ભાજપ-કોંગ્રેસ, આપ બે આંકડામા વર્તાર્રો

Spread the love


ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણી પૂર્ણ થઇ ગઇ છે, ત્યારે પાંચ વાગ્યે મતદાન પૂર્ણ થયા બાદ અનેક એક્ઝિટ પોલે પોતાના એક્ઝિટ પોલ જાહેર કરીને આંકડા આપી દીધા ,પણ ભાઇ એક્ઝિટ પોલ કેટલા સાચા પડ્યા ? એ તો બતાવો, એ.સી.ઓફિસમાં બેસી ને આંકડાની માયાજાળ રચીને બતાવતા પોલની પણ પોલમપોલ છે, ત્યારે ઘણા એક્ઝિટ પોલે તો ૧૨૫થી ૧૪૮, ૧૫૦ જેટલી સીટો ભાજપને બતાવી છે, તો ભાજપના કાર્યાલય કે કાર્યકરોમાં ઉત્સાહનું વાતાવરણ કેમ નથી, ઉમેદવારો ઓક્સિજન ઉપર કેમ છે? લોકોને શું કામ પૂછી રહ્યા છે કે શું લાગે છે ? ઉમેદવારો રાત્રે ઊંઘી શકતા નથી, ત્યારે ભાજપના કાર્યાલય ઉપર યે સન્નાટા કયું હૈ ? સબકો સાપ સુંઘ ગયા હૈ, ક્યા ?ત્યારે એનાલિસિસ વાળા પોપટિયાઓને પૂછો કે ચાઇજી તુલસી, શંભુબાર, કોફીબાર થી લઈને મોટા નાસ્તા ની મોંઘી દાટ હોટલોમાં જઈને રિસર્ચ કરો તો લૂમયે રિસર્ચ ન આવે, ૫ થી ૧૦ રુપિયામાં ચાની કિટલીએ ચૂસ્કી મારો ,પાનના ગલ્લે ,જ્યાં ભીડ થતી હોય ત્યાં બેસો ,નાની હોટલો નાસ્તાની હોય ત્યાં તેમને વર્તારો મળસે ,બાકી કોમ્યુટરમાં ચાપ દબાવીને વિકાસ ની વાતો સાથે મેળ બનાવવામાં આવે અને એક ચાપ પડતા રોડ બનતો જાય, ઝાડવા ઉગી જાય, ત્યારે ભાઈ ઝાડવા ઉગાડતા અને મોટા થતા પાંચ વર્ષ લાગે, ત્યારે પાંચ વાગે ચૂંટણી પૂર્ણ થયા બાદ પોલ બહાર પડે તે પોલમપોલ જ છે, બાકી લૂમ પણ એનાલિસિસ સાચા હોતા નથી, ઓપિનિયઅલ પોલ એટલે અમુક માટેની ઓપન બારી, બાકી કોમ્પ્યુટરમાં આંકડા આપીને નાટકબાજ અને જાે સાચા પડ્યા હોય તો અમે નહોતા કહેતા, અમારો સાચો પડ્યો, ત્યારે બે આંકડા એવા ડિજિટમાં ભાજપ, કોંગ્રેસ અને આપ આવશે તે વર્તારો દેશી સાચો પડશે. ઓપિનિયન પોલો દ્વારા જે એનાલિસિસ આપ્યું છે ,તે કોઈ ચા ની કીટલી , ઢાબા, જ્યાં પ્રજાની બેઠકો ઓટલા હોય, તેનું એલાલિસિસ નથી, ફક્ત એસી માં બેસીને આપતા આંકડા જેવું છે, ત્યારે ભાજપને ૧૩૦ સીટ થી લઈને ૧૫૦નું અનુમાન આપવામાં આવ્યું હોય તો જે સટ્ટા બજાર નો ભાવ ખુલ્યો છે, તેમાં કોઈ પોપટિયા સોદા લેવા તૈયાર નથી, ત્રિપાંત્રિપાંખીયો જંગ ભલભલાના મગજ ચકરાવે ચઢાવી દે તેવો છે. બુકી આલમમાં પંટરો અને બૂકીઓમાં ભારે અવઢવ, ભાવ ,ભલે ભાજપનો ઘોડો વિનમાં હોવાનો ખુલ્યો હોય, પરંતુ હજી સુધી કોઈ ભાવ લગાવવા કે ખાવા માટે તૈયાર નથી. પ્રથમ તબક્કાનું મતદાન તારીખ ૧ ના રોજ ૮૯ બેઠક પર મતદાન થયું હતું. આ મતદાનમાં ખૂબ જ મોટી ટકાવારી ઘટી છે. બાકી સલૂન મોંઘા દાટમાં જઈને એનાલિસિસ કરો તો ખબર ન પડે, પણ સસ્તામાં જ્યાં સલૂન હોય, એસટી બસ સ્ટેન્ડ હોય, ત્યાંથી તમે એનાલિસિસ મળે, બાકી પરિવર્તનનો પવન કઈ બાજુ ફૂંકાય છે, તે બે દિવસ બાદ ખબર પડી જશે પણ ત્રિપાંખીયા જંગમાં ભલભલાના પાંખિયા હલાવી દીધા છે. આપણા દેશમાં લોકસભા કે વિધાનસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થાય એટલે તરત જ એક્ઝિટ પોલના આંકડા આવવાની શરૂઆત થઈ જાય છે. સામાન્ય રીતે મત ગણતરીના બે દિવસ પહેલાં વિવિધ મીડિયા દ્વારા રજૂ કરવામાં આંકડા ન માત્ર દર્શકો, વાચકોની ઉત્સુકતા વધારે છે, પરંતુ વિવિધ રાજકીય પક્ષો અને ઉમેદવારોને પણ આ આંકડા એકવાર વિચારવા માટે મજબૂર તો કરી નાખે છે કે, ‘આ વખતે એક્ઝિટ પોલના આંકડા આવ્યા છે, તે સાચા પડશે કે ખોટા?’ ત્યારે છેલ્લાં ૧૦ વર્ષમાં મતદાન બાદ કેટલાક ચૂંટણીના એક્ઝિટ પોલ, સત્તાવાર પરિણામોમાં કેટલા સાચા સાબિત થયા તે સમજાે.
વર્ષ ૨૦૧૭માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીના એક્ઝિટ પોલ ખૂબ રસપ્રદ રહ્યા હતા, ટાઈમ્સ નાઉએ ભાજપને ૧૧૫ અને કોંગ્રેસને ૬૪ સીટ પર જીત મળવાનું અનુમાન કર્યું હતું. જ્યારે ટુડે ચાણક્યએ ભાજપને ૧૩૫ સીટ અને કોંગ્રેસને માત્ર ૪૭ સીટ મળશે તેવો એક્ઝિટ પોલ પ્રસારિત કર્યો હતો. એબીપી ન્યૂઝે ભાજપને ૧૧૭ જ્યારે કોંગ્રેસને ૬૪ સીટ પર જીત મળશે તેવું અનુમાન એક્ઝિટ પોલ મારફતે લગાવ્યું હતું. જ્યારે ઈન્ડિયા ટુડેએ ભાજપને ૯૯થી ૧૧૩ અને કોંગ્રેસને ૬૮થી ૮૨ની રેન્જમાં સીટ મળશે તેવો દાવો કર્યો હતો. છેલ્લા જ્યારે સત્તાવાર મત ગણતરી થઈ તો ભાજપ ૧૦૦ બેઠકોનો આંકડો પણ પાર ન કરી શકી. વર્ષ ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ૯૯ સીટ પર જીત મળી, જ્યારે કોંગ્રેસ ૭૭ સીટ પર સફળ રહી, અન્ય પક્ષને ૬ સીટ પર જીત મળી હતી.
જ્યારે એક્ઝિટ પોલનો અંદાજ ઊંધા માથે પટકાયો
મતદારોના મનની વાત જાણીને સત્તાવાર પરિણામો પહેલાં જ આંકડો જાહેર કરી દેવો એ નાનીસૂની વાત નથી. એટલે જ ભૂતકાળમાં કેટલીક એવી પણ ચૂંટણીઓ થઈ, જેમાં એક્ઝિટ પોલમાં લગાવેલા અંદાજ કરતાં સત્તાવાર પરિણામો એકદમ વિપરીત આવ્યા હતા. જેમકે, વર્ષ ૨૦૨૧માં પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીમાં મોટાભાગના એક્ઝિટ પોલે ભાજપને ૧૦૦થી વધુ સીટ પર જીત મળશે તેવા દાવા કર્યા હતા. પરંતુ મમતા બેનર્જીના ગઢમાં ભાજપને માત્ર ૭૭ સીટ પર જ જીત મળી અને ભાજપ સરકાર બનાવી ન શક્યું.વર્ષ ૨૦૧૯માં હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી થઈ હતી. ઘણા એક્ઝિટ પોલમાં ભાજપને ૭૦થી વધુ સીટ પર જીત મળશે તેવો દાવો કરવામાં આવ્યો હતો. પરંતુ જ્યારે મત ગણતરી થઈ તો માંડ ૪૦ સીટ પર ભાજપને જીત મળી શકી અને ભાજપને ગઠબંધન કરી સરકાર બનાવવી પડી.અટલ બિહારી વાજપેયીના કાર્યકાળ બાદ વર્ષ ૨૦૦૪માં દેશમાં લોકસભાની ચૂંટણી આવી હતી. ભાજપે ઈન્ડિયા શાઈનિંગનો નારો આપીને વિકાસનો ઘણો પ્રચાર કર્યો હતો. આ ચૂંટણીમાં એક્ઝિટ પોલનું અનુમાન હતું કે દ્ગડ્ઢછ સત્તામાં આવશે અને કોંગ્રેસને ફરીથી વિપક્ષમાં બેસવું પડશે. પરંતુ લોકસભાની ચૂંટણીનાં પરિણામો બાદ કોંગ્રેસને સૌથી વધુ બેઠકો મળી હતી, અને ગઠબંધન કરીને ેંઁછએ સત્તામાં આવી, ડૉક્ટર મનમોહનસિંહ દેશના પ્રધાનમંત્રી બન્યા હતા.
૨૦૦૪માં એક્ઝિટ પોલ ખોટા સાબિત થયા હતા
આવા એક્ઝિટ પોલનાં પરિણામો ક્યારેક ખૂબ જ સચોટ સાબિત થાય છે તો ક્યારેક ખોટાં પણ સાબિત થાય છે. ૨૦૦૪ની લોકસભા ચૂંટણીમાં એક્ઝિટ પોલનાં પરિણામો અને ચૂંટણીનાં પરિણામો સાવ વિપરીત હતાં. ૨૦૦૪માં એક્ઝિટ પોલમાં એવું કહેવામાં આવી રહ્યું હતું કે ભાજપ સૌથી મોટી પાર્ટી બનશે અને એનડીએની સરકાર બનશે, પણ જ્યારે પરિણામ આવ્યાં તો એનડીએ ૨૦૦નો આંકડો પણ પાર કરી શક્યો નહીં અને ૧૮૯ પર સમેટાઈ ગયો હતો. કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બની અને યુપીએની સરકાર બની હતી. આ પછી ૨૦૦૯ની લોકસભા ચૂંટણીમાં પણ એનડીએ અને યુપીએ વચ્ચે જાેરદાર ટક્કર થશે એવું કહેવામાં આવ્યું હતું, પણ જ્યારે પરિણામો આવ્યાં ત્યારે યુપીએને ૨૬૨ બેઠક અને એનડીએને ૧૫૯ બેઠક મળી હતી.

મોંઘીદાર ચાની હોટલો, મોટી હોટેલો માં બેસીને વર્તારો નથી મળતો, વર્તારો, એસ.ટી બસ સ્ટેન્ડ, ચાની કીટલી ,પાનના ગલ્લા, ભીડવાળી જગ્યા, ઓટલા, બાંકડા બેઠકો પર વર્તારો મળે પાંચ વાગ્યે મતદાન પૂર્ણ થયું અને દોઢ કલાકમાં એનાલિસિસ એમાં સાચું આટલા વર્ષોમાં કેટલું પડ્યું??
લ્યો, હું કહું છું ,બીટ મારીને કે ભાજપ, કોંગ્રેસ,આપ ત્રણમાંથી એકની સરકાર બને છે, એ તો બનવાની જ છે, ત્યારે ત્રિપાંખીયા જંગમાં અનેક એક્ઝિટ પોલની પોલમપોલ ખબર પડી જશે, બાકી એસીમાં બેસીને એનાલિસિસ અને ફિલ્ડમાં ફરીને એનાલિસિસમાં જમીન આસમાન નો ફરક છે, જાે ભાજપની ૧૨૫ થી ૧૪૮ સીટો એક્ઝિટ પોલમાં બતાવે છે,તો ઘોડા નહીં વરઘોડા કાઢી દો બધાય ઉમેદવાર હાલ ઓક્સિજન ઉપર છે, એટેન્શનમાં અને ટેન્શનમાં છે…
* નીરસ મતદાનથી મતદારોએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે અમે નથી રમતા. ૨૦૧૭ની સરખામણી કરીએ તો પહેલા તબક્કા કરતાં બીજા તબક્કાના મતદારોએ વધુ નિરાશ કર્યા. પહેલા તબક્કામાં લગભગ ૫ ટકા અને બીજા તબક્કામાં લગભગ ૮ ટકા જેટલું ઓછું વોટિંગ થયું.મતદાનમાં લોકોની હિસ્સેદારી ઘટવી એ સારું લક્ષણ નથી જ. મતદાન ઘટે તો ભાજપને નુકસાન થાય, એવું પંડિતો સતત કહેતા રહેતા હોય છે. એક્ઝિટ પોલ એનાથી ઊલટું સૂચવે છે. તમામ એક્ઝિટ પોલમાં ભાજપને પૂર્ણ બહુમતી મળતી હોવાનું અનુમાન લગાવે છે. એકપણ પોલ કોંગ્રેસની કે આમ આદમીની સરકાર બનતી હોય એવું બતાવતો નથી.કોંગ્રેસ-ભાજપ અને મતદારોનાં ગણિત આ વખતે ઊલટાં પડવાનાં છે. એનું મુખ્ય કારણ છે આમ આદમી પાર્ટીની એન્ટ્રી. ગુજરાતમાં ત્રીજા પક્ષની એવી એન્ટ્રી પડી છે, જે કોંગ્રેસને વધુ અને ભાજપને ઓછી કાપવાની છે, કમસે કમ એક્ઝિટ પોલ તો એવું જ બતાવે છે. ઓપિનિયન પોલમાં પણ આ જ થિયરી હતી અને હવે એક્ઝિટ પોલમાં એવું જ થતું હોય એવું લાગે છે.
* આ વખતની ચૂંટણીમાં ત્રણેય રાજકીય પક્ષો ખરેખર શું વિચારતા હતા, શું હતી એમની મહેચ્છા?
* કોંગ્રેસને ગઈ ચૂંટણીમાં ૮૦ બેઠક મળી હતી અને સરકાર બનાવવા માટે જરૂરી એવી ૯૨ બેઠકથી માત્ર ૧૨ બેઠક દૂર રહી ગઈ હતી, એટલે આ વખતે તેમને સત્તાનો પ્યાલો હાથવગો લાગતો હતો. કોંગ્રેસને એવું છે કે આમ આદમી પાર્ટી ભાજપના વોટ કાપીને તેમને ખૂટતી સીટ પર ફાયદો કરાવી દે તો તેમને સત્તા મળે.
* ભાજપની શું ઇચ્છા છે? કોઈપણ ભોગે ગુજરાત જવું ન જાેઈએ. બીજું, ગુજરાતમાં વધુ મજબૂત બનીને વધુમાં વધુ સીટ લાવવી, એટલે કે માધવસિંહનો ૧૪૯નો રેકોર્ડ તોડવો. ઇન્ડિયા ટુડે અને ચાણક્યના એક્ઝિટ પોલ મુજબ એ રેકોર્ડ ભાજપ તોડી શકે છે. બીજા એક રેકોર્ડની બરાબરી કરવાની ઇચ્છા છે. બંગાળમાં સતત સાત વખત ડાબેરી સરકાર બની હતી. ભાજપ આ વખતે જીતશે તો એ રેકોર્ડની બરાબરી કરશે.
* આમ આદમી પાર્ટીની શી ઇચ્છા હતી? આ વખતે ગુજરાતમાં એક પગ મૂકવો. આવતી વખતની ચૂંટણી આવે ત્યાં સુધીમાં બંને પગ જમાવી દેવા. કોંગ્રેસ અને તેના મતદારો સૌથી મજબૂર સ્થિતિમાં છે, એટલે એને તોડી નાખવા અને કોંગ્રેસ કરતાં અડધો વોટશેર ખેંચી લેવો. બેઠકો જેટલી આવે એટલી નફામાં.
* એક્ઝિટ પોલ સૂચવે છે કે ભાજપની બેઠકો વધશે તોપણ તેના વોટશેરમાં કોઈ વધારો-ઘટાડો થવાનો નથી, પણ કોંગ્રેસના વોટબેઝનાં ફાડિયાં થઈ રહ્યાં છે.
* હજી બે દિવસે આ એક્ઝિટ પોલને કારણે ઊંઘ નહિ આવે. યાદ રાખજાે આજની ચર્ચા માત્ર એક્ઝિટ પોલની છે, આ પરિણામ નથી એ યાદ રાખજાે. અત્યારસુધી જેટલા પોલ થયા છે એમાં ખોટા વધુ પડ્યા છે, સાચા ઓછા પડ્યા છે.
બીજા તબક્કામાં સરેરાશ ૫૯% મતદાન નોંધાયું
ગુજરાત વિધાનસભા ૨૦૨૨ની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન ગઈકાલે પૂર્ણ થઈ ગયું છે. રાજ્યમાં ૫ વાગ્યા સુધીમાં બીજા તબક્કાની તમામ બેઠકો પર સરેરાશ ૫૯% મતદાન નોંધાયું હતું, જેમાં ઉત્તર ગુજરાતના ૬ જિલ્લામાં ૬૧.૪૫ ટકા મતદાન નોંધાયું હતું, જ્યારે મઘ્ય ગુજરાતના ૮ જિલ્લામાં ૫૮.૪૨ ટકા મતદાન થયું હતું. તો સાબરકાંઠા જિલ્લામાં સૌથી વધુ ૬૫.૮૪ ટકા મતદાન થયું હતું. સૌથી ઓછું ૫૩.૫૭ ટકા મતદાન અમદાવાદમાં થયું હતું. આમ, રાજ્યની તમામ ૧૮૨ બેઠક પરના ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં કેદ થઈ ગયું છે. તેમનું પરિણામ ૮મી ડિસેમ્બરે આવશે. ગુજરાતમાં બંને તબક્કામાં ઓછું મતદાન થતાં હવે ઉમેદવારોના શ્વાસ અધ્ધર થયા છે.
એક્ઝિટ પોલ પર લોકોને ઓછો વિશ્વાસ
એક્ઝિટ પોલ શબ્દ જ સૂચવે છે કે મત આપીને મતદાર જ્યારે બૂથમાંથી એક્ઝિટ કરે છે ત્યારે તેને તેમનો અભિપ્રાય પૂછવામાં આવે છે જેને એક્ઝિટ પોલ કહે છે. આ એક્ઝિટ પોલ મતદાનના દિવસે જ કરાય છે અને જે એજન્સીઓએ જે વિસ્તારમાં મતદારોને પૂછીને સર્વે કર્યો હોચ તેના પરથી તારણ કાઢે છે, અંદાજ મંડાય છે. આ અંદાજ છે. કોઈ સચોટ પરિણામ નથી એટલે લોકોને એક્ઝિટ પોલ પર વિશ્વાસ ઓછો છે. હા, એટલું ખરું કે એક્ઝિટ પોલમાં જે તારણો સામે આવે છે તે ખોટાં નથી હોતા. પરિણામ આવે ત્યારે મોટાભાગના પોલના અંદાજ સત્યથી એકદમ નજીક હોય છે એટલે રાજકીય પક્ષો અને ઉમેદવારોને પોલ પર થોડો વિશ્વાસ હોય છે.
ગામડાં સુધી સર્વે ટીમ પહોંચી શકતી નથી
એક્ઝિટ પોલ સચોટ નથી. મતદાન પરિણામો અને વાસ્તવિક પરિણામો વચ્ચે તફાવત હોઈ શકે છે. ક્યારેક મતદાન સાવ ખોટા સાબિત થાય છે તો ક્યારેક પરિણામો આસપાસ આવે છે. જ્યારે વધુ મંતવ્ય લેવામાં આવે ત્યારે આવું થાય છે. જેટલા વધુ મંતવ્ય લેવામાં આવે છે, તેટલા જ મતદાન સાચા હોવાની શક્યતા વધારે છે. તેમ છતાં સર્વેની ટીમ ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચી શકતી નથી. આ કારણે આ પોલ પર સંપૂર્ણ વિશ્વાસ કરી શકાય તેમ નથી.
બુકીબજારમાં ભાજપનો ઘોડો વિનમાં, વેપારમાં હા-ના
ભાજપને ૧૩૦થી વધુ બેઠક મળશેનો મતદાન પહેલા જ ભાવ ખોલ્યો હતો, આજે બીજા ચરણનું મતદાન પૂર્ણ થયે ભાવમાં ફેરબદલ થવાની વાત, હજુ બુકી આલમમાં સોદા લેવામાં અવઢવ
ગુજરાત વિધાનસભાની ૨૦૨૨ની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખીયો જગ હતો. આજે બીજા ચરણનું મતદાન પણ પૂર્ણ થશે. બુકી આલમમાં ચંટણી જાહેર થઈ ત્યારથી અત્યાર સુધી ભાજપનો ઘોડો વિનમાં ગણાવાઈ રહ્યો છે અને ૧૩૦થી વધુ બેઠક મળશે તેવું પણ કહેવાઈ રહ્યું છે.
બુકી આલમમાં પંટરો અને બુકીઓમાં મોટી અવઢવ એ છે કે, ભાવ ભલે ભાજપનો ઘોડો વિનામાં હોવાના ખુલ્યા પરંતુ હજુ સુધી કોઈ ભાવ લગાવવા કે ખાવા માટે તૈયાર નથી. આઈડીમાં પણ વેપાર ઠપ્પ જેવો છે.
પ્રથમ તબકકાનું ચાર દિવસ તા.૧ના રોજ ૮૯ બેઠક પર મતદાન થયું હતું. આ મતદાનમાં ટકાવારી ઘટતા રાજકીય પક્ષોના પેટમાં તો સળવળાટ થયો સાથોસાથ બુકી આલમમાં પણ ખળભળાટ જેવું બન્યું છે. એક બુકીએ નામ નહીં દેવાની શરતે જણાવ્યું હતું કે, પ્રથમ ચરણના મતદાન પહેલા ૧૩૦થી વધુ બેઠક ભાજપની હોવાની બુકી આલમમાં ચર્ચા હતી. પરંતુ મતદાન ઘટતા બુકીઓ પણ હવે અવઢવમાં પડી ગયા છે. આમ છતાં ભાજપ સત્તા બનાવે છે તેવા ભાવ અડીખમ છે. આજે બીજા ચરણનું મતદાન પુર્ણ થાય અને ટકાવારી પ્રથમ ચરણથી ઉંચી જાય છે કે નીચી ? તેના પર સાંજ પછી કદાચ કેટલીક બેઠકોના ભાવમાં પણ ફેરફાર થશે.બીજા ચરણમાં બુકી આલમને પ્રથમ ચરણથી જાે ઓછું મતદાન થાય તો ભાજપની સીટ ઘટી શકે તેવો પણ એક અંદાજ છે પરંતુ અત્યાર સુધી આવું કઈં જાહેર થયું નથી. સટ્ટાના મોટા ધંધાર્થીઓએ ભાવ ખોલ્યા છે પણ ધાર્યા વેપાર-વલણ લેવાતા નથી અને થતા પણ નથી. પંટરો ભાજપની ૧૩૦થી વધુ બેઠક નહીં આવે તેના પર જાે દાવ લગાવે તો બુકીઓ વેપાર લેતા નથી. આ વાત પણ ઘણો મોટો સંકેત આપી જાય છે. પંટરો પર અત્યાર મીઠી મુંઝવણમાં છે કે, ચૂંટણીમાં અગાઉથી જ લાખો-કરોડોના હાર- જીતના સોદા થતા હોય છે પરંતુ પ્રથમ ચરણ બાદ આજે બીજા ચરણનું મતદાન હવે પુરૂ થવાના આરે છે છતાં પણ હાર-જીતના સોદા લેવામાં હા-ના કેમ થઈ રહી છે ?
૨૦૦૪માં એક્ઝિટ પોલ ખોટા સાબિત થયા હતા
આવા એક્ઝિટ પોલનાં પરિણામો ક્યારેક ખૂબ જ સચોટ સાબિત થાય છે તો ક્યારેક ખોટાં પણ સાબિત થાય છે. ૨૦૦૪ની લોકસભા ચૂંટણીમાં એક્ઝિટ પોલનાં પરિણામો અને ચૂંટણીનાં પરિણામો સાવ વિપરીત હતાં. ૨૦૦૪માં એક્ઝિટ પોલમાં એવું કહેવામાં આવી રહ્યું હતું કે ભાજપ સૌથી મોટી પાર્ટી બનશે અને એનડીએની સરકાર બનશે, પણ જ્યારે પરિણામ આવ્યાં તો એનડીએ ૨૦૦નો આંકડો પણ પાર કરી શક્યો નહીં અને ૧૮૯ પર સમેટાઈ ગયો હતો. કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બની અને યુપીએની સરકાર બની હતી. આ પછી ૨૦૦૯ની લોકસભા ચૂંટણીમાં પણ એનડીએ અને યુપીએ વચ્ચે જાેરદાર ટક્કર થશે એવું કહેવામાં આવ્યું હતું, પણ જ્યારે પરિણામો આવ્યાં ત્યારે યુપીએને ૨૬૨ બેઠક અને એનડીએને ૧૫૯ બેઠક મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com