બાયો-સીએનજીનો પ્લાન્ટ અદાણીને ક્વોલીફાય ન થતાં દરખાસ્ત રદ કર્યાનો  વિપક્ષ નેતા શેહઝાદ ખાનનો આક્ષેપ

Spread the love

મ્યુનિ. વિપક્ષ નેતા શેહઝાદખાન પઠાણ

અન્ય કંપનીનું ટેન્ડર મંજૂર કરવાને બદલે શાસક ભાજપે દરખાસ્ત પરત કેમ કરી ? : મ્યુનિ. વિપક્ષ નેતાનો સવાલ

અમદાવાદ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં વિરોધપક્ષ નાં નેતા શેહઝાદખાને આક્ષેપ કરતા જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ખાતા દ્વારા વર્ષ 2022માં અમદાવાદ શહેરમાં 300 ટીપીડી કેપેસીટીનો બાયો સીએનજી પ્લાન્ટ બનાવવા માટે ઇ ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. જેમાં 300 ટીપીડી કેપેસીટીનો બાયો સીએનજી પ્લાન્ટ બનાવીને પીપીપી ધોરણે ચલાવવા આપવા માટેનું ટેન્ડર હતુ. જેમાં પિરાણા ખાતે 14 એકર જમીનની ફાળવણી કરીને પ્લાન્ટ ઉભો કરવાની અને દૈનિક 300 મેટ્રીક ટન વેસ્ટ પ્રોસેસ કરી બાયોસીએનજી બનાવવાની કામગીરી કરવાની હતી જેમાં ત્રણ કંપની 1. ઇન્ડો એન્વાયરો ઇન્ટીગ્રેટેડ સોલ્યુશન લી., 2. અદાણી ટોટલ ગેસ લી. અને 3. સૌરાષ્ટ્ર એન્વાયરો પ્રોજેક્ટ પ્રા.લી. ટેન્ડર ભર્યા હતા. આ ટેન્ડરના ટેકનીકલ ઇવલ્યુશનમાં દરેક કંપનીએ ક્વોલીફાઇવ થવા માટે 70 માર્કસ મેળવવા અનિવાર્ય કરવામાં આવ્યા હતા પણ જેમાં અદાણી ટોટલ ગેસ લી. અને સૌરાષ્ટ્ર એન્વાયરો પ્રોજેક્ટ પ્રા.લી.ને 70 માર્કસ મળ્યા ન હતા જેથી અમદાવાદ મ્યુનિ.ના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ખાતા દ્વારા ઇન્ડો એન્વાયરો ઇન્ટીગ્રેટેડ સોલ્યુશન લી. નામની એજન્સીને કામગીરી સોંપવાની દરખાસ્ત મૂકાઇ હતી જેમાં આ કંપની દ્વારા અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનને માસિક રુ.14.51 લાખની રોયલ્ટી ચૂકવવામાં આવશે તેવું નક્કી હતુ પણ આ દરખાસ્ત સ્ટેન્ડીંગ કમિટીએ કમિશનર તરફ પરત મોકલી દીધી હતી. આમ સમગ્ર ટેન્ડર પ્રક્રિયા કર્યા બાદ પણ માત્રને માત્ર આ ટેન્ડરમાં અદાણી ટોટલ ગેસ લિ.ને ટેન્ડર ન લાગતાં આખી દરખાસ્ત જ અભરાઇએ ચડાવી દેવાઇ હતી.

આ દરખાસ્તમાં જણાવ્યા મુજબ, તા.19 ફેબ્રુઆરી 2022ના રોજ ઇન્દોર ખાતે એશિયાનો સૌથી મોટો બાયો સીએનજી પ્લાન્ટ બનાવવાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ખાતમૂર્હત કરાયું હતુ. અમદાવાદ મ્યુનિ. કમિશનર દ્વારા તા.2 માર્ચ 2022ના રોજ થયેલી રિવ્યુ બેઠકમાં ઇન્દોર જેવો પ્લાન્ટ અમદાવાદમાં બનાવવા જણાવવામાં આવ્યું હતુ જેમાં બે વાર ટેન્ડર કરાયા હતા પણ કોઇ બીડ આવી ન હતી. ત્રીજી વાર તા.18 જુલાઇ 2022ના રોજ ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. ઓનલાઇન બીડ સ્વીકારવાની છેલ્લી તારીખ 23 ઓગસ્ટ 2022 અને હાર્ડકોપી સ્વીકારવાની છેલ્લી તારીખ તા.24 ઓગસ્ટ 2022 હતી. ત્રણ એજન્સીઓએ ટેન્ડર ભર્યા હતા.દરખાસ્તમાં જણાવ્યા મુજબ, 1. ઇન્ડો એન્વાયરો ઇન્ટીગ્રેટેડ સોલ્યુશન લી., 2. અદાણી ટોટલ ગેસ લી. અને 3. સૌરાષ્ટ્ર એન્વાયરો પ્રોજેક્ટ પ્રા.લી. ટેન્ડર ભર્યા હતા. આ ત્રણેય કંપનીઓના ટેન્ડરનું કન્સલટન્ટ ફેસીલ મેવન પ્રા.લિ. દ્વારા ટેકનીકલ ઇવેલ્યુશન કરવામાં આવ્યું હતુ જેમાં 1. ઇન્ડો એન્વાયરો ઇન્ટીગ્રેટેડ સોલ્યુશન લી.ના ટેન્ડરનું ટેકનીકલ ઇવેલ્યુશન કરતાં તેમણે 80 માર્કસ મેળવ્યા હતા જ્યારે અદાણી ટોટલ ગેસ લિ. દ્વારા સબમીટ કરવામાં આવેલા ડોક્યુમેન્ટના આધારે તેઓની પાસે કોઇ અનુભવ નથી. સૌરાષ્ટ્ર એન્વાયરો પ્રોજેક્ટ પ્રા.લિ. પાસે પણ કોઇ અનુભવ નથી. ત્રણેય કંપનીઓ પાસે પ્રેઝન્ટેશન કર્યુ હતુ. ટેક્નીકલી ઇવેલ્યુશનના ક્રાઇટએરિયા મુજબ, દરેક એજન્સીએ ક્વોલીફાઇવ થવા માટે ઓછામાં ઓછા 70 ટકા ગુણ મેળવવા આવશ્યક હતા. જેથી ટેકનીકલ ઇવલ્યુશનમાં ઇન્ડો એન્વાયરો ઇન્ટીગ્રેટેડ સોલ્યુશન લિ.ને ટેન્ડર આપવાની દરખાસ્ત સ્ટેન્ડીંગ કમિટીમાં મૂકવામાં આવી હતી. સ્ટેન્ડીંગ કમિટીએ દરખાસ્તને મંજુર કરવાને બદલે કમિશનર તરફ પરત મોકલી દીધી હતી.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ખાતા દ્વારા અમદાવાદ શહેરની પિરાણાની 14 એકર જમીનમાં વેસ્ટમાંથી બાયો સીએનજી પ્લાન્ટ બનાવવાનું ટેન્ડર બહાર પાડ્યું હતુ પણ ટેન્ડરમાં અદાણી ટોટલ ગેસ લિ. નામની કંપનીની ક્વોલીફાઇવ થઇ ન હતી અને તેઓને ટેન્ડર લાગ્યું ન હતુ જેથી અન્ય કંપની ફર્સ્ટ લોએસ્ટ આવતાં આખી દરખાસ્ત જ અભરાઇએ ચડાવી દેવાઇ હતી. સ્ટેન્ડીંગ કમિટીએ ગત ઓક્ટોબર 2022માં બાયો સીએનજી બનાવવાનો પ્લાન્ટ નાંખવાની દરખાસ્ત કમિશનરને પરત મોકલી દીધી છે, હાલ તો કચરામાંથી બાયોસીએનજી બનાવવાનો પ્લાન્ટ ઉભો કરવાનો પ્રોજેક્ટ ટલ્લે ચડી ગયો છે. આમ, કાયદેસરની ટેન્ડર પ્રક્રિયા પછી પણ કેમ આ દરખાસ્તને અભરાઈએ ચડાવી દેવાઇ હતી કારણ એટલું હતુ કે, અદાણી ટોટલ ગેસ લિ.ને આ ટેન્ડર લાગ્યું ન હતુ. આ આદાણી ટોટલ ગેસ લિ. કંપની ક્વોલીફાઇવ થઇ ન હતી. જો અદાણી ટોટલ ગેસ લિ. કંપની ક્વોલીફાઇવ થઇ હોત અને ટેન્ડર લાગ્યું હોત તો મંજુર કરી દેવામાં આવ્યું હોત.

અમારો આરોપ છે કે, હવે પિરાણા ખાને બાયોસીએનજી બનાવવા માટેનું નવું ટેન્ડર બનાવવામાં આવી રહ્યું છે જેમાં જાણીજોઇને અનુભવની શરતને ઉડાડી દેવામાં આવશે જેથી અદાણી ટોટલ ગેસ લિ. નામની કંપની ક્વોલીફાઇવ થઇ શકે. આ કંપની ક્વોલીફાઇવ થશો એટલે તેઓને આ પ્લાન્ટ બનાવવાનું ટેન્ડર આપી દેવાશે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના ભાજપના શાસકોને પિરાણા ડમ્પ સાઇટ ઉપર કચરો પ્રોસેસ કરીને બાયો સીએનજી ગેસ બનાવવામાં આવે તેમાં જરાય રસ નથી. માત્ર આ કોન્ટ્રાક્ટ કેવી રીતે અદાણી ટોટલ ગેસ લિ.ને આપવામાં આવે તેમાં રસ છે. જો એવું ન હોય તો કોઇપણ કારણ વિના બાયોસીએનજી ગેસ બનાવવાની દરખાસ્તને પરત કેમ કરી દેવાઇ તે મોટો સવાલ છે. આ ટેન્ડરમાં ત્રણેય કંપનીઓએ પોતાના પ્રેઝેન્ટેશન રજૂ કર્યા હતા જેમાં,

1. ઇન્ડો એન્વાયરો ઇન્ટીગ્રેટેડ સોલ્યુશન લી. દ્વારા રજુ કરાયેલાં પ્રેઝેન્ટેશનમાંએજન્સી દ્વારા ટેન્ડરની શરત 90 ટકા સેગ્રીગેટેડ વેસ્ટના બદલે 80 ટકા સેગ્રીગેટેડ વેસ્ટને ધ્યાને લઇ પ્લાન્ટની ડિઝાઇન કરવામાં આવશે

– એજન્સી દ્વારા સરેક રેફ્યુઝ ટ્રાન્સફર સ્ટેશન પર મેન પાવર મૂકી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનને સેગ્રીગેશન માટે મદદ કરાશે

– પ્લાન્ટ 15 મહિનાના સમયગાળામાં ચાલુ કરવાનો રહેશે

– એજન્સી દ્વારા પ્લાન્ટના વપરાશ માટે નજીકના એસટીપીમાંથી ટ્રીટેડ વોટર લેવાની રજુઆત કરેલી છે જે નિર્ણય લેવાનો થાય.

2. અદાણી ટોટલ ગેસ લી.

– એજન્સી દ્વારા કરેલા પ્રેઝનટેશન મુજબથી ઝીરો લીક્વીડ ડીસ્ચાર્જ ટેકનોલોજી વપરાશ પ્લાન્ટ માટે જણાવેલ છે

– એજન્સી દ્વારા પ્લાન્ટ પર વેસ્ટ સેગ્રીગેશન સિસ્ટમ મૂકવામાં આવશે

– એજન્સી દ્વારા પ્લાન્ટના વપરાશ માટે નજીકના એસટીપીમાંથી ટ્રીટેડ વોટર લેવાની રજુઆત કરેલી છે તે અંગે નિર્ણય લેવાનો થાય

– એજન્સી દ્વારા પ્લાન્ટ 18 મહિનાના સમયગાળામાં ચાલુ કરવામાં આવશે

3. સૌરાષ્ટ્ર એન્વાયરો પ્રોજેક્ટ પ્રા.લી. – એજન્સી દ્વારા ટેન્ડરની શરત 90 ટકા સેગ્રીગેટેડ વેસ્ટના બદલે 80 ટકા સેગ્રીગેટેડ વેસ્ટને ધ્યાને લઇ પ્લાન્ટની ડીઝાઇન કરવામાં આવશે.

એજન્સી દ્વારા પ્લાન્ટ 9થી 12 મહિનાના સમયગાળામાં ચાલુ કરવામાં આવશે – એજન્સી દ્વારા પ્લાન્ટ વપરાશ માટે નજીકના એસટીપી પ્લાન્ટમાંથી ટ્રીટેડ વોટર લેવાની રજુઆત કરેલી છે જે અંગે નિર્ણય લેવાનો થાય.આ ત્રણેય કંપનીઓના પ્રેઝેન્ટેશનમાં સ્પષ્ટ હતુ કે, અદાણી ટોટલ ગેસ લિ. પાસે કોઇ અનુભવ નથી. જ્યાં સુધી તેઓની પાસે કોઇ અનુભવ ન હોય તો તેઓને આ પ્લાન્ટ બનાવવાનું કામ આપી શકાય તેમ હતુ નહીં. આ પ્લાન્ટ માટે જરુરી ક્રાઇટએરિયામાં અદાણી ટોટલ ગેસ લિ. નામની કંપની ફીટ બેસતી ન હતી. જે કંપની ફીટ બેસતી હતી અને તેનાથી દર મહિને અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનને રોયલ્ટી મળવાની હતી છતાં આ પ્લાન્ટ તેને આપવામાં આવ્યો નથી. આથી, સ્પષ્ટ થાય છે કે, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનને નુકશાન થાય તેવો નિર્ણય કરવામાં આવ્યો

છે. દર મહિને 14 લાખ જેટલી રોયલ્ટી ગુમાવવી પડે તેવી સ્થિતિ છે. જો કામ આપી દેવાયું હોત તો 15 મહિનામાં પ્લાન્ટ ચાલુ થઇ જાત અને દર મહિને અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનને લાખો રુપિયાની આવક થઇ શકે તેમ હતી. હવે એક-બે વર્ષ સુધી આ ટેન્ડર કરવામાં આવશે નહીં. જો ટેન્ડર કરવામાં આવશે તો શરતોમાં ફેરફાર કરીને અદાણીને ટેન્ડર લાગે તેવી જાણીજોઇને શરતો ઉમેરવામાં આવશે તે જગજાહેર છે.

વિપક્ષ તરફથી અમદાવાદ મ્યુનિ. ભાજપના શાસકોને કેટલાંક સવાલ

1. શું અદાણી કોઇ ટેન્ડર લેવા માગે અને તે ક્વોલીફાઇવ ન થાય તો દરખાસ્ત રદ કરી દેવાનો આદેશ કોણ આપે છે?

2. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના ભાજપના શાસકો અમદાવાદની 70 લાખ પ્રજા માટે કામ કરે છે કે પછી એક વ્યક્તિ એવા અદાણી માટે કામ કરે છે ? 3. છેલ્લે, જો આ દરખાસ્ત મંજુર ન કરવાથી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનને જે નુકશાન થશે તેની જવાબદારી કોની ?

4. અદાણીને બાયોસીએનજી પ્લાન્ટ આપવા માટે નવેસરથી ટેન્ડર કરીને તેની શરતોમાં ફેરફાર કરવાનો આદેશ આપી દેવાયો છે ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com