અમદાવાદ એસ.ઓ.જી. ક્રાઇમબ્રાન્ચે દેશી બનાવટની પિસ્ટલ સાથે એક ઇસમને વેજલપુરથી પકડ્યો

Spread the love

અમદાવાદ

અમદાવાદ પોલીસ કમિશનર તથા અધિક પોલીસ કમિશનર ક્રાઇમ બ્રાંચ તથા નાયબ પોલીસ કમિશનર એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચ ની ટીમે ગેરકાયદેસર હથિયારના ગુનાઓ શોધી કાઢવા તેમજ એસ.ઓ.જી.ના હેડને લગતી કામગીરીની સુચના અન્વયે મદદનીશ પોલીસ કમિશનર , એસ.ઓ.જી. ક્રાઇમ બ્રાંચના સુપરવીઝન તથા પોલીસ ઇન્સપેકટર એ.ડી.પરમારના માર્ગદર્શન આધારે એસ.ઓ.જી.ના પો.સ.ઇ. એસ.યુ.ઠાકોરની ટીમને મળેલ બાતમી હકિકત આધારે આરોપી સમીરભાઇ ઉર્ફે ટીના મોહમંદભાઇ કુરેશી ઉ.વ.૩૭ રહે, સોનલ સિનેમા બાગે ફિરદોષ સોસાયટીની સામે પતરાવાળા મકાન આમીના મસ્જીદની પાછળ સોનલ વેજલપુર, અમદાવાદ શહેર મુળ વતન ગામ છારોડી તા.સાણંદ જી.અમદાવાદને વગર પાસ પરમીટની ગેરકાયદેસરની દેશી બનાવટની પિસ્ટલ નંગ-૧ કિ.રૂ.૨૫૦૦૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડયો હતો. આરોપી વિરુધ્ધમાં ડી.સી.બી.પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૧૦૧૧૨૨૦૧૫૭/૨૦૨૨ ધી આર્મ્સ એકટ ૨૫(૧-બી)એ,૨૯ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫(૧) મુજબ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરેલ છે. આ કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ પો.સ.ઇ. એસ.યુ.ઠાકોર , એ.એસ.આઇ અબ્દુલભાઇ મહમદભાઇ (બાતમી) , મ.સ. ઈ . નિકુલસિંહ ભરતસિંહ , હે.કો વિજેન્દ્ર ભવરલાલ , હે.કો પ્રધ્યુમનસિંહ છત્રસિંહ , હે.કો સમીર ઝહિરુદ્દીન (બાતમી) છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com