કેન્દ્રિય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ , ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીઝનાં પ્રમુખ પથિક પટવારી,અમદાવાદનાં મેયર કિરીટ પરમાર, GSC બેંક નાં પ્રમુખ અજય પટેલ હાજર રહ્યા હતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 સપ્ટે.ના દિવસે ગાંધીનગર અને મુંબઈ વચ્ચે દોડનારી વંદે ભારત ટ્રેનનું લોકાર્પણ કરશે
અમદાવાદ
અમદાવાદમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સે ઇન્ડસ્ટ્રીઝ ખાતે પ્રમુખ પથિક પટવારી , મેયર કિરીટ પરમાર, અજય પટેલ અને ચેમ્બરના સભ્યોની હાજરીમાં કેન્દ્રિય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે અમદાવાદનું રેલવે સ્ટેશન વર્લ્ડ ક્લાસ બનશે તે મારી ગેરંટી છે.તેની અતિઆધુનિક ડિઝાઇન પણ તૈયાર થઈ ગઈ છે.કેબિનેટ નોટ પણ તૈયાર છે ટૂંક સમયમા કેબિનેટ માં અપ્રૂવ થઈ જલદી ટેન્ડર બહાર પાડવામાં આવશે . આ સાથે સુરત , બેંગલોર , લખનૌ , કાનપુર સહિત મોટા શહેરોના સ્ટેશનો પણ આધુનિક બનશે .
કાલુપુર રેલ્વે સ્ટેશન હોટેલ સાથે નવુ રેલવે સ્ટેશન બનશે . જેમા રેલવે ટ્રેક તેમજ હોટેલ સહિતની સુવિધા કાલુપુર રેલવે સ્ટેશન પર બનાવવાની વિચારણા છે. કેન્દ્ર સરકારે બજેટમાં રેલવે સ્ટેશન માટે 2000 કરોડથી વધુની રકમ ફાળવણી કરી છે. સાબરમતી અને અમદાવાદ રેલવે સ્ટેશન રિડેવલપ થઈ રહ્યું છે.બંને મોડર્ન ડીઝાઈનમાં બનશે.મોઢેરાનું સૂર્ય મંદિર છે, એના જેવી અમદાવાદ સ્ટેશનની ડિઝાઇન છે.કેબિનેટની બેઠકમાં અપ્રુવલમાં જલ્દી જ મૂકવામાં આવશે.આ ઉપરાંત તેમને રેલવેને લગતા ચેમ્બર નાં સભ્યોના પ્રશ્નોને પણ સાંભળી તેના ઉત્તર આપ્યા હતા.વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 30 સપ્ટેમ્બરના દિવસે વંદે ભારત ટ્રેન કે જે ગાંધીનગર અને મુંબઈ વચ્ચે દોડવાની છે તેનું લોકાર્પણ કરશે.વંદે ભારત ટ્રેન 52 સેકન્ડમાં 100 કિમી પ્રતિ કલાક ગતિએ ચાલી છે.180 કિમી પર ટ્રેન સ્ટેબલ છે30 સપ્ટેમ્બરે વંદે ભારત ટ્રેન શરૂ થશે, પીએમ લોકાર્પણ કરશે.ગાંધીનગરથી મુંબઈ વચ્ચે પહેલી ટ્રેન શરૂ થશે.દર મહિને 3 થી 4 ટ્રેન શરૂ થશે.180ની સ્પીડમાં પણ ટ્રેન સ્ટેબલ છે. ટ્રાયલ દરમિયાન ડ્રાઇવર પાસે પાણીનો ગ્લાસ પણ રાખવામાં આવ્યો હતો. ત્યારે 180ની સ્પીડ હોવા છતાં ગ્લાસ સ્થિર જ રહ્યો હતો.
અશ્વિની વૈષ્ણવે વધુમાં જણાવ્યું હતું કે બુલેટ ટ્રેન દેશ માટે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ છે.મુંબઈથી અમદાવાદ વચ્ચે કામ ચાલી રહ્યું છે.80 કિમી સુધી કામ પૂરું થયું છે.સાબરમતીમાં મલ્ટી ટર્મિનલ હબ બની રહ્યું છે.BRTS, હાઈસ્પીડ રેલ, ભારતીય રેલનું સંચાલન આ મલ્ટી ટર્મિનલ હબથી થશે.ફેબ્રુઆરી સુધી કામ પૂરું થશે.બુલેટ પ્રોજેક્ટ માટે પીલર પર ટ્રેક લગાવવાનું કામ જલ્દી શરૂ થશે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ કુલ ૫૦૮ કિમી લંબાઈ ધરાવે છે.જેમાં ૩૪૮ કિમી ગુજરાત,૪ કિમી ડી.એન.એચ અને ૧૫૬ કિમી મહારાષ્ટ્રમાં દોડશે.આ સિવાય ગુજરાત અને મહારાષ્ટ્રમાં ૧૨ સ્ટેશન પર રોકાશે.જેમાં ગુજરાતમાં ૮ સ્ટેશન જેમાં વડોદરા,ભરૂચ,સુરત,બીલીમોરા અને વાપી સહિતના સ્ટેશનોનો સમાવેશ કરવામાં આવ્યો છે.જ્યારે મહારાષ્ટ્રમાં ૪ સ્ટેશનોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં મુંબઇ(BKC),થાણે,વિરાર અને બોઇસર છે.બુલેટ ટ્રેન પ્રોજેક્ટ કુલ ૫૦૮ કી.મી.લંબાઈ ધરાવે છે.મહારાષ્ટ્રમાં બીકેસી સ્ટેશન અને શીલફાટા વચ્ચેના ડબલ ટ્રેક માટે ૨૧ કિલોમીટર લાંબી ટનલ હશે . હાલમાં જ મહારાષ્ટ્રએ એન.એચ.આર.સી.એલ. સાથે શેરધારક મામલે હસ્તાક્ષર કર્યા. ૩૩૨ કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલું અને ૩૫, ૪૪૮ વર્ગ મોટરમાં ફેલાયેલું છે.
દેશના કેન્દ્રીય રેલમંત્રી અશ્વિની ગાંધીનગર રેલ્વે સ્ટેશનથી ટ્રેનમાં મુસાફરી કરીને સાબરમતી રેલવે સ્ટેશન પહોંચ્યા જે બાદ સાબરમતીમાં બની રહેલ મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબના નિરીક્ષણ માટે આવ્યા હતા.જોકે હજુ ટ્રાન્સપોર્ટ હબ બનાવનું ચાલુ છે સાથે જ મેટ્રો ટ્રેન પ્રોજેકટની પણ સમીક્ષા કરી હતી.
ગુજરાતમાં સેમી કન્ડક્ટર અને ડિસ્પ્લે ફેબ નિર્માણ માટે ફોક્સકોન અને વેદાંતા ગ્રુપ દ્વારા 1 લાખ 54 હજાર કરોડના રોકાણો માટેના એમ.ઓ.યુ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રિય સાયન્સ એન્ડ ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવની પ્રેરક ઉપસ્થિતિમાં સંપન્ન થયા હતા. રાજ્યના 1 લાખ જેટલા યુવાઓને રોજગાર અવસર મળવાની દિશા ખુલવા સાથે દેશના રાજ્યોમાં સેમી કન્ડક્ટર ક્ષેત્રમાં આ રોકાણ સૌથી મોટું રોકાણ થશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં તાજેતરમાં સાયન્સ એન્ડ ટેક્નોલોજી મંત્રી જિતુભાઈ વાઘાણીએ જાહેર કરેલી ડેડીકેટેડ ‘સેમી કન્ડક્ટર પોલિસી’ની સફળતા આ એમ.ઓ.યુ.થી સાકાર થશે.ગુજરાત વડાપ્રધાનના નેતૃત્વમાં પોલિસી ડ્રિવન સ્ટેટ બન્યું છે, તેને વધુ ગતિ આપતી ડેડિકેટેડ સેમી કન્ડક્ટર પોલિસી સાથે ‘સ્ટેટ ઈલેક્ટ્રોનિક્સ મિશન’ પણ ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં કાર્યરત કરાયું છે.આ મિશન પણ પ્રોજેક્ટની સફળતા માટે સહાયતા પૂરી પાડશે.