અમદાવાદનાં ફતેવાડીમાંથી હાથીદાંતના વેપાર કરતા ચાર આરોપીઓને પકડતી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ

Spread the love

એક હાથીદાંત જેની લંબાઇ આશરે ૫ ફુટ તથા વજન ૧૩ કિલો ૯૦૦ ગ્રામ જેને રૂ.૩૫૦૦૦માં વેચવાનો પ્લાન : આરોપીઓના  દિન-૪ ના પોલીસ રિમાન્ડ મંજૂર

અમદાવાદ

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશ્નર તથા નાયબ પોલીસ કમિશ્રર દ્વારા આપવામાં આવેલ સુચના આધારે મદદનીશ પોલીસ કમિશ્નર ક્રાઇમ બ્રાન્ચના માર્ગદર્શન હેઠળ પો.ઇ. એ.ડી.પરમારની ટીમે વન્ય પ્રાણીના અમુલ્ય અવશેષો શોધી કાઢવા તપાસ દરમ્યાન (૧) પ્રકાશ ચુનીલાલ કાકલીયા (જૈન) (૨) દાઉદ અબ્દુલભાઇ ખોખર (૩) રાબિયા વા/ઓ દાઉદ ખોખર (૪) અનિશ નિઝામભાઇ ખોખરને તેના કબ્જાના એક હાથીદાંત જેની લંબાઇ ૧૪૩ સે.મી. (આશરે ૫ ફુટ) તથા વજન ૧૩ કિલો ૯૦૦ ગ્રામ છે તથા મો.ફોન-૦૨ સાથે મળી આવતા તેઓ વિરૂધ્ધ ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં ધી ઇપીકો કલમ-૩૭૯, ૪૧૧ તથા વન્ય પ્રાણી (સંરક્ષણ) અધિનિયમ ૧૯૭૨ ની કલમ- ૩૯, ૪૩(૧), ૪૩(૨), ૪૪, ૪૯(બી), ૫૦, ૫૧(૧), પ૨ મુજબ ગુનો રજીસ્ટર કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.આ કેસમા આરોપીઓ ને નામદાર કોર્ટ મા રિમાન્ડ રિપોર્ટ સાથે રજુ કરતા દિન-૪ ના પોલીસ રિમાન્ડ મળેલ છે.

આ કામે પકડાયેલ આરોપીઓની પુછપરછ દરમ્યાન આરોપી પ્રકાશ ચુનીલાલ જૈન ૧૯૯૨ થી ૨૦૦૬ સુધી તામિલનાડુ રાજ્યના સેલમ વિસ્તારમાં રહેતો હતો જે ચંદન ચોર વિરપ્પનના ગામ કોલતુર ખાતે અવાર-નવાર આવતો જતો રહેતો અને વિરપ્પનની પત્નિના નામથી પણ વાકેફ હતો અને વિરપ્પનની ગેંગના માણસો પાસેથી વધારે માત્રામાં હાથીદાંત જોઇતા હોય તો મંગાવી આપશે અને હાલ મળી આવેલ દાંત રૂ.૩૫,૦૦,૦૦૦/- માં વેંચવાનુ તેમણે નક્કી કરેલ હતુ અને આ પ્રકાશ જૈન એ અન્ય ઉપર જણાવેલ આરોપીઓને હાથીદાંત વેચવા માટે મદદગારી કરેલ. અને આ હાથીદાંત ગીરસોમનાથ જીલ્લાના વેરાવળના સુપાસી ગામનાબ રહેવાસી અબ્દુલકરીમ જમાલ કબરાણી તથા તેનો દિકરો

શેહબાઝ અબ્દુલકરીમ કબરાણી નાઓ એકાદ મહીના પહેલા અમદાવાદ ખાતે વેચાણ કરવા સારૂ મુકી ગયેલ હતા. જે અંગે તપાસ કરવા સારૂ ડમી ગ્રાહક મોકલી આપતા રેઇડ દરમ્યાન હાથીદાંતના રેકેટનો પર્દાફાશ કરેલ છે.આ પકડાયેલ હાથીદાંતની ખરાઇ કરવા રેન્જ ફોરેસ્ટ ઓફીસર દસક્રોઇ અમદાવાદ તથા તેમની ટીમને સ્થળ ઉપર બોલાવવામાં આવેલ અને આ હાથીદાંતની વધુ તપાસ અર્થે દહેરાદુન એફ.એસ.એલ. ખાતે હાથીદાંતનુ સેમ્પલ મોકલી આપવા તજવીજ કરવામાં આવી હતી. જે અંગેની આગળની વધુ તપાસ તજવીજ પો.ઇન્સ. એ.ડી.પરમાર તથા પો.સ.ઇ. વી.આર.ગોહિલ ચલાવી રહેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com