બે વર્ષ પછી નવરાત્રિમાં ગરબે રમવાનો મોકો મળ્યો તો પહેલા જ દિવસથી માહોલ એવો જામ્યો કે વાત ના પૂછો. પહેલા નોરતે જ ખેલૈયા મન મૂકીને ગરબે રમ્યાં. ગરબે રમ્યા પછી પણ ખેલીયોનાં મનમાં તો એક જ વાત હોય. હવે ભૂખ લાગી છે તો હવે શું ખાશું અને ક્યાં ખાશું? આ જ વિચાર સાથે ખેલૈયા વિવિધ ફૂડ ઝોન પર તૂટી પડ્યા. નવરાત્રિના પ્રથમ GJ-18નાં રીલાયન્સ ચોકડી, ઘ-૫ ખાતે રીતસર જમવા, નાસ્તા પર તુટી પડ્યા હતા, ગરબે રમી રમીને થાકેલા ખેલૈયાઓ ૧૨ વાગ્યા પછી રીતસર ફૂડ ઝોન પર તૂટી પડ્યા અને મનપસંદ ફૂડ માટે પડાપડી કરી હતી. અહીં રાત્રે ત્રણ વાગ્યા સુધી મેળા જેવો માહોલ જાેવા મળ્યો હતો.
પહેલા દિવસે ખેલૈયાઓએ ખાવામાં પણ કંઈ કસર છોડી નહીં. ખેલૈયાઓએ કહ્યું કે, ગમે તેટલા થાક્યા હોય છતાં આ નાસ્તો તો કરવાનો જ. આ નાસ્તા વગર તો થાક ઉતરે જ નહીં. તેઓ કહે છે કે, અહીં ના આવીએ તો ગરબાની મજા અધૂરી રહી હોય એવું લાગે.GJ-18નું ક્લાઈમેટ જ અલગ છે, GJ-18 ન્યુ ખાતે બીજે ક્યાંય મજા નહીં આવે. અહીં આવીએ તો કોઈક અલગ જ દુનિયામાં આવી ગયા હોય એવું ફીલ થાય છે. ફૂડ વગર તો નવરાત્રિ સાવ અધૂરી છે, તેમણે કહ્યું કે, દિલ ખોલીને ગરબા કરો ને પેટપૂજામાં પણ કંઈ બાકી ના રાખો.
આ તરફ ફૂડ સ્ટોલના સંચાલકોને પણ ઘી-કેળાં થઈ ગયા. પહેલાં જ દિવસે આટલો બિઝનેસ મળતાં તેઓ પણ ખુશ છે. ફૂડ સ્ટોલના સંચાલકો કહે છે કે, પહેલા દિવસે આટલો ટ્રાફિક રહેશે તેની કલ્પના પણ કરી ના હતી. હવે પછીના આઠ દિવસ કેવા રહેશે તે સમજી શકાય છે. ફૂડ સ્ટોલના સંચાલકોનું કહેવું છે કે, ફૂડનો ટેસ્ટ એવો છે કે, લોકો ખાવા પડાપડી કરી રહ્યા છે. હવે તો એવું લાગે છે કે, બાકી રહેલા આઠેય દિવસ ફૂડનો ઓવરસ્ટોક કરવો પડશે.મહત્ત્વનું છે કે, કોરોનાના બે વર્ષમાં નવરાત્રિ થઈ શકી નથી. બે વર્ષ પછી મોટા પાયે આયોજન થતાં ખેલૈયાઓ બે વર્ષનું સાટું વાળી લેવા માગે છે. એટલું જ નહીં કોરોનામાં ધંધા રોજગાર પણ સાવ ભાંગી ગયા હતા. જેને કારણે સરકારે ૧૨ વાગ્યા સુધી ગરબા અને ૧૨ વાગ્યા સુધી ખાણીપીણીની છૂટ આપી છે. બે વર્ષ પછી આવો માહોલ જામ્યો હોવાથી આ સમયમર્યાદા પૂરી થાય બાદ પણ ફૂડ સ્ટોલ બંધ કરાવવામાં આવ્યા ન હતા. ત્યારે ઘ-૫, કરતાં હવે ય્ત્ન-૧૮ ન્યુ ખાતે લોકોનો ઘસારો ભારે જાેવા મળ્યો હતો, અને જમવાનું, નાસ્તો કરવાનું ય્ત્ન-૧૮ ન્યુ રીલાયન્સ ચોકડી હવે વધારે લોકો પસંદ કરી રહ્યા છે,