ગુજરાતમાં મુખ્યમંત્રી સૌથી વધારે બજેટ આરોગ્ય અને સુરક્ષા પાછળ વાપરે છે ,ત્યારે તસવીરમાં સચિવાલય જ નહીં Gj- 18 ના ગમે તે ખૂણા – ખાચરમાં જાવ એટલે આવા કરોડો રૂપિયાના ખરીદેલા બેરીકેટ ભંગારમાં જે રોડ રસ્તા પર બિનવારસી પડ્યા હોય તેમ પડેલા જોવા મળે છે.આ બેરીકેટ નો ઉપયોગ કોઈ વાહન ચાલકને અટકાવવા, રેલી ,સરઘસ હોય તો તે દિવાલ જેવા બનીને રહેતા હોય છે, પોલીસ માટે સિક્યુરિટી ની દિવાલ કહેવાય, ત્યારે આ બેરીકેટમાં દર વર્ષે લાખો રૂપિયાની ગ્રાન્ટો વપરાય છે ,હા, ઘણીવાર કોઈ સંસ્થા તેમના નામના સ્ટીકરો લગાવીને સેવા પણ આપીને બેરીકેટ આપતા હોય છે, ત્યારે આનો જે સદ ઉપયોગ થવો જોઈએ તે થતો હશે, પણ જરૂર અત્યારે ના હોય તો કોઈને અડચણરૂપ ન બને તે માટે પણ પ્રયત્ન કરવાની જરૂર છે, પ્રજાના પૈસા પણ આમાં લાગેલા છે, ત્યારે સુરક્ષા માટે સેફટી એવા બેરીકેટ એવી જગ્યાએ બિનવારસી હોય તેમ ગમે ત્યાં ખડકી દીધા છે ,જે હવે ભંગારમાં કાટ લાગી રહ્યો છે,
મોંઘા દાટ બેરીકેટ આવા કરોડો રૂપિયા ખર્ચ કરીને ગુજરાતમાં ઠીક ઠેકાણે મૂકવામાં આવ્યા છે ,ત્યારે ઘણીવાર પીએમ ,મુખ્યમંત્રી, મંત્રી આવવાના હોય તો બેરીકેટ સેફટી માટે તથા રોડ, રસ્તા પર કોઈ કામ ચાલતું હોય ત્યારે તે ખૂબ જ મહત્વનું કામ કરી રહ્યા છે, ત્યારે આનો ઉપયોગ તો કર્યો પણ પ્રજા, વાહન ચાલકો માટે આફતરૂપ અને ઘણીવાર ટ્રાફિક અને મંત્રીઓના કાફલા આવે ત્યારે મુક્યા બાદ ન હટાવતા અડચણરૂપ પણ બને છે, જેથી હવે નવા બનાવવાના મોટા ખર્ચા ન થાય અને ભંગારમાં કાટ ન લાગે તે તંત્રએ જોવાની જરૂર છે,
GJ-18 ના આર.ટી.ઓ, મહાત્મા મંદિર, સ્વર્ણિમ પાર્ક,ચ-0,ઘ-0, સર્કલો પાસે, સચિવાલય આ બધી જગ્યાએ અનેક બેરીકેટ પડેલા છે, ઘણીવાર વાહન ચાલકો માટે જીવ લેણ પણ સાબિત થયા છે ,જેથી સદુપયોગ કર્યા બાદ કાટ લાગે અને કોઈને અડચણરૂપ ન થાય તે માટે સહાનીય રીતે હટાવો તો સારું.