વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષો પહેલાં જ કલાયમેટ ચેન્જની અસરોનો અણસાર ઓળખી ગુજરાતમાં કલાયમેટ ચેન્જનો વિભાગ શરૂ કરાવ્યો છે : ભૂપેન્દ્ર પટેલ

Spread the love

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કલાયમેટ ચેન્જ અંગેના પંચામૃત યુવા જાગૃતિ પખવાડીયાનો ગાંધીનગરથી પ્રારંભ કરાવતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, વાતાવરણના ફેરફાર-જલવાયુ પરિવર્તનની અસરો નિવારવા લોકજાગૃતિ ફેલાવવામાં યુવાશક્તિ અગ્રેસર બને તે સમયની માંગ છે.
આ સંદભમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી એવા વિઝનરી નેતા છે કે તેમને તકલીફોનો અણસાર આવી જાય છે અને સમાજમાં આવી તકલીફો-સમસ્યાઓ આવે તે પહેલાં જ તેના સમાધાનના આગોતરા ઉપાયો તેઓ શોધી લે છે.
આ જ પરિપાટીએ શ્રી નરેન્દ્રભાઇએ ગુજરાતમાં વર્ષો પહેલાં કલાયમેટ ચેન્જનો અલાયદો વિભાગ કાર્યરત કરીને પર્યાવરણીય વિપરીત અસરો ખાળવાનો સફળ આયામ અપનાવ્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાતની વર્તમાન સરકારે પણ વડાપ્રધાનશ્રીએ નાંખેલા વિકાસના મજબૂત પાયાને આધારે રોડ, રસ્તા, લાઇટ, પાણીની સુવિધા આપી છે અને પર્યાવરણ જાળવણી સાથે કલાયમેટ ચેન્જની સમસ્યા દૂર કરવાના ઉપાયો સફળતાપૂર્વક પાર પાડયા છે.
શ્રી ભૂપેન્દ્ર પટેલે ઋતુચક્ર-વાતાવરણમાં થઇ રહેલા ઝડપી બદલાવ અને ફેરફાર નિવારવા તથા કાર્બન ઉત્સર્જન ઘટાડવા જેવા પર્યાવરણ પ્રિય ઉપાયો તરીકે ગ્રીન કલીન સૌર ઊર્જાનો વધુને વધુ ઉપયોગ, રાસાયણમુકત પ્રાકૃતિક ખેતી માટે પણ સજાગ થવાની આવશ્યકતા સમજાવી હતી.
મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતીમાં રાજ્યના કલાયમેટ ચેન્જ વિભાગ અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ, એમ.એસ.યુનિવર્સિટી વડોદરા તથા ઇન્ડીયન ઇન્સ્ટીટયૂટ ઓફ ટીચર્સ એજ્યુકેશન વચ્ચે ત્રણ MoU થયા હતા.
આ MoU અનુસાર, રાજ્યમાં કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ સાાથે, કલાયમેટ ચેન્જ વિષયમાં રિસર્ચ એન્ડ ઇનોવેશન માટે એમ.એસ.યુનિવર્સિટી સાથે તેમજ શિક્ષકોને કલાયમેટ ચેન્જ વિષયની તાલીમ માટે IITE સાાથેના MoU પરસ્પર એક્સચેન્જ કરવામાં આવ્યા હતા.
સૂર્યઉર્જા ક્ષેત્રે સોલાર રૂફ ટોપમાં સબસીડી માટે રૂ. ૨૦૬ કરોડનો ચેક મુખ્યમંત્રીશ્રીના હસ્તે GUVNLને અર્પણ કરાયો હતો. સરકારી બિલ્ડીંગ રૂફટોપ સોલર સિસ્ટમનું ઉદઘાટન, ગૌશાળા પાંજરાપોળ આધારિત બાયોગેસ પ્લાન્ટ માટે સબસીડીનું વિતરણ, બેટરી સંચાલિત ટુ વ્હીલર વાહનોની સબસીડીનું વિતરણ અને પ્લાસ્ટિક કચરાના સંગ્રહ માટે સખીમંડળની બહેનોને સબસીડીનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વડાપ્રધાનશ્રીએ ગ્રીન એનર્જી સાથોસાથ દરેક ગામમાં ૭પ તળાવો ઊભા કરવા અને ૭પ ખેડૂતોને નેચરલ ફાર્મીંગ તરફ વાળવા જેવી બાબતોને મહત્વ આપ્યું છે. એટલું જ નહિ, નાનામાં નાની બાબતોનો વિચાર કરીને છેવાડાના માનવી, ગરીબ માનવીના વિકાસ માટેની યોજનાઓ ઘડી છે અને દેશને વિકાસનો નવો રાહ બતાવ્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ દેશના અમૃતકાળ માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપેલા પાંચ સંકલ્પોમાંના એક સંકલ્પ, વિકસીત ભારતના નિર્માણ માટે આવનારી પેઢીને શુદ્ધ હવા, પાણી, ખોરાક અને પર્યાવરણ પુરૂં પાડવાની જવાબદારી સૌ સાથે મળીને અદા કરીએ તેવો અનુરોધ કર્યો હતો.
યુવાશક્તિની સહભાગીતા કલાયમેટ ચેન્જના પડકારો નાથવામાં સૌથી અગત્યનું પરિબળ બનશે અને ગુજરાતમાં ઉજવાઇ રહેલું પંચામૃત પખવાડીયું એ દિશામાં ઉદ્દીપક બનશે એવો વિશ્વાસ શ્રી ભૂપેન્દ્ર પટેલે દર્શાવ્યો હતો.
નીતિ આયોગના સભ્ય શ્રી વી.કે.સારસ્વતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં કલાયમેટ ચેન્જ અંગે થઈ રહેલા પ્રયાસોને બિરદાવતા કહ્યું કે, વડાપ્રધાન શ્રી મોદીના નેટ ઝીરો-૨૦૭૦ના સંકલ્પને સાકાર કરવા માટે યુવાઓનો સહયોગ અત્યંત અનિવાર્ય છે.
ડૉ. વી. કે. સારસ્વતે ક્લાઈમેટ ચેન્જ પર પોતાના વિચારો રજૂ કરતા જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વર્ષ ૨૦૧૫ બાદ ભારતે ક્લાયમેટ ચેન્જ સહિત તમામ ક્ષેત્રે ટકાઉ વિકાસ કર્યો છે. ક્લાયમેટ ચેન્જ અંગે પેરિસમાં યોજાયેલ COP ૨૬ માં વડાપ્રધાન શ્રી મોદીજીએ ભારતમાં વર્ષ ૨૦૭૦ સુધીમાં નેટ ઝીરોનો લક્ષ્યાંક પ્રાપ્ત કરવાનો સંકલ્પ કર્યો છે.
આ સંકલ્પને સિદ્ધ કરવા ગુજરાતે પરંપરાગત ઊર્જા ક્ષેત્રે અનેકવિધ નવા પ્રકલ્પો શરૂ કરીને અન્ય રાજ્યોને નવી દિશા આપી છે. ભારતનો નેટ ઝીરોના લક્ષ્યાંક સુધી પહોંચવાનો તબક્કાવાર રોડમેપ પણ આ પ્રસંગે શ્રી સારસ્વતે રજૂ કર્યો હતો. આ ઉપરાંત તેમણે કાર્બન ઉત્સર્જન ઘટાડવા ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલા વિવિધ મિશન-અભિયાનની પણ વિગતવાર માહિતી આપી હતી.
કલાયમેન્ટ ચેન્જ વિભાગના અગ્ર સચિવ શ્રી એસ.જે.હૈદરે કલાયમેટ ચેન્જ અન્વયે પંચામૃત યુવા જાગૃતિ પખવાડિયા કાર્યક્રમના આ શુભારંભ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, આજે કલાયમેટ ચેન્જ વિભાગના સ્થાપના દિવસે આ પખવાડિયાનો શુભારંભ થઈ રહ્યો છે તે ગૌરવરૂપ છે. તેમણે સમગ્ર પખવાડિયા દરમિયાન યોજાનારા કાર્યક્રમોની વિગતો આપી આ કાર્યક્રમોમાં સૌને સહભાગી થવા અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમમાં શિક્ષણ અને સાયન્સ ટેકનોલોજી વિભાગના મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર, નીતિ આયોગના વરિષ્ઠ સલાહકાર ડોક્ટર નીલમ પટેલ, જેડાના ડાયરેકટર શ્રી શિવાની ગોયલ, પીડીઈયુના ડી.જી. ડૉ. એસ. સુંદર રાજન, ક્લાઈમેન્ટ ચેન્જ વિભાગના સંયુક્ત સચિવ શ્રી તલાટી, યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરશ્રીઓ, ઉદ્યોગપતિઓ, પર્યાવરણવિદો ફેકલ્ટીસ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com