દેશમાં અત્યારે જે સંકટ જાેવાઇ રહ્યું છે, તેમાં ઉત્તરાખંડના જાેશીમઠ જેવું સંકટ ભરૂચ જિલ્લાના ઝઘડીયા એવા નર્મદા નદીના કિનારોના વિસ્તારોમાં મકાનોમાં તિરાડો પડવા માંડી છે, ત્યારે ઉત્તરાખંડના જાેશીમઠ જેવું સંકટ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના નર્મદાકાંઠા વિસ્તારમાં તોળાયું છે. કાંઠા વિસ્તારના સ્થાનિકોના જણાવ્યા મુજબ, આડેધડ થતા રેતખનનને કારણે નર્મદા નદી એની ભૌગોલિક સ્થિતિ બદલી રહી છે. પરિણામે, કાંઠા વિસ્તારમાં આવેલાં મંદિરો, આશ્રમો અને પમ્પિંગ સ્ટેશનો ધીમે ધીમે જમીનમાં ગરકાવ થઈ રહ્યાં છે.નર્મદા કિનારે વસેલાં ભાલોદ, કૃષ્ણપુરી સહિતનાં અનેક ગામડાંમાં નદીના કિનારે ચહલપહલ ઓછી છે, પણ કાંઠા વિસ્તારોમાં આવેલાં મંદિરો, આશ્રમો અને મકાનો ધરાવતા લોકોના મનમાં ચિંતાનો સાગર ઘૂઘવી રહ્યો છે અને એનું કારણ છે નર્મદા નદીના કિનારે થઈ રહેલું ધોવાણ છે. અત્યારસુધી ભરૂચના ગોલ્ડનબ્રિજથી અંકલેશ્વર તરફના છેડા પર ધોવાણની સમસ્યા હતી, પણ હવે ઝઘડિયા તાલુકાનાં ગામડાંમાં પણ ધોવાણ થઈ રહ્યું હોવાની ચોંકાવનારી વિગતો સપાટી પર આવી છે. પાવન સલિલા મા નર્મદાના કિનારે આવેલા ઉદાસીન કાર્ષણી મંદિર તો માટીના ધોવાણના કારણે અસ્તિત્વ સામે જંગ ખેલી રહ્યું છે.
મંદિરનો કેટલોક ભાગ તો જમીન બેસી જવાથી ધરાશાયી થઈ ગયો છે અને આવી જ હાલત ભાલોદ ગામ પાસે આવેલા જીઆઇડીસીના પંપિગ સ્ટેશનની પણ છે. જાે વહેલી તકે ધોવાણ રોકવામાં નહિ આવે તો કાંઠા વિસ્તારની જમીનો એક દિવસ નર્મદાના પાણીમાં ગરકાવ થઈ જશે. ભાલોદ, કૃષ્ણપુરી, ટોથીદરા સહિતનાં અનેક ગામોમાં આવી સમસ્યા જાેવા મળી રહી છે. ગામલોકોનું કહેવું છે કે નર્મદા નદીમાં ગેરકાયદે રીતે રેતીનું ખનન થઇ રહ્યું છે. રોજની હજારો ટન રેતી ખનન કરી લેવાતી હોવાથી નર્મદા નદીની ભૌગોલિક સ્થિતિ બદલાઈ ગઈ છે અને એનાં પરિણામો અમે ભોગવી રહ્યાં છીએ. જાેશીમઠમાં જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે એવી સ્થિતિ અમારાં ગામોમાં પણ જાેવા મળી રહી છે.
આવી જ સ્થિતિ ય્ત્ન-૧૮, ય્ત્ન-૧, એવા ગાંધીનગર અમદાવાદની થાય તો નવાઈ નહીં કારણ કે અમદાવાદનો મોટાભાગનો વિસ્તાર સાબરમતી નદીના કિનારા પર આવેલો છે અને રેત માફીયાઓ બેફામ દે ઠોક રેતી ઉલેચી જતા આવનારા દિવસોમાં રેતી ખનીજથી ગાંધીનગર અમદાવાદના મકાનો પર ટેન્શન ઝબુળી રહ્યું છે.
સરકાર દ્વારા અગાઉ ડ્રોન ખરીદવામાં આવ્યા હતા તે ડ્રોન ક્યાં ગયા શું કામગીરી કરે છે તે ખબર નથી પણ રેતી માફિયાઓ અમદાવાદની સાબરમતી નદીના કોતરો અને વિસ્તારોમાંથી લઈને છેક ગાંધીનગર છેવાડે સુધી આ જમીનો જગ્યાઓ અને હાઇરાઇઝ બિલ્ડીંગો છે જે આવનારા દિવસોમાં ખતરા પૂરું કરી શકાય ત્યારે અમદાવાદના અને ગાંધીનગરના વરસાદી પાણીથી લઈને ગટરના પાણી તથા રેતી માફિયાઓ દ્વારા સૌથી મોટું ખનન કરીને અનેક નદીઓના જે પટ છે તેના વહેણ પણ બદલી નાખ્યા છે ત્યારે આવનારા વર્ષોમાં અમદાવાદ ગાંધીનગર ખાતે સાબરમતી નદીમાંથી જે રેતીઓ ઉલેચાઈ રહી છે
ત્યારે અમદાવાદથી લઈને ગાંધીનગર પટ્ટામાંથી અનેક હાઇરાઇઝ બિલ્ડીંગો બની છે ત્યારે ઓવરબ્રિજ થી લઈને શાહપુરની ગિફ્ટ સિટી આ તમામ મોટાભાગના વિસ્તારો જાેવા જઈએ તો સાબરમતી નદીના નજીકમાં છે જેથી સાબરમતી નદીમાં ચાલતું જાે ખનન સમયસર બંધ નહીં કરાવવામાં આવે અને ગંભીરતા લેવામાં નહીં આવે તો અમદાવાદ ગાંધીનગર ઉપર ખતરાની ઘંટડી વાગે તો નવાઈ નહીં,
જાેશી મઠ બાદ ગુજરાતના ઝઘડીયા એવા નર્મદાના કાંઠા વિસ્તારો બાદ હવે સાબરમતી નદીમાં રેતી માફિયાઓના કારણે આવનારા સમય અમદાવાદ ગાંધીનગર ખાતે જાેખમરૂપ બને તો નવાઈ નહીં સરકાર આ સંદર્ભે હવે ગંભીરતા દાખવવાની જરૂર છે સાબરમતી નદીનો પટ મોટો થયા બાદ તિરાડો હવે પડી રહી છે ત્યારે અમદાવાદ ગાંધીનગર બચાવવું હશે તો રેતી માફિયાઓ એવા ખંનનને અટકાવવું પડશે ત્યારે એ શહેરમાં બનેલી હાઇરાઇઝ બિલ્ડીંગોમાં, જમીનોમાં, તિરાડ પડશે પછી શું? ત્યારે હવે જાેશીમઠમાં બાદ ગુજરાતનું ઝઘડીયા અને હવે સાબરમતી નદીના પર થી લઈને અમદાવાદ ગાંધીનગર માટે ખતરો મંડાઇ રહ્યો છે….