સ્ટોરી : પ્રફુલ પરીખ
પવિત્ર રમઝાન માસ અને આગામી પવિત્ર રમઝાન ઈદમાં બંને બાજુના નિર્દોષ માછીમારોને મુક્ત કરવામાં આવે તેવી નેશનલ ફિશ વર્કસ ફોરમ ( NFF) ની માંગ
6 નવેમ્બર 2021 ના રોજ ગુજરાતની બોટ ઉપર ફાયરિંગમાં છાતીમાં ગોળી વાગવાથી સ્થળ પર જ મૃત્યુ થયું હતું તે મરનાર વ્યક્તિને મહારાષ્ટ્ર સરકારે પાંચ લાખ રૂપિયાની સહાય કરી હતી પરંતુ ભારત સરકારે કોઈપણ સહાય કરી ન હતી : રામકૃષ્ણ
અમદાવાદ
નેશનલ ફિશ વર્કર્સ ફોરમ (ભારત), નાં સભ્યો અને માછીમાર પીડિત પરિવારના સભ્યો દ્વારા ભારત અને પાકિસ્તાનના બંને દેશોમાં ધરપકડ કરાયેલા માછીમારોની વર્તમાન પરિસ્થિતિથી ખૂબ જ પ્રભાવિત છીએ. તેથી બંને દેશનાં વડાપ્રધાનને પત્ર લખીને જાણ કરીએ છીએ કે પવિત્ર રમઝાન માસ અને આગામી પવિત્ર રમઝાન ઈદમાં બંને બાજુના નિર્દોષ માછીમારો જે છેલ્લા પાંચ વર્ષથી સજા કાપ્યા બાદ પણ જેલમાં બંધ છે તેમને માનવતાના ધોરણે વગર શરતે મુક્ત કરવામાં આવે .
નેશનલ ફિશરિશ વિકાસ બોર્ડના રાષ્ટ્રિય અધ્યક્ષ વેલજીભાઈ મસાણીએ જણાવ્યું હતું કે પાકિસ્તાનની જેલમાં છેલ્લા પાંચ વર્ષથી માછીમારો બંધ છે તેમના પરિવારો ખૂબ જ પીડિત અને દુઃખી છે, તેઓ જીવે છે કે મરી ગયા એની પણ ખબર નથી. કોઈ સંદેશ પણ પરિવારને નથી મળતો. લગભગ 750 માછીમારો કેદીઓ તેમના મૂળ દેશના પ્રાદેશિક જળસીમાની બહાર ધરપકડ થયા બાદ ભારત અને પાકિસ્તાન બંનેની જેલોમાં બંધ છે. બંને દેશો છેલ્લા ઘણા સમયથી બીજા દેશના માછીમારોની ધરપકડ કરી રહ્યા છે. બીજી બાજુ જોઈએ તો જે માછીમારો પકડવામાં આવેલા છે તેમની પાસેથી કોઈ સંદિગ્ધ વસ્તુ પણ પકડાયેલ નથી અને બીજી કોઈ અસામાજિક પ્રવૃત્તિઓમાં પણ સંડોવાયેલા નથી ત્યારે આ કેદીઓ પર પાણીની મર્યાદાના ઉલ્લંઘન માટે સંબંધિત દેશના પાસપોર્ટ અધિનિયમના ઉલ્લંઘનનો આરોપ મૂકવામાં આવ્યો છે અને કોર્ટ દ્વારા ટ્રાયલ પછી થોડા મહિનાની જેલની સજા સાથે કેદ કરવામાં આવ્યા છે. ચાર્જ કરાયેલા ગુનામાં સામાન્ય રીતે 6 મહિનાની જેલની સજા થાય છે. જો કે આ માછીમાર કેદીઓના કિસ્સામાં, એવું જોવામાં આવે છે કે તેમની ધરપકડ અને જેલની જેમ તેમની મુક્તિ ક્યારેય થતી નથી.
ફિશરીઝનાં સભ્ય જતીન દેસાઈએ એ જણાવ્યું હતું કે ઉપલબ્ધ રેકોર્ડ્સ મુજબ, 666 ભારતીય માછીમારો પાકિસ્તાનની લાંધી જેલ કરાચીમાં છે. જેમાં ગુજરાતના ૫૫૯ , મહારાષ્ટ્ર ૩૦ , આંધ્ર પ્રદેશ ૩, બિહાર ૪ , ઉત્તર પ્રદેશ ૨૩ , દીવ ૪૬ અને ગોવા ૧ છે. તેમાંથી 631 માછીમારોની સજા પૂર્ણ થઈ ચૂકી છે અને તેમની રાષ્ટ્રીયતા પણ કન્ફર્મ થઈ ગઈ છે. તેવી જ રીતે, પાકિસ્તાનના 83 માછીમારો ગુજરાત રાજ્યની વિવિધ જેલોમાં અને 83 પાકિસ્તાની માછીમારો ભારતની જેલમાં છે, માછીમાર સંગઠનના રેકોર્ડ મુજબ તેમાંથી મોટાભાગના તેમની સજા પૂર્ણ કરી ચૂક્યા છે અને તેમની રાષ્ટ્રીયતા પણ કન્ફર્મ થઈ ગઈ છે. માછીમારોની ધરપકડ 2015-16 થી 2022 દરમિયાન થઈ રહી છે અને ધરપકડ કરાયેલા ઘણા લોકો તેમની સજા પૂર્ણ કરી ચૂક્યા છે અને તેમની સજા વાસ્તવિક સજાના સમયગાળા કરતા અનેક ગણી વધારે છે.કોન્સ્યુલર એક્સેસ પર દ્વિપક્ષીય કરાર, 2008, આ મુદ્દા પર એકદમ સ્પષ્ટ છે. કરારની કલમ પાંચ ( v )જણાવે છે કે “બંને સરકારો તમામ વ્યક્તિઓને તેમની રાષ્ટ્રીયતાની પુષ્ટિ અને તેમની સજા પૂર્ણ થયા પછી પ્રદાન કરશે.એક મહિનાની અંદર તેમને મુક્ત કરવા માટે સંમત થાઓ.” તેમને મુક્ત ન કરવું એ કરારનું સ્પષ્ટ ઉલ્લંઘન અને ઘોર અમાનવીય છે.
જોઈન્ટ જ્યુડિશિયલ કમિટી ઓફ પ્રિઝનન્સ પણ હવે છેલ્લા કેટલાય વર્ષોથી બંધ થઈ ચૂકી છે. આ કમિટી દ્વારા અગાઉ બંને દેશના ચાર નિવૃત ન્યાયાધીશો દ્વારા માછીમારો ને જેલમાં મળી શકાતું હતું જેનાથી હવે આ કમિટી બંધ થઈ જતા જેલમાં બંધ માછીમારોને મળવા માટે તેમના પરિવારો સાથે કોઈ પત્ર વ્યવહાર કે આઉટ ઓફ બોક્સ એટલે કે ઓનલાઇન વિડીયો કોલ દ્વારા પણ કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી જેથી માછીમારોના પીડિત પરિવારો ખૂબ જ હાલમાં દુઃખી છે. જેથી આવી કમિટીની રચના ફરી કરવા ભારતના વડાપ્રધાન ને પત્રમાં રજૂઆત કરી છે. પવિત્ર રમઝાન માસ અને આગામી પવિત્ર રમઝાન ઈદમાં બંને બાજુના નિર્દોષ માછીમારોને મુક્ત કરવામાં આવે ( એન એફ એફ ) ની માંગ છે.ભારત અને પાકિસ્તાને આ તકનો ઉપયોગ એકબીજાના દેશમાંથી માછીમારોને મુક્ત કરવા અને પરત લાવવા માટે કરવો જોઈએ. માછીમારો સાથે પકડાયેલી માછીમારી બોટને કેન્દ્રમાં પરત લાવવાની વ્યવસ્થા કરવા માંગ કરીએ છીએ.ધરપકડ કરાયેલા માછીમારો સંબંધિત દેશની જેલમાં પીડાય છે અને તેમના પરિવારો પણ આર્થિક અને માનસિક રીતે પીડાય છે. ઘણા કિસ્સાઓમાં, તેમના બાળકોને તેમનું શિક્ષણ પણ છોડવું પડે છે.
થાણે જિલ્લા માછીમાર સમાજ સંઘના અધ્યક્ષ રામકૃષ્ણ તાંડેલે કહ્યું કે અમુક વખત સમુદ્ર જ્યારે રૌદ્ર સ્વરૂપ ધારણ કરે છે ત્યારે પાણીમાં હાઈટાઈડ અને લો ટાઈડના કારણે માછીમારોની બોટ બીજા દેશના દરિયાઈ સીમામાં જતી રહે છે તેમ છતાં પણ દુર્ભાગ્યપૂર્ણ છે કે માછીમારોની ‘અજાણતા’ પાણીની મર્યાદા ઓળંગવા બદલ ધરપકડ કરવામાં આવે છે જ્યારે આદર્શ રીતે તેમની ધરપકડ ન થવી જોઈતી હતી. જો અન્ય દેશની મેરીટાઇમ એજન્સીઓ (મેરીટાઇમ સિક્યુરિટી એજન્સી પાકિસ્તાન અથવા ભારતીય કોસ્ટ ગાર્ડ) તેઓ અન્ય દેશના પ્રાદેશિક જળસીમામાં પ્રવેશ કરે છે, તો માછીમારોને તેમના દેશના પાણીમાં પાછા મોકલવા જોઈએ. 6 નવેમ્બર 2021 ના રોજ ગુજરાતની બોટ ઉપર એક ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેમાં એક વ્યક્તિને ગળાની પાસેથી ગોળી પસાર થઈ ગઈ હતી અને બીજા વ્યક્તિને છાતીમાં ગોળી વાગી હતી અને સ્થળ પર જ મૃત્યુ પામ્યો હતો. મરનાર વ્યક્તિને મહારાષ્ટ્ર સરકા રેપાંચ લાખ રૂપિયાની સહાય કરી હતી પરંતુ ભારત સરકારે કોઈપણ સહાય કરી ન હતી.રમઝાન ઈદ અને બુધ પૂર્ણિમાના શુભ દિવસોમાં માછીમારોને મુક્ત કરીને માછીમાર પરિવારોને પાછા મોકલો એવી અમારી માંગણી છે.
પાકિસ્તાન ફિશરફોક ફોરમ , નેશનલ ફિશ વર્કર્સ ફોરમ (ભારત), દક્ષિણ એશિયા સોલિડેરિટી કલેક્ટિવ, પાકિસ્તાન ઈન્ડિયા પીપલ્સ ફોરમ ફોર પીસ એન્ડ ડેમોક્રેસી, દ્વારા સહી કરાયેલું આવેદન પત્ર દ્વારા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને માછીમારો ને જેલમાંથી મુક્ત કરવા માંગણી કરી છે.