76મો સ્વતંત્રતા દિવસ: PM મોદીએ લાલ કિલ્લા પરથી નવમીવાર તિરંગાને ફરકાવ્યો : દેશ સામે 5 સંકલ્પ રાખ્યા અને ત્રિશક્તિનો મંત્ર આપ્યો

Spread the love

આજે સવારે પીએમ મોદી રાજઘાટ પહોંચ્યા હતા. અહીં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી

ભારતમાં પહેલી વાર સ્વદેશી તોપથી અપાઈ સલામી

નવી દિલ્હી

આજે સવારે પીએમ મોદી રાજઘાટ પહોંચ્યા હતા. અહીં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી.લાલ કિલ્લા પર પ્રથમ વખત બે હાથી શણગારી મોદી નું સ્વાગત કરવામાં આવ્યું હતું. 75 વર્ષમાં અનેક ઉતાર-ચઢાવ આવ્યા, ડરાવવામાં આવ્યું છતાં ભારત આગળ વધતું ગયું . સમગ્ર દેશ આઝાદીની ઉજવણી કરી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવમીવાર લાલકિલ્લા પરથી રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો હતો. આ દરમિયાન 21 તોપોની સલામી અપાઈ હતી. લાલ કિલ્લા પરથી તેમણે દેશ સામે 5 સંકલ્પ રાખ્યા અને ત્રિશક્તિનો મંત્ર આપ્યો. તેમણે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનને એક નવું નામ “PM સમગ્ર સ્વાસ્થ્ય મિશન”ના વિસ્તારનોઉલ્લેખ કર્યો. ગાંધીજી, નેહરુજી અને સાવરકરને યાદ કર્યા.

76મા આઝાદી દિવસે ભારતે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે.75 વર્ષથી દેશમાં આઝાદી દિવસે વિદેશી તોપથી સલામી આપવામાં આવતી હતી પરંતુ પહેલી વાર 76મા આઝાદી દિવસે સ્વદેશી તોપથી સલામી આપવામાં આવી હતી.લાલ કિલ્લાની કિલ્લા પરથી પહેલી વાર 21 સ્વદેશી તોપથી સલામી અપાઈ હતી.પીએમ મોદીએ તેમના રાષ્ટ્રજોગ પ્રવચનમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે 75 વર્ષમાં પહેલી વાર લાલ કિલ્લા પરથી ગન સેલ્યુટ આપવા માટે ભારતમાં બનેલી ગનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી બીજા વિશ્વયુદ્ધની બ્રિટિશ પાઉન્ડર-ગનથી 21 તોપોની સલામી આપવામાં આવતી હતી. આ વર્ષે પ્રથમ વખત, લાલ કિલ્લા પર સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં, વડાપ્રધાનને સ્વદેશી આર્ટિલરી બંદૂક ‘અટેગ’ 21 તોપોની સલામી આપવામાં આવી હતી.આપણે પાંચ પ્રતિજ્ઞા લેવી પડશે, તો જ સ્વાતંત્ર્યપ્રેમીઓનાં સપનાં સાકાર થશે PMએ કહ્યું હતું કે જો આપણે આપણી પીઠ થપથપાવતા રહીશું તો આપણાં સપનાં દૂર થઈ જશે, તેથી ભલે આપણે ગમે તેટલા સંઘર્ષ કર્યો હોય છતાં આજે જ્યારે આપણે અમૃતકાળમાં પ્રવેશ કરી રહ્યા છીએ, ત્યારે આગામી 25 વર્ષ આપણા દેશ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આજે હું લાલકિલ્લા પરથી 130 કરોડ લોકોને આહ્વાન કરું છું.

મિત્રો, મને લાગે છે કે આવનારાં 25 વર્ષ સુધી પણ આપણે આ પાંચ સંકલ્પ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.

પ્રથમ સંકલ્પ: હવે દેશને મોટા સંકલ્પ સાથે આગળ વધવું જોઈએ. ખૂબ મોટા સંકલ્પ સાથે ચાલવું પડશે. મોટો સંકલ્પ છે વિકસિત ભારત.

બીજો સંકલ્પ: જો હજુ પણ આપણા મનમાં કોઈપણ ખૂણામાં ગુલામીનો એકપણ અંશ હોય તો તેને કોઈપણ સંજોગોમાં છોડવાનો નથી. હવે આપણે એમાંથી સો ટકા છુટકારો મેળવવો પડશે, જેણે આપણને સેંકડો વર્ષોથી ગુલામીમાં પકડીને રાખ્યા છે.

ત્રીજો સંકલ્પ: આપણને આપણા વારસા પર ગર્વ હોવું જોઈએ. આ એ વારસો છે, જેણે એક સમયે ભારતને સુવર્ણકાળ આપ્યો હતો. આ વારસા પર આપણનેગર્વ હોવું જોઈએ.

ચોથો સંકલ્પ: એકતા અને એકજૂથતા. 130 કરોડ દેશવાસીઓમાં એકતા. ન તો પોતાનું કે ન કોઈ પરાયું. એક ભારત શ્રેષ્ઠ ભારતના સપના માટે એકતાની શક્તિ એ આપણી ચોથી પ્રતિજ્ઞા છે.

પાંચમો સંકલ્પ: નાગરિકોની ફરજ, જેમાં પીએમ પણ બહાર નથી હોતા, સીએમ પણ બહાર નથી હોતા. તેઓ પણ નાગરિક છે. આવનારાં 25 વર્ષનાં સપનાં પૂરાં કરવા માટે ઘણો જુસ્સો છે. જ્યારે સપનાં મોટા હોય છે, જ્યારે વિચારો મોટા હોય છે ત્યારે પ્રયત્ન પણ ઘણો મોટો હોય છે.

નારીશક્તિનાં સન્માન અને ગૌરવની વાત કરી તેઓ ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું હતું કે મારું દર્દ દેશવાસીઓને નહીં કહું તો કોને કહીશ. ઘરમાં એકતા ત્યારે જ સ્થપાય છે જ્યારે દીકરો-દીકરી સમાન હોય. જેન્ડર ઈક્વાલિટી એકતાની પ્રથમ શરત છે. ઈન્ડિયા ફર્સ્ટ જ એકતાનો પ્રથમ મંત્ર છે. શ્રમિકોનું સન્માન કરવું જોઈએ. મારી એક પીડા છે, મારી અંદર એક દર્દ છે કે કોઈ ને કોઈ કારણે આપણી અંદર એક વિકૃતિ આવેલી છે. આપણે શબ્દોમાં નારીનું અપમાન કરીએ છીએ. શું આપણે સ્વભાવથી, સંસ્કારથી, રોજબરોજની જિંદગીમાં નારીના અપમાન કરવાની દરેક વાતથી મુક્તિનો સંકલ્પ લઈ શકીએ છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com