આજરોજ વિધાનસભા વિરોધ પક્ષના નેતા શ્રી પરેશભાઈ ધાનાણી અમરેલી ખાતે જન્માષ્ટમીના શુભ પર્વ એ અમરેલી નગરમાં કંસ રૂપી દૈત્ય ને નાથવા માટે અવતરી રહેલા ભગવાન શ્રી કૃષ્ણને આવકારનારી રથયાત્રામાં જોડાયા અને ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં પ્રાર્થના કરી સમસ્યાઓરૂપી કંસ નો વધ કરવા અને સર્વેનું કલ્યાણ કરવા ભગવાનને પ્રાર્થના કરી હતી.