શિસ્ત સમિતિ દ્વારા પક્ષ વિરોધી પ્રવૃત્તિની ફરિયાદની કાર્યવાહી કરાશે ગુજરાત વિધાનસભા ચુંટણી દરમિયાન અનેક વિસ્તારો અને બેઠકો પર ભાજપના કાર્યકરોએ પક્ષ વિરોધની પ્રવૃત્તિઓ કરી હોવાની ફરિયાદો ભાજપના ઉચ્ચ હોદ્દેદારોને મળી હતી.
જે તે સમયે પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરનાર કાર્યકરો અને આગેવાનોને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા હવે પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ અંગેની આવેલી ફરિયાદોના નિવારણ માટે ખ્રિસ્ત સમિતિની રચના કરવામાં આવી છે. આ શિષ્ટ સમિતિના અધ્યક્ષ તરીકે પૂર્વ ધારાસભ્ય વલ્લભ કકડીયાની નિયુક્તિ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ અંગેની આવેલી ફરિયાદોના નિવારણ માટે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા ‘શિસ્ત સમિતિ’ની રચના કરવામાં આવી છે. બીજેપીની આ શિસ્ત સમિતિમાં ૧ અધ્યક્ષ અને ૬ સભ્યોની નિયુકતી કરવામાં આવી છે ભાજપના પૂર્વ ધારાસભ્ય વાલાભ કાકડીયાને આ સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. ભાજપની આ ખ્રિસ્ત સમિતિ પક્ષવિરોધી પ્રવૃત્તિઓ કરનાર કાર્યકરો અને આગેવાનો સામે કાર્યવાહી કરશે. આ શિસ્ત સમિતિના નિર્માણ અંગેની જાહેરાત ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા દ્વારા કરવામાં આવી હતી.
૧ અધ્યક્ષ અને ૬ સભ્યો તપાસ શરુ કરશે આ સમિતિના અધ્યક્ષ તરીકે ભાજપના ઠક્કરબાપા નગરના પૂર્વ ધારાસભ્ય વલ્લભભાઈ કાકાદીયાની નિયુક્તિ કરાઈ છે. જ્યારે સભ્યો તરીકે પૂર્વ જિલ્લા પ્રભારી બીપીનભાઈ દવે, પૂર્વ પ્રદેશ મંત્રી મણીલાલ પરમાર, પૂર્વ સાંસદ જયશ્રીબહેન પટેલ, રાષ્ટ્રીય ઉપપ્રમુખ રામસિંહ રાઠવા, વિધાનસભાના પૂર્વ દંડક અજણ્માણ ચોકસી અને પ્રદેશ કારોબારી સભ્ય તખતસિક હડીઓલની નિયુક્તિ કરવામાં આવી છે.અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટી ગુજરાત વિધાનસભા ચુત્નીમાં જંગી બહુમતીથી વિજેતા બની છે અને પોતાની સરકાર બનાવી છે ત્યારે હવે ફરી એક વખત ભાજપ આવનારા સમયમાં યોજાનાર નગર પાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ચુંટણી જંગમાં લડવા માટેની તૈયારી કરી રહી છે. આ ઉપરાંત વર્ષ ૨૦૨૪માં લોકસભાની ચૂંટણી પણ આવનાર હોવાતાહી ભાજપ પોતાનું જમીની સંગઠન વધુ મજબુત બનાવવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.