ચરોતર વિસ્તારના યુવા યુવતીઓ પોતાના ઇનોવેટીવ આઇડીયા ને મોટા બિઝનેશ સ્વરૂપે વિકસાવી શકે તે માટે નેસ્કો લિમિટેડ દ્વારા કરમસદ ખાતે નેસ્કો ઇંક્યુબેશન સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે. પોતાના સી.એસ.આર ના ભાગરૂપે નેસ્કો ફાઉન્ડેશન દ્વારા સ્ટાર્ટ ઉપ ઇન્ડીયા હેઠળ આ સેન્ટરમાં બિઝનેશ કરવા ઇચ્છતા વિધાર્થીઓ અને યુવા એન્ટરપ્રીનીયર્સ માટે ખાસ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.
સ્ટાર્ટઅપ ક્ષેત્રે યુવાઓને પ્રોત્સાહન મળે અને જરુરી માર્ગદર્શન મળે તે માટે તા. 12 ફેબ્રુઆરી, 2020 ના રોજ નેસ્કો ફાઉન્ડેશન તેમજ ચારુતર વિદ્યામંડળ યુનિવર્સિટી સંચાલિત એ.ડી. પટેલ ઇંસ્ટીટ્યુટ ઑફ ટેકનલોજીના સંયુક્ત ઉપક્રમે સ્ટાર્ટ અપ મેગા ઇવેન્ટ “ સ્ટાર્ટ અપ સંક્રાંત- 2020” નું આયોજન કરવામાં આવ્યુ હતુ.
આ ઇવેન્ટમાં આણંદ જિલ્લાની અંદાજે 11 કોલેજોના લગભગ 400 થી વધુ યુવા સ્ટાર્ટ અપ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. સાથે સાથે ઇરમા, બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય, જીસેટ, એમ બી આઈ ટી, સી ઝેડ પટેલ કોલેજ અને આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના યુવા વિધ્યાર્થીઓ પણ જોડાયા હતા.
નેસ્કો લીમીટેડના ચેરમેનશ્રી સુમંત. જે. પટેલે પોતાના સંદેશ દ્વારા યુવા એન્ટરપ્રીનીયર્સ માટે નેસ્કો ફાઉન્ડેશનની પ્રવ્રુત્તિઓ અને ઇન્ક્યુબેશન સેન્ટરની માહિતિ આપી હતી. ગ્રામ્ય કક્ષાના બાળકો અંગ્રેજી માધ્યમમા રાહત દરે ભણી શકે તે માટે નેસ્કો દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ પણ સ્થાપવામાં આવી છે. કરમસદ કેળવણી મંડળ અને તારાપુર કેળવણી મંડળ દ્વારા સંચાલિત આ શાળાઓ ખુબ સુંદર પ્રગતિ કરી રહી છે. ઘણા વિધ્યાર્થીઓ નોકરી કરતા બિઝનેશમાં હોંશિયાર હોય છે તેમને યોગ્ય સમયે સ્થાનિક કક્ષાએ માર્ગદર્શન અને નાણાકીય સહયોગ મળવો જોઇએ. તેથી નેસ્કો ઇન્ક્યુબેશન સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે.
સીવીએમ ના ચેરમેનશ્રી ભિખુભાઇ પટેલે આ પ્રસંગે જણાવ્યુ હતુ કે સીવીએમની તમામ સંસ્થાઓ વિધ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રયત્નશીલ છે. યુનિવર્સીટી દ્વારા યુવા એન્ટરપ્રીનીયર્સને પ્રોત્સાહન મળે તે માટે દરેક કોલેજમા આવા કાર્યક્રમો કરવામા આવશે. નેસ્કો ફાઉન્ડેશન સાથે રહી યુવા વિધ્યાર્થીઓને બિઝનેશ વિકાસ માટે તાલીમ અને જરૂરી સહાય પણ આપવામાં આવશે.
એડી પટેલ કોલેજના પ્રીન્સીપાલ ડૉ. વિશાલ સિંઘે મહેમાનો અને યુવા એન્ટરપ્રીનીયર્સને આવકાર્યા હતા અને સુંદર એક્ષીબીશન અને ઇનોવેટીવ આઇડીયા બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા. નેસ્કો ફાઉન્ડેશનના સી.એસ.આર અને ઇંક્યુબેશન મેનેજર શ્રી નિતિન મેકવાને જણાવ્યુ હતુ કે આ વિસ્તારમાં યુવાઓને બિઝનેશ વિકાસ નેસ્કો ઇંક્યુબેશન સેન્ટર એ કોર્પોરેટ ક્ષેત્રનું પ્રથમ સેન્ટર છે. સ્થાનિક યુનિવર્સીટી, કોલેજો અને ઔધોગિક એકમોએ એનો લાભ લેવો જોઇએ. સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન એ માત્ર પ્રોજેક્ટ ન બને પણ એક વિશાળ સ્ટાર્ટ અપ કંપની બને તે માટે સ્ટાર્ટ અપ ઇકોસીસ્ટમને વધુ મજબુત કરવાની જરૂર છે. યુવાનો ને પોતાના બિઝનેશના વિકાસ માટે માર્ગદર્શનની જરૂર હોય છે. વિધ્યાનગર અને આંણંદના યુવાનોએ આ સેવા માટે અમદાવાદ અને દૂરના શહેરોમાં સ્થપાયેલા મોટા મોટા ઇંક્યુબેશન સેન્ટરજમાં જવુ પડે છે. આ પરિસ્થિતિમાં હવે કરમસદ ખાતે નેસ્કો ઇંક્યુબેશન સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે. નેસ્કો લિમિટેડના વાઇસ પ્રેસીડેન્ટ શ્રી રાજેશ ઉપાધ્યાયે આ પ્રસંગે જણાવ્યુ હતુ કે ચરોતર વિસ્તારમાં આ પ્રથમ ઇવેન્ટ છે જેમા આટલી કોલેજો અને આણંદ જિલ્લાના તમામ ઇંક્યુબેટર્સ એક સાથે મળી આણંદ જિલ્લાના યુવા એન્ટરપ્રીનીયર્સ માટે સહિયારુ આયોજન કરતા હોય. તેમણે નેસ્કો ફાઉંડેશનના આ કાર્યક્રમને સફળ બનાવવા જોડાયેલ તમામ સંસ્થાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં ચરોતરની સફળ બિઝનેશ સ્ટાર્ટ અપ આઇડીયાનું સન્માન પણ કરવામાં આવ્યુ હતુ. સ્ટાર્ટ અપ ક્ષેત્રે અનુભવ ધરાવતા તજજ્ઞો ઇરમાના પ્રોફેસર શંબુ પ્રસાદ, ઇડીઆઇ ગાંધીનગરના મયંક પટેલ, ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી સ્ટાર્ટ અપ સેલના શ્રી નિખિલ સુથાર, નેશનલ એન્ટરપ્રીનીયર્સ નેટવર્કના હેડ અંકિત મચ્છર અને કંપની સેક્રેટરી શ્રી પ્રેમનારાયણ ત્રિપાઠીએ પોતાના અનુભવો દ્વારા માર્ગદર્શન પુરુ પાડ્યુ હતુ. કાર્યક્રમનુ સંચાલન પ્રો. સોની અને પ્રો. યશવંત પટેલ તથા નેસ્કો ફાઉન્ડેશનના ઝીલ બ્રમ્હભટ્ટે કર્યુ હતુ.