મેયર, ડે.મેયર, ચેરમેનની ગ્રાંન્ટમાં વધારો, નગરસેવકો હવે કામ કરો બલ્લે બલ્લે ૪.૫ લાખનો વધારો,

Spread the love


ગાંધીનગર કોર્પોરેશનનું ૯.૫૦ કરોડ કદનું બજેટ સ્થાયી સમિતિએ મંજૂર કર્યું છે. મ્યુનિસિપલ કમિશનર સંદિપ સાગળેએ નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪નું ૨૬૪.૧૪ કરોડની પૂરાંત વાળુ ૯૪૪ કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું. જેમાં થોડા સુધારા-વધારા સાથે સ્થાયી સમિતિએ ૨૬૩.૭૧ કરોડની પુરાંતવાળુ ૯૪૯.૯૦ કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું છે. બજેટને હવે આગામી સામાન્ય સભામાં મંજૂરી માટે રજૂ કરવામાં આવશે. ચેરમેને દ્વારા જાહેરાત કરાઈ છે કે કોર્પોરેશન વિસ્તારમાં કુલ ૨૪ જેટલા આરોગ્ય કેન્દ્ર-વેલનેલ સેન્ટર ઉભા કરાશે.
જેમાં ડોક્ટર નર્સ સહિતની તમામ સુવિધા આપવામાં આવશે. શહેરમાં હાલ ૪ આરોગ્ય કેન્દ્ર કાર્યરત છે, મનપાના વિસ્તરણ બાદ ૧૮ ગ્રામ પંચાયતો કોર્પોરેશનમાં ઉમેરાઈ હતી. જેની પંચાયત ઓફીસની બિલ્ડિંગો મનપા હસ્તક આવેલી છે. ત્યારે હવે દરેક ગ્રામ પંચાયતના વધારાના બિનઉપયોગી રૂમને લાઈબ્રેરી-રીડીંગ રૂમમાં ફેરવવામાં આવશે.સાથે જ ત્યાંથી સરકારી નોકરીઓ માટે ઓનલાઈન અરજી થઈ શકે તે માટે કોમ્પ્યુટર, પ્રિન્ટર, ઓપરેટર રાખવાની વ્યવસ્થા કરાશે. સ્થાયી સમિતિ દ્વારા મેયર, ડે. મેયર, ચેરમેન, કોર્પોરેટર્સની ગ્રાન્ટમાં સતત બીજી વખત વધારો કર્યો છે, જેને પગલે મનપાને વાર્ષીક ૩.૧૪ કરોડનો બોઝો વધશે. મેયરને મળતી વાર્ષીક ૨.૪૦ લાખની ગ્રાન્ટમાં ૨૦ લાખ, ડે. મેયર અને ચેરમેનને મળતી ૩૦ લાખની ગ્રાન્ટમાં ૪૮ લાખનો વધારાની ભલામણ કરાઈ છે.બીજી તરફ કોર્પોરેટર્સને વાર્ષીક ૧૬.૫૦ લાખની ગ્રાન્ટમાં ૪.૫ લાખના વધારાની ભલામણ કરાઈ છે. મિલકત વેરામાં વધારો થતાં આવકમાં ૫ કરોડ જેટલો વધારાનો અંદાજ લગાવાયો છે. એટલે વેરાની કુલ આવક ૬૨.૫૧ કરોડ પહોંચે તેવો અંદાજ છે. શહેરમાં સેક્ટર-૨, સેક્ટર-૨૪, સેક્ટર-૨૯ અને પાલજ ખાતે મળી કુલ ૪ આરોગ્ય કેન્દ્ર હાલ કાર્યરત છે, વાવોલ અને કુડાસણમાં નવા અર્બન હેલ્થ સેન્ટરોનું બાંધકામ થશે. પેથાપુર અને સુઘડના અર્બન હેલ્થ સેન્ટરોનું નવીનીકરણ કરાશે જ્યારે કુડાસણ, સુઘડ, પેથાપુર અને વાવોલ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના નવીકરણની કામગીરી ચાલી રહી છે. મનપાના વિસ્તરણ બાદ ૧૮ ગ્રામ પંચાયતો કોર્પોરેશનમાં ઉમેરાઈ હતી. જેની પંચાયત ઓફીસની બિલ્ડિંગો મનપા હસ્તક આવેલી છે. ત્યારે હવે દરેક ગ્રામ પંચાયતના વધારાના બિનઉપયોગી રૂમને લાઈબ્રેરી-રીડીંગ રૂમમાં ફેરવવામાં આવશે. સાથે જ ત્યાંથી સરકારી નોકરીઓ માટે ઓનલાઈન અરજી થઈ શકે તે માટે કોમ્પ્યુટર, પ્રિન્ટર, ઓપરેટર રાખવાની વ્યવસ્થા કરાશે. મનપાનો જૂના ૫૭.૨૪ ચોરસ કિલોમીટર વિસ્તારમાં ૨.૦૨ લાખ વસ્તીનો સમાવેશ થયો હતો.

મેયરને મળતી વાર્ષિક ૨.૪૦ લાખની ગ્રાંન્ટમાં ૨૦ લાખનો વધારો,
ડે.મેયરને ૩૦ લાખની ગ્રાંન્ટમાં ૪૮ લાખનો વધારો નગરસેવકોને ૧૬.૫૦ લાખની ગ્રાંન્ટમાં ૪.૫ લાખનો વધારાની ભલામણ
આરોગ્ય કેન્દ્ર નવા બનશે, પણ જે જાેઇએ છે, સુવિધા તેમાં સોનોગ્રાફી, એમઆરઆઇ, એક્ષ-રે આ સુવિધાઓથી પ્રજા વંચીત છે, ત્યારે વર્ષોથી વિકાસ થયો, પણ આરોગ્યમાં વંચીતોનો વિકાસ કરો,
લાયબ્રેરી દરેક જગ્યાએ બનાવવાની વાત છે, ત્યારે ઘરે-ઘરે રવિવારે આવતી લાયબ્રેરી વાનમાં બાળકોની સંખ્યામાં તોતીંગ ઘટાડો થયો છે, તો રીડીંગ લાયબ્રેરી સફળ પ્રયોગ થશે ખરો?
જે કર્મચારીઓની સામે તપાસ તથા સસ્પેન્ડ કરેલ છે, તેમને ઘર બેઠા ૭૫% પગાર અપાય છે, ત્યારે કામ કરાવીને પગાર કેમ ન આપવો? તે હો મુદ્દો પણ નગરસેવકોમાં ચર્ચાયો હતો.
સૌચાલયો બનાવવાની વાત છે, પણ જે સૌચાલયો બનાવ્યા છે, તે તપાસવાની તાતી જરૂર છે,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com