LRD ભરતીમાં બે સામસામાં રાહચાલી રહ્યા છે. ત્યારે 40 દિવસ જેટલા સમયથી LRD ની ભરતીમાં SC/ST/OBC સમાજના ઉમેદવારો સાથે અન્યાય થયો હોવાના આક્ષેપો સાથે સમાજના લોકો આંદોલન ચલાવી રહ્યા છે. માલધારી સમાજના એક વ્યક્તિએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. ત્યારે SC/ST/OBC સમાજ ના ઉમેદવારો 1/8/18 ના પરિપત્રને રદ કરવા માટે સરકાર સામે આંદોલન કરી રહ્યા છે. ત્યારે આ ઉમેદવારોને વહેલમાં વહેલી તકે ન્યાય મળે તે સંદર્ભે ભાજપના સાંસદો, ધારાસભ્યોના પત્રો વાયરલ થઈ રહ્યા છે, ત્યાં LRD મામલે આ પરિપત્ર રદ ન કરવા સંદર્ભ પાટીદાર સમાજના આગેવાન લાલજી પટેલ, બ્રહ્મસમાજના યજ્ઞેશ દવે, અને હવે કરણીસેનાના વડા રાજ શેખાવતે કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું છે.
રાજશેખાવતે જણાવ્યુ હતું કે, આટલા વર્ષોથી લાભ અનામત વર્ગના લોકોને મળતો હતો અને હવે બિન અનામત વર્ગના લોકોને જ્યારે લાભ મળવા જઇ રહ્યો છે ત્યારે અનામત વર્ગના લોકોએ તેની સામે અવાજ ઉપાડયો છે અને 70 વર્ષથી આનો ભોગ બિન અનામત વર્ગના લોકો બની રહ્યા છે.
આમ જોવા જઈએ તો એક પછી એક બિનઅનામતવર્ગના સમર્થનમાં આવતા રૂપાણી સરકાર પણ ટેન્શનમાં આવી ગઇ છે, ત્યારે પરિપત્ર રદ કરેતો બિનઅનામતવર્ગ વિગ્રહ કરે અને પરિપત્ર રદ ન કરેતો SC,ST,OBC સમાજના લોકો વિરોધ કરે ત્યારે એક યા બીજી રીતે સરકારને એટેન્શન માથી ટેન્શનમાં રાખવા રાજકીય દાવપેચ અખાડા શરૂથઈ ગયા હોવાનું સૂત્રો. જણાવે છે.