
0200581d-1231-49a9-b07f-d98d95b68e79 0200581d-1231-49a9-b07f-d98d95b68e79
જંગલની ૮૫૪.૬૩ હેક્ટર જમીન રોડ અને ટ્રાન્સમીશન લાઈન માટે જયારે ૪૨૧.૩૧ હેક્ટર જમીનને ઉદ્યોગો અને ટાઉનશીપ બનાવવા પધરાવી દીધી. : નર્મદા અને ડાંગમાં સૌથી વધુ વુક્ષ આવરણ ઘટયું. : ગુજરાતના જંગલોમાં ૬ જૂન ૨૦૨૨ થી ૧ જૂન ૨૦૨૬ વચ્ચે ૧૬૩૩૧ VIIRS ફાયર એલર્ટ નો ચોંકાવનારો આંક જોવા મળ્યો છે : વન વિભાગમાં ૮૯૪૯ પૈકી ૩૪૯૦ જગ્યાઓ ખાલી પડેલ છે. : ડૉ. પાર્થિવરાજસિંહ કઠવાડીયા
અમદાવાદ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડો પાર્થિવરાજસિંહ કઠવાડીયાએ જણાવ્યું હતું કે ૫ જૂને સમગ્ર વિશ્વમાં પર્યાવરણ દિવસ ઉજવાય છે ત્યારે સવાલ થાય છે ખરેખર અર્થમાં આપણે સહુને પર્યાવરણની ચિંતા છે ખરી? ગ્લોબલ ફોરેસ્ટ વોચ નામની સંસ્થા મુજબ છેલ્લા ૨૫ વર્ષ માં ટ્રી કવર એટલે વૃક્ષ આવરણ માં ૧૦૦ હેક્ટરનો ઘટાડો જોવા મળ્યો છે. વૃક્ષ આવરણનો ઘટાડો કુલ ૧૦૦ કિલો ટન CO2 કાર્બન ડાયોક્સાઈડ એમિશન જેટલો થાય છે. ગુજરાત રાજ્ય ના નેચરલ ફોરેસ્ટ એટલે વનમાં ૬૯ હેક્ટર નો ઘટાડો થયો છે, જે ૬.૧ કિલો ટન કાર્બન ડાયોક્સાઈડ એમિશન બરાબર છે.ગુજરાતમાં સૌથી વધુ ટ્રી કવરનું નુકસાન નર્મદા અને ત્યાર બાદ ડાંગ જિલ્લામાં થયું છે. નર્મદા જિલ્લામાં ૨૭ હેક્ટર નું વૃક્ષ આવરણનું નુકશાન થયું છે જ્યારે ડાંગ જિલ્લામાં ૨૫ હેક્ટર વૃક્ષ આવરણનું નુકશાન છે. દાહોદ જિલ્લામાં ૨૨ હેક્ટર વૃક્ષ આવરણનું નુકશાન છે. ગુજરાત રાજ્યમાં વર્ષ ૨૦૨૬માં ૫૨૨ હાઈ એલર્ટ આગ લાગવાની ઘટના બની છે. છેલ્લા ૨૫ વર્ષમાં ૯ હેક્ટર વૃક્ષ આવરણ આગ લાગવાના લીધે ગુમાવ્યું છે. ગુજરાત રાજ્યમાં ૨૭ મે ૨૦૨૬ થી ૩ જૂને ૨૦૨૬ વચ્ચે ૧૬ ડિસ્ટર્બન્સ એલર્ટ જોવા મળ્યા છે, ૩૮૦ VIIRS (Visible Infrared Imaging Radiometer Suite) ફાયર એલર્ટ જોવા મળ્યા છે. ગુજરાતના જંગલોમાં ૬ જૂન ૨૦૨૨ થી ૧ જૂન ૨૦૨૬ વચ્ચે ૧૬૩૩૧ VIIRS ફાયર એલર્ટ નો ચોંકાવનારો આંક જોવા મળ્યો છે.
રાજ્ય સરકારના ગુજરાત ફોરેસ્ટ સ્ટેટિસ્ટિક ૨૦૨૪/૨૦૨૫ રિપોર્ટ મુજબ ગુજરાતના વનની ૧૩૧૩.૩૯ હેક્ટર જમીન વર્ષ ૨૦૨૪/૨૦૨૫ માં અન્ય કામોમાં ડાયવર્ટ કરી દેવામાં આવી છે. ગુજરાતના વનના ૮૫૪.૬૩ હેક્ટર જમીનને રોડ અને ટ્રાન્સમિશન લાઇન ના ઉપયોગમાં લેવામાં આવી છે, જ્યારે ૪૨૧.૩૧ હેક્ટર જમીનને ઉદ્યોગોને અને ટાઉનશિપ બનાવવા પધરાવી દીધી છે. સિંચાઈ માટે ૧૫.૬૩ હેક્ટર વન ની જમીન આપી દેવામાં આવી છે. વન બજેટ આઉટલે ૨૫૩૫.૬૨ કરોડ, જે તે વર્ષના કુલ બજેટ ના ૦.૭૬% છે. રિપોર્ટ મુજબ વન ખાતા માં મોટા પ્રમાણમાં સ્ટાફની જગ્યા ખાલી છે. ક્લાસ ૧ની ૧૬૩ જગ્યા પૈકી ૮૮ જગ્યા ભરાયેલી છે જ્યારે ૭૫ જગ્યા ખાલી છે. કલાસ ૨ની સેન્કશન ૭૪૬ પૈકી ૫૮૧ ભરાયેલી અને ૧૬૫ જગ્યા ખાલી છે. ક્લાસ ૩ની સેન્કશન ૭૩૬૮ જગ્યામાં થી ૪૬૮૨ જગ્યા ભરાયેલી છે અને ૨૬૮૬ ની જગ્યા ખાલી છે. ક્લાસ ૪ ની ૬૭૨ સેન્કશન જગ્યામાં થી ૧૦૮ જગ્યા ભરાયેલી છે અને ૫૬૪ જગ્યાઓ ખાલી છે. કોંગ્રેસ પક્ષની માંગ છે કે વન વિભાગની ખાલી પડેલ જગ્યાઓ તાત્કાલિક ભરવામાં આવે અને પર્યાવરણને બચાવવા માટે, વુક્ષ આવરણ વધારવા માટે ગંભીરતા દાખવી પગલા લેવા જોઈએ.
