ગ્રીનેરી કહેવાતું પાટનગર હવે કોક્રિંટના જંગલમાં ફેરવાઇ રહ્યું છે

Spread the love

એક સમયે ભારતનું ગ્રીનેસ્ટ સિટી ધરાવતું ગાંધીનગર હવે સ્વચ્છતાના આગ્રહી પરિવારો માટે રહેવા લાયક રહ્યું નથી. વાહનોના પ્રદૂષણ ઉપરાંત હવામાં તરતાં રજકણોની માત્રા વધી જતાં ફેફસાં અને અસ્થમાના દર્દીઓની સંખ્યા વધતી જાય છે. ખાસ કરીને સેક્ટર-29 અને સેક્ટર-30માં ફેફસાના દર્દીઓની સંખ્યા સૌથી વધુ જોવા મળી છે. એ ઉપરાંત ઘ-5, સેક્ટર-21, ઇન્ફોસિટી અને ગુડા વિસ્તારમાં હવાની ગુણવત્તા બગડી રહી છે.

ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના નિષ્ણાંતો એવું માને છે કે ગાંધીનગર શહેરમાં વાહનોના ધુમાડા, કચરાનું પ્રદૂષણ અને બાંધકામ સાઇટ્સના કારણે વિવિધ સેક્ટરોમાં તેમજ ગુડા વિસ્તારમાં હવાનું પ્રદૂષણ જોખમી બનતું જાય છે. દિલ્હીની જેમ અમદાવાદની હવાની ગુણવત્તા બગડી છે અને હવે ગાંધીનગરમાં પણ વાયુ પ્રદૂષણની શરૂઆત થઇ છે.

વર્ષો પહેલાં થર્મલ પાવર સ્ટેશનના કારણે શહેરના વિવિધ સેક્ટરોમાં કોલસીના પ્રદૂષણની સમસ્યા હતી પરંતુ તે ધીમે ધીમે ઓછી થઇ છે પરંતુ વાહનો અને બાંધકામ સાઇટ્સનું પ્રદૂષણ વધી રહ્યું છે. શહેરમાં ગ્રીનરીનું પ્રમાણ પણ ઓછું થતાં પ્રદૂષણની સમસ્યા વિકરાળ બનતી જાય છે. કેન્દ્રના સ્વચ્છતા મિશનમાં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ ગુડા વિસ્તારના અધિકારીઓ બેદરકારી દાખવી રહ્યાં છે.

હવામાં તરતાં રજકણોની માત્રા સામાન્ય રીતે એક ક્યુબીક મીટરમાં 100 કે તેથી ઓછી હોવી જોઇએ પરંતુ ગુડા વિસ્તારમાં 200 સુધી પહોંચી છે. શહેરના વિવિધ સેક્ટરોમાં 125થી ઉપરનો આંકડો વટાવી રહી છે. શિયાળાની મોસમમાં હવામાં તરતા રજકણોની માત્રામાં વધારો થયો છે.

કેન્દ્ર સરકારના આદેશ પ્રમાણે ગાંધીનગર પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પ્રતિદિન ડેટાનું મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. દિવાળી પહેલાના અને પછીના 15 દિવસના ડેટાનું મોનિટરીંગ કરતાં ગાંધીનગરની હવામાં પ્રદૂષણની માત્રા વધુ જોવા મળી છે. શહેરમાં સેક્ટર-30માં કેન્દ્રીય વિદ્યાલય અને સેક્ટર-8માં સુવિધા કચેરીએ હવાની ગુણવત્તા માપવા માટેના મશીન મૂકવામાં આવેલા છે.

હવામાં તરતા રજકણોની માત્રા એક ક્યુબીક મીટર વિસ્તારમાં 100 માઇક્રોગ્રામ હોવી જોઇએ જેની સામે શહેરમાં આ માત્રા વધી રહી છે. જ્યારે માઇક્રોગ્રામની માત્રા વધે છે ત્યારે હવા નાક દ્વારા શ્વાસનળી અને ફેફસામાં જાય છે અને દમ જેવા રોગની શરૂઆત થાય છે. એલર્જી થવાનું કારણ પણ પ્રદૂષિત હવા છે.

ગાંધીનગરની હવામાં રજકણો સહિત વિવિધ પાર્ટિકલ્સ અને સલ્ફર ડાયોકસાઇડ તેમજ ઓક્સાઇડ ઓફ નાઇટ્રોજનની માત્રાની ચકાસણી કરવામાં આવે છે. શહેરમાં છેલ્લા ત્રણ વર્ષથી હવામાં રજકણો અને વિવિધ પાર્કિકલ્સ વધુ જોવા મળ્યાં છે. ખાસ કરીને દિવાળીના સમયે હવા વધારે પ્રદૂષિત થઇ છે. ગાંધીનગરમાં ત્રણ વર્ષ પહેલાં એક ક્યુબીક મીટરના વિસ્તારમાં હવામાં તરતા રજકણોની માત્રા 80 થી 85 માઇક્રોગ્રામ જેટલી હતી જે હવે 100 ને પાર થઇ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com