ગુજરાતના પાટનગરમાં હાલ રેલી આંદોલનનો એલ.આર.ડી ભરતીમાં મહિલાઓ 66 દિવસથી ઉપવાસ આંદોલન ચલાવી રહી છે. ત્યારે એલ.આર.ડી ની ભરતીમાં GAD ના ઠરાવને યથાવત માંગ સાથે બિનઅનામત વર્ગની મહિલા ઉમેદવારો દ્વારા બુધવારે શરૂ કરેલા આંદોલનના પગલે ગુરુવારે ડે.મુખ્યમંત્રી નીતિનપટેલ અને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ બિન અનામત વર્ગના આગેવાનો સાથે બેઠક કરી હતી. પણ પરિણામ એકાદ દિવસમાં જાણવાનું કહ્યુ હતું. ત્યારે દિનેશ બાંભણીયાએ જ્યાં સુધી સરકારમાંથી આખરી નિર્ણય ન આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરી હતી.
મંત્રીઓ દ્વારા સે-6 ના મેદાનમાં આવીને હૈયા ધારણ આપ્યા બાદ બંને બાજુ એલ.આર.ડી પ્રકરણ મસવાડી હટાવો, આદિવાસી પ્રમાણપત્ર, બિન અનામત આંદોલન અને એલ.આર.ડી ભરતીમાં ગાંઠ એવી વળી ગઈ છે કે, ખોલ્વા જતા અનેક સમસ્યાઓ સર્જાઇ રહી છે. ત્યારે સરકાર દ્વારા આજે શુક્રવારે લખાય છે ત્યાં સુધી કોઇ જ નિર્ણય પર હજુ સુધી આવી નથી. ત્યારે હાલ તો રાજકીય પેંતરા અને રાજકીય અંદરોઅંદરની હુંસાતુંસીથી એલ.આર.ડી પ્રકરણનો અંત હજુ ઝડપી આવે એવું લાગતું નથી. ત્યારે અત્યારે માહોલ આંદોલનકારીયો નો મોટો વધતો જાય છે. એલ.આર.ડી આંદોલનમાં ત્રણ જેટલા ધારાસભ્યોએ તો 72 કલાકથી ઉપવાસ આંદોલન કરતાં ભીડ પણ વધતી જાય છે. ત્યારે પોલીસ પણ ચાંપતી નજર રાખી રહી છે. ત્યારે સે-6 ના મેદાન સત્યાગ્રહ છાવણી ખાતે હાલ ટેમ્પો જામેલો છે. ત્યારે સ્વર્ણિમ પાર્ક ના સરદારપટેલ સ્ટેચ્યું પાસે પણ ભીડ એકત્ર થતાં સરકારના નિર્ણયની રાહ જોવાઈ રહી છે.