાર કરવામાં આવ્યો છે.આ શક્ય બન્યું છે, ૧૯૬૦ના મતદાર નોંધણી નિયમ તેમજ લોક પ્રતિનિધિત્વ ધારો ૧૯૫૦ની કલમ ૧૪(બી) કે જે મતદારયાદીમાં નોધણી માટે મતદારની યોગ્યતા માટેની લાયકાતની તારીખ સાથે સબંધિત છે તેમાં સુધારો કરવામાં આવતા હવે મતદાર તરીકે નોંધણી માટે વર્ષમાં ૪ લાયકાતની તારીખ નક્કી કરવામાં આવી છે.એટલે કે, હવે ૧લી જાન્યુઆરી, ૧લી એપ્રિલ, ૧લી જુલાઇ અને ૧લી ઓક્ટોબરના રોજ કે તે પહેલા જે યુવાનો ૧૮ વર્ષ પૂર્ણ કરતા હોય તેઓ મતદારયાદીમાં મતદાર તરીકે નામ નોધાવી શકે છે.આગામી ૧લી ઓકટોબર, ૨૦૨૨ના રોજ કે તે પહેલા જે યુવાનો ૧૮ વર્ષ પૂર્ણ કરતા હોય તેઓને આગામી વિધાનસભા ચૂંટણીમાં મતદાન કરવાની અમૂલ્ય તક મળવાની છે.આવા યુવા મતદારોએ મતદાનયાદીમાં નામ નોધાવવા હવે ક્યાંય જવાની પણ જરૂર નથી ઘેરબેઠાં Voter Helpline App ડાઉનલોડ કરીને મતદારયાદીમાં નામ નોંધાવી શકે છે અથવા વેબસાઇટ http://voterportal.eci.gov.in અથવા http://www.nvsp.in ઉપર જઇને પણ નામ નોંધાવી શકાય છે. મતદાર તરીકે યોગ્યતા માટે લાયકાતની ૪ તારીખો નક્કી કરવામાં આવતા હવે હાલની મતદાન નોધણી પ્રક્રિયામાં ફેરફાર થવાનો છે, તે મુજબ પહેલાં મતદાર તરીકે નામ નોધણી માટે મતદારની યોગ્યતા માટે લાયકાતની તારીખ વર્ષમાં માત્ર એક જ હતી.એટલે કે, ૧લી જાન્યુઆરીના રોજ કે તે પહેલા જેઓ ૧૮ વર્ષ પૂર્ણ કરતા હોય તેઓ જ મતદાર તરીકે નામ નોધાવી શકતા હતા અને મતદાન કરી શકતા હતા.જેના કારણે ૧લી જાન્યુઆરી બાદ વર્ષ દરમિયાન ૧૮ વર્ષ પૂર્ણ થતાં હોય તેવા યુવાનો મતદાર તરીકે નામ નોધાવી શકતા ન હતા અને મતદાન કરવાથી વંચિત રહેતા હતા.• Special Summary Revision (SSR) કાર્યક્રમ પણ ૧લી જાન્યુઆરીની લાયકાતની તારીખના આધારે હાથ ધરવામાં આવતો હતો.એટલે કે, અંતિમ મતદારયાદી ૧લી જાન્યુઆરીની લાયકાતની તારીખને ધ્યાનમાં રાખીને પ્રસિધ્ધ કરવામાં આવતી હતી.

પરંતુ હવે લાયકાતની ૪ તારીખ નક્કી થવાથી વર્ષમાં ગમે ત્યારે ૧૮ વર્ષ પૂર્ણ થતાં હોય તેવા યુવાનો તેમને લાગુ પડતી તારીખ ધ્યાનમાં રાખીને નવા મતદાર તરીકે ફોર્મ નં.૬ ભરીને Continuous Updation (સતત સુધારણા) પૂર્વે મતદાર તરીકેનો દાવો રજૂ કરી શકે છે.બીજા શબ્દોમાં કહીએ તો, કોઇપણ ભારતીય નાગરિક લાયકાતની ૪ તારીખને ધ્યાનમાં લઇને મતદાર તરીકેની યોગ્યતા માટે Special Summary Revision (SSR) દરમિયાન અથવા તો અંતિમ મતદારયાદી પ્રસિધ્ધ થયાં બાદ સતત સુધારણા દરમિયાન પણ નામ નોધાવવા માટે અરજી કરવાની સુવિધા પ્રાપ્ત કરી શકે છે.

ઉપરોક્ત બાબતે ધ્યાન રાખવાનું રહે કે દરેક લાયકાતની તારીખે યોગ્યતા ધરાવતા મતદાર કે જેમણે ફોર્મ નં.૬ ભરેલ છે તેવા ફોર્મ મતદાર નોંધણી અધિકારી દ્વારા કર્વાટર વાઇઝ લાયકાતની તારીખ પ્રમાણે અલગ-અલગ રીતે દરેક કર્વાટરના પ્રથમ માસ પૂર્વે નિકાલ કરવામાં આવશે.મતદાર તરીકે નામ નોંધાવવા માટે Special Summary Revision (SSR) દરમ્યાન અગાઉથી અરજી ન કરી શક્યા હોય તેવા યુવાનો ત્યારપછીના ર્વાટર દરમ્યાન મતદાર નોંધણી માટેનો દાવો કરે તો અસ્વીકાર કરી શકાશે નહીં. Special Summary Revision (SSR) દરમિયાન મતદાર તરીકે નામ નોંધાવવા માટે અગાઉથી દાવો રજૂ કરવાની યુવાનો માટે આ વધારાની સુવિધા છે.

ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી સબંધીત ફોર્મમાં સુધારા કરવામાં આવ્યા છે.જે ૧લી ઓગસ્ટથી લાગુ થવાના છે.કેન્દ્રિય કાયદો અને ન્યાય મંત્રાલય દ્વારા ભારતના ચૂંટણી પંચના પરામર્શમાં લોકપ્રતિનિત્વ ધારો ૧૯૫૦/૫૧મા તા.૩૦મી, ડિસેમ્બર, ૨૦૨૧ના જાહેરનામા દ્વારા સુધારા જાહેર કરતી અધિસૂચના પ્રસિધ્ધ કરવામાં આવી છે.જેનો અમલ ૧લી ઓગસ્ટ, ૨૦૨૨થી લાગુ થવાનો છે.જે અન્વયે કેન્દ્રિય કાયદો અને ન્યાય મંત્રાલય દ્વારા ભારતના ચૂંટણી પંચના પરામર્શમાં તા.૧૭-૬-૨૦૨૨ના જાહેરનામા દ્વારા લોક પ્રતિનિધિત્વ ધારો, ૧૯૫૦ની કલમ-૨૮ હેઠળ મતદાર નોંધણી (સુધારા) નિયમો, ૨૦૨૨ જાહેર કરતી અધિસૂચના પ્રસિધ્ધ કરવામાં આવી છે.આ સુધારા અંતર્ગત મતદાર નોંધણી માટેના ફોર્મમાં કેટલાંક ફેરફાર કરવામાં આવ્યા છે.આ સુધારેલા ફોર્મ ૧લી ઓગસ્ટ, ૨૦૨૨થી લાગુ થશે.એટલે કે, ૧લી ઓગસ્ટ,૨૦૨૨થી મતદારયાદી સબંધીત નામ નોંધણી, વિગતોમાં સુધારા વધારા કરવા નવા જાહેર કરવામાં આવેલા ફોર્મનો ઉપયોગ કરવાનો રહે છે.મતદારયાદી સબંધીત આ ફોર્મમાં શું સુધારા કરવામાં આવ્યા છે.તે વિશે જાણી લઇએ.

મતદારયાદીમાં આધાર નંબર લીંક કરાવી મતદાર તરીકે આપની ઓળખ બનાવો હવે : મતદારયાદીમાં સમાવિષ્ટ મતદાર ફોર્મ નં.૬ ( ખ ) ભરીને આધાર નંબર દાખલ કરાવી પોતાની એન્ટ્રીને પ્રમાણિત કરી શકાશે  ૧લી ઓગસ્ટથી મતદારયાદી સબંધીત નવા સુધારા લાગુ થશે . કેન્દ્રિય કાયદો અને ન્યાય મંત્રાલય દ્વારા લોકપ્રતિનિત્વ ધારો-૧૯૫૦ની કલમ-૨૩માં સુધારા અંગે તા.૩૦મી, ડિસેમ્બર, ૨૦૨૧ના જાહેરનામા દ્વારા અધિસૂચના પ્રસિધ્ધ કરવામાં આવી છે.જેનો અમલ ૧લી ઓગસ્ટ, ૨૦૨૨થી લાગુ થવાનો છે.જે અન્વયે હાલમાં મતદારયાદીમાં સમાવિષ્ટ મતદારો તથા નવા નોંધણી કરાવનાર મતદારો પોતાના નામની સાથે પોતાનો આધાર નંબર સ્વૈચ્છિક રીતે દાખલ કરાવી શકે છે.આ સુધારાથી હવે મતદારો ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલ નવું ફોર્મ નં.૬-ખ{6B) ભરીને મતદારયાદીમાં આધાર નંબર દાખલ કરાવી શકે છે.ફોર્મ નં. (ખ) ECIની વેબસાઇટ, ERONET, GARUDA. NVSP, VHA ઉપર ૧લી ઓગસ્ટ પહેલાથી ઉપલબ્ધ છે.તે દ્વારા મતદાર મતદારયાદીમાં પોતાની આગવી ઓળખ ઉભી કરી શકે છે.પોતાની એન્ટ્રીને પ્રમાણીત કરી શકે છે. એક જ વ્યક્તિનું એક કરતા વધુ મતવિસ્તારમાં નામ દર્શાવેલું હોય અથવા એક જ મતવિસ્તારમાં એક થી વધુ વખત મતદારયાદીમાં નામ દર્શાવવું હોય તો તે આધાર નંબર દાખલ કરાવવાથી તરત જ જાણી શકાય છે.

ભારતના ચૂંટણી પંચ દ્વારા કેન્દ્રિય કાયદો અને ન્યાય મંત્રાલય દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવેલા ઉપરોક્ત સુધારા અન્વયે મતદારયાદીમાં આધાર નંબર દાખલ કરાવવા નવું ફોર્મ નં. ૬-ખ જાહેર કરવામાં આવ્યું છે.ભારતના ચૂંટણી પંચ દ્વારા કેન્દ્રિય કાયદો અને ન્યાય મંત્રાલય દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવેલા તા.૧૭-૬-૨૦૨૨ના જાહેરનામા દ્વારા લોક પ્રતિનિધિત્વ ધારો, ૧૯૫૦ની કલમ-૨૮ હેઠળ મતદાર નોધણી (સુધારા) નિયમો, ૨૦૨૨ જાહેર કરતી અધિસૂચના પ્રસિધ્ધ કરવામાં આવી છે.જે અન્વયે તા.૧-૪-૨૦૨૩સુધીમાં મતદારયાદીમાં સમાવિષ્ટ મતદાર પોતાનો આધાર નંબર સ્વૈચ્છિક રીતે મતદારયાદીમાં દાખલ કરાવી શકે છે,કેટલાક ફોર્મમાં સુધારા કરવામાં આવ્યા છે જે ૧લી ઓગસ્ટથી લાગુ થવાના છે. સુધારાવાળા ફોર્મમાં આધાર નંબર દાખલ કરાવવા અંગે કોલમ ઉમેરવામાં આવી છે.એટલે કે ૧લી ઓગસ્ટથી સુધારેલા ફોર્મ ભરનાર મતદાર સબંધીત કોલમમાં આધાર નંબરની વિગત દર્શાવીને મતદારયાદીમાં આધાર નંબર દાખલ કરાવી શકશે.જ્યારે હાલમાં મતદારયાદીમાં સમાવિષ્ટ મતદાર ફોર્મ નં.૬-ખ ભરીને મતદારયાદીમાં આધાર નંબર દાખલ કરાવી શકશે.મતદાર આધાર નંબર ઓન લાઇન અથવા ઓફ લાઇન રીતે દાખલ કરાવી શકે છે.ઓન લાઇન આધાર નંબર દાખલ કરાવવા માટે voter Helpline App ડાઉનલોડ કરીને, અથવા વેબસાઇટ http://voterportal.eci.gov.in અથવા http://www.nvsp.in ઉપર જઇને પણ આધાર નંબર દાખલ કરાવી શકે છે ઓનલાઇન એન્ટ્રી માટે મતદાર ફોર્મ નં. (ખ) ભરીને UIDAI દ્વારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર ઉપર મળેલ ઓટીપી દર્શાવી સ્વયં પ્રમાણીત કરીને આધાર નંબર દાખલ કરાવી શકે છે. જો સ્વંય પ્રમાણીત નકરી શકે તેમ હોય તો ઓનલાઇન ફોર્મ નં. ૬) ભરીને તેની સાથે જરૂરી બિડાણ જોડીને આધાર નંબર ઉમેરી શકે છે.ઓફલાઇન આધાર નંબર દાખલ કરાવવા માટે બુથ લેવલ ઓફિસર હાઉસ ટુ હાઉસ મુલાકાત લેતા હોય ત્યારે આધાર કાર્ડની નકલ આપીને મતદારયાદીમાં આધાર નંબર ઉમેરી શકે છે.જિલ્લા ચૂંટણી અધિકારીઓ દ્વારા પ્રમાણીત મતદાર સહાયતા કેન્દ્રો ઇ-સેવા કેન્દ્રો અને નાગરિક સેવા કેન્દ્રો ઉપર મતદાર નોંધણી અધિકારીઓ અને મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓ પણ મતદારો પાસેથી આધાર નંબરની વિગતો મેળવી આધાર નંબર લીંકીંગની કામગીરી કરી શકે છે.

મતદારો દ્વારા આધાર નંબરની જે વિગતી પુરી પાડવામાં આવી છે તેની ગુપ્તતા જાળવવા આધાર (Targeted Delivery of Financial and Others Sutbsidies, Benefits and Services) કાયદો, ૨૦૧૬ની જોગવાઇઓનું ચુસ્ત પાલન કરવાનું રહે છે.આ કાયદા મુજબ કોઇપણ સંજોગોમાં આધાર નંબરનો ડેટા જાહેર થવો ન જોઇએ જો મતદારલક્ષી માહિતી જાહેર રીતે પ્રદર્શીત કરવાની જરૂર પડે તો આધાર નંબર દર્શાવતી વિગત દૂર કરવી અથવા તેને બ્લર કરી દેવી આવશ્યક છે.આધાર કાર્ડની મતદારો પાસેથી મળેલી નકલો મતદાર નોંધણી અધિકારીઓએ ડબલ લોક ધરાવતી સેફ કસ્ટડીમાં સાયવવાની રહે છે.મતદારોના આધાર નંબર સબંધી માહિતી UIDAI ના ધારાધોરણ પ્રમાણે ECI દ્વારા ભાડે લેવામાં આવેલા લાઇસન્સવાળા આધાર વોલ્ટમાં સંગ્રહિત કરવાનો રહે છે આ માહિતી કોઇપણ સંજોગોમાં ECIના ડેટાબેઝમાં સંગ્રહ કરવાની નથી રહેતી.

૧ લી ઓગસ્ટથી લાગુ થનારા ચૂંટણી સુધારા અંગે મહત્વની જાણકારી

* મતદાર સેવાને લગતા ફોર્મ સરળ કરવામાં આવ્યા નવા મતદાર તરીકે નોંધણી માટે ફોર્મ નં ૬, મતદારયાદીમાં નામ કમી કરાવવા કે વાંધા માટે ફોર્મ નં.૭, મતદારયાદીમાં વિગતોમાં કોઇપણ પ્રકારના સુધારા માટે ફોર્મ નં.૮ ભરવાનું રહે છે.

• મતદાર સેવાઓને લગતા ફોર્મ સરળ કરવાની સાથે ફોર્મની સંખ્યા ઓછી કરવામાં આવી. નવા મતદાર તરીકે નોંધણી માટે માત્ર ફોર્મ નં.૬ અને વિગતોમાં સુધારા માટે માત્ર ફોર્મ નં.૮ ભરવાનું રહે છે. યુવાનો માટે હવે મતદાર બનવું સાવ સરળ બન્યું માત્ર ફોર્મ ન૬ ભરીને મતદાર બની શકાય છે. હવે મતદારયાદીમાં દર્શાવવામાં આવેલી વિગતોમાં કોઇપણ પ્રકારનો સુધારો કરાવવા હોય તો માત્ર ફાર્મ નં ૮ ભરવાનું રહેશે. મતદાર હવે ફોર્મ નં.દબી ભરીને મતદારયાદીમાં પોતાનો આધાર નંબર દાખલ કરાવી શકે છે.

મતદારો ઓનલાઇન અથવા ઓફલાઇન માધ્યમથી સ્વૈચ્છિક રીતે મતદારયાદીમાં નામ ઉમેરી શકે છે. હવે આધાર નંબર સ્વંય પ્રમાણીત કરાવીને સ્વૈચ્છિક રીતે મતદારયાદીમાં ઉમેરી શકાય છે. મતદારયાદીમાં આધાર નંબર તા.૧-૮-૨૦૨૨ થી ૩૦-૪-૨૦૨૩ સુધીમાં ફોર્મ નં.૬ખ ના માધ્યમથી ઓનલાઇન અથવા ઓફલાઇન માધ્યમથી દાખલ કરાવી શકાય છે.

૧લી ઓગસ્ટથી નવા મતદાર તરીકે નોંધણી કરાવનાર યુવાનો ફોર્મ નં ૬માં જ આધાર નંબર દર્શાવી મતદારયાદીમાં આધાર નંબર ઉમેરી શકે છે.

મતદાર મતદારયાદીની કોઇ વિગતોમાં સુધારો કરાવવા ઇચ્છતા હોય તો ફોર્મ નં.૮માં ભરીને તેની સાથે જ આધાર નંબર પણ ઉમેરી શકે છે. • નવા મતદારો એટલે કે, વર્ષમાં ગમે ત્યારે ૧૮ વર્ષ પૂર્ણ થતાં હોય તેવા યુવાનો માટે લાયકાતનો સમયગાળો જે અગાઉ એક વર્ષ જેટલો હતો તે હવે ઘટીને ત્રણ માસ થઇ ગયો છે.એટલે કે, હવે એક વર્ષમાં મતદાર તરીકેની યોગ્યતા માટે લાયકાતની તારીખ ૪ નક્કી કરવામાં આવી છે. જેથી દર ત્રણ માસે મતદાર તરીકે નોંધણી કરાવવાની

તક મળશે. Special Summary Revision (SSF) દરમ્યાન યુવાનો એક વર્ષ પૂર્વે પણ મતદાર તરીકે નોધણી કરાવવા અરજી કરી શકે છે.

જો હાલમાં તમે ૧૩ વર્ષના થયાં હોવ તો પણ તમે મતદાર થવા માટે અરજી કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com