અમદાવાદ શહેર પોલીસ કમિશનરે ‘નો ડ્રોન ફ્લાય ઝોન’ અંગે જાહેરનામું બહાર પાડ્યું

Spread the love

 

સંજય શ્રીવાસ્તવ, પોલીસ કમિશનર, અમદાવાદ

અમદાવાદ

ભારતના વડાપ્રધાન તા. ૦૨/૧૨/૨૦૨૨ ના રોજ અમદાવાદ આવવાના હોવાથી આવા સંજોગોમાં દેશવિરોધી સંગઠનો, આતંકવાદીઓ અને ભાંગફોડિયાં તત્ત્વો માનવરહિત રિમોટ સંચાલિત વિમાન જેવાં સાધનો અથવા માનવ સંચાલિત નાની સાઈઝ જેવા સંસાધનો અથવા એરો સ્પોર્ટ્સમાં વપરાતાં ઉપકરણોના ગેરલાભ લઈ મહાનુભાવ તેમજ જાહેર જનતાની સુરક્ષાને તેમજ કાયદો અને વ્યવસ્થાને હાનિ પહોંચાડે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી. સંજય શ્રીવાસ્તવ, પોલીસ કમિશનર, અમદાવાદ ફોજદારી કાર્યરીતિ અધિનિયમ સને ૧૯૭૩ (૧૯૭૪ના નં-૨ ની) કલમ ૧૪૪ અન્વયે મને મળેલ સત્તાની રૂએ આ જણાવેલ સમયે મહાનુભાવ અને જાહેર જનતાની સલામતીને ધ્યાને લઈ અમદાવાદ શહેરના તમામ વિસ્તારોમાં ‘નો ડ્રોન ફ્લાય ઝોન’ જાહેર કર્યું છે. જે દરમિયાનમાં રિમોટ કંટ્રોલથી ચલાવવામાં આવતા ડ્રોન, કવાડ કોપ્ટર, પાવર્ડ એરક્રાફટ તેમજ માનવ સંચાલિત માઇક્રો લાઈટ એરક્રાફ્ટ, હેંગ ગ્લાઈડર/પેરા ગ્લાઈડર, પેરા મોટર તેમજ હોટ એર બલૂન તથા જમ્પિંગ ચલાવવાની/કરવાની મનાઈ છે.આ હુકમ તા. ૦૨/૧૨/૨૦૨૨ના રોજ કલાક ૦૨.૦૦થી કલાક ૦૯.૦૦ સુધી અમલમાં રહેશે.આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનારને ભારતના ફોજદારી અધિનિયમ સને -૧૮૬૦ની કલમ ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.

આ હુકમ અન્વયે પોલીસ કમિશનરમાં ફરજ બજાવતા સંયુક્ત પોલીસ કમિશનર, અધિક પોલીસ કમિશનરના દરજ્જાથી પોલીસ સબ ઇન્સ્પેક્ટર સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે આઈપીસી કલમ મુજબ ફરિયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com