સ્ટોરી : પ્રફુલ પરીખ
ઇકોરેક્ટ પ્રાઇવેટ લિમિટેડ ( ECOrrect Private Limited ) ના ફાઉન્ડર ( Founder )અને ડિરેક્ટર ( Director )બિંદી પટેલ
પ્લાસ્ટિકમાં થેલેટ એ કેન્સરનું મુખ્ય કારણ જવાબદાર છે જ્યારે અમારું પ્રથમ એવું થેલેટ ફ્રી સર્ટિફાઇડ છે : ચોકાવનારા એક ડેટા મુજબ પૃથ્વી પર કુલ પોપ્યુલેશન છે જેના વજનથી પણ વધારે વજન પ્લાસ્ટિકનું છે : અમારી મહિને ૬૦ ટન પ્લાસ્ટિકના દાણાની ઉત્પાદન ક્ષમતા છે : બિંદી પટેલ
અમદાવાદ
ઇકોરેક્ટ પ્રાઇવેટ લિમિટેડ ( ECOrrect Private Limited ) ના ફાઉન્ડર ( Founder )અને ડિરેક્ટર ( Director )બિંદી પટેલે સાહસ શરૂ કરવા અંગેના પોતાના અનુભવો શેર કર્યા હતા.બિંદીએ અભ્યાસ બી.એસસી B.Sc ૨૦૧૫ /૧૭ અને એમ.એસસી M.Sc ૨૦૧૮/૧૯ ગુજરાત યુનિવર્સિટીના બોટની શાખામાંથી કર્યો હતો.
આ અંગે માહિતી આપતા બિંદી પટેલે જણાવ્યું હતું કે દરેક મિનિટે 8 મિલિયન પ્લાસ્ટિક કચરો મળી આવે છે જે . પ્લાસ્ટિક પોલ્યુશનના કારણે કેન્સર અને હોર્મોનલ ચેન્જીસ નું પ્રમાણ વધતું જાય છે ત્યારે એક સંકલ્પ સાથે જ્યારે હું M.Sc. ના છેલ્લા વર્ષ માં હતી ત્યારે મને સૌથી પહેલાં વિચાર આવેલો કે મારે વનસ્પતિ માંથી એવું કંઇક બનાવવું છે જે આજના પ્લાસ્ટિક નો વિકલ્પ બને અને રિપ્લેસ કરી શકે.
એના પછી હું સતત એના પર વિચાર કરવા લાગી અને એના વિશે માહિતી શોધવા લાગી. મારી કોલેજના છેલ્લા વર્ષ માં જ ૨૦૧૯ માં મેં ઘરે રસોડામાં પ્રયોગ કરીને એક થેલી બનાવી જે તદ્દન સાબુદાણામાંથી બનેલી હતી અને પ્લાસ્ટિક જેવી જ બધી ગુણવત્તા આપતી હતી. આ થેલી મેં જેમ રોટલી બનાવીએ તે રીતે બનાવી હતી.ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હિમાંશુ પંડ્યાએ મારો પ્રયોગ જોઈને મને GUSEC વિશે માહિતી આપી અને જાન્યુઆરી 2019 માં મેં GUSEC માં ઇન્ક્યુબેશન નો સપોર્ટ લીધો. ત્યાર બાદ મારી એંત્રેપ્રેન્યુર ની સફર ની શરૂઆત થઈ. મારા આ રિસર્ચ ને હું કંઈ રીતે મોટા પાયે લઈ જઈ શકું એ હું વિચારવા લાગી. એ દરમિયાન હું મારા આજુબાજુ જેમ કે કલોલ અને અમદાવાદમાં કેટલીક પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી ની મુલાકાત લીધી અને પ્લાસ્ટિક કંઈ રીતે બને છે, કેવા મશીનમાં બને છે એ બધું હું જાણવા લાગી.
અને ધીરે ધીરે મારી જે હાથથી બાયોપ્લાસ્ટિક બનાવવાની પધ્ધતિમાંથી મશીનમાં બનાવવાની પધ્ધતિ તરફ કામ કરવા લાગી. એ માટે મેં CIPET વટવા, અમદાવાદમાં 2 વર્ષ રિસર્ચ કર્યું. ત્યાંની લેબમાં નાના મશીન હતાં, ત્યાં મેં ટ્રાયલ લીધા. અને ગુજરાત સરકાર અને GUSEC ની મદદ થી 2 લાખ ની SSIP ગ્રાન્ટ મળી જેના મદદ થી હું આ ટ્રાયલ સરળતા થી લઈ શકી. મેં સરકાર ની મદદ થી પેટન્ટ રજિસ્ટર કરાવી અને મને આ ત્રણ વર્ષ ના રિસર્ચ દરમિયાન SAS (સ્ટાર્ટઅપ અસિસ્ટન્સ સ્કીમ) ૨૧ લાખની ગ્રાન્ટ પણ મળી. જે ઇન્ડસ્ટ્રીયલ કમિશનરેટ વિભાગ ગુજરાત સરકાર તરફથી ફાળવેલ છે.એમ કુલ ૨૩ લાખની ગ્રાન્ટ મળી હતી. CIPET(Central Institute of Petrochemical Engineering & Research) અમદાવાદ ખાતે મે ૨૦૧૯-૨૦ માં રિસર્ચ કર્યું હતું.
કોરોના કાળ દરમિયાન મારું લેબ પર જવું અને ટ્રાયલ બંને બંધ થઈ ગયા હતાં. તેથી મેં છત્રાલ, મેહસાણા ખાતે એક નાની એવી જગ્યા લઈ ત્યાં મારા પ્રયોગ લગતા નાનાં નાનાં લેબ સ્કેલ પોતાના મશીન ફેબ્રીકેટ કરાવ્યાં. અને મારું આગળ નું સંશોધન ત્યાં કરવાં લાગી. ત્રણ વર્ષ ના સતત સંશોધન પછી મારી અંતિમ ઉત્પાદ બની છે ઇકોરેક્ટ રેઝીન છે. મારા ત્રણ વર્ષ ના સંશોધન દરમિયાન મને ઘણા બધાં લોકો એમ કહેતા હતાં કે આવું ના બની શકે. કુદરતી પદાર્થ અને વનસ્પતિ પદાર્થમાંથી બાયોપ્લાસ્ટિક બનાવવું અસંભવ છે. અને આ ત્રણ વર્ષોમાં મારા સો જેવાં પ્રયત્નો નિષ્ફળ ગયાં છે પણ દરેક ટ્રાયલ માં એક સુધારો આવતો હતો અને હું બસ એજ જોતી હતી. ધીરે ધીરે એક એક સુધારો મળીને આખરે ત્રણ વર્ષે સંશોધન પૂર્ણ થયું. અને જ્યારે બધા મને એમ કહેતા હતાં કે આ અશક્ય છે ત્યારે હું પોતાને એમ કહેતી કે આ અશક્ય છે એટલે જ મારે બનાવું છે જો શક્ય હોત તો બધા કરી લેતા. આ રેઝિન અમે સાધારણ પ્લાસ્ટિકના મશીનમાં જ બનાવેલાં છે. જે તદ્દન વનસ્પતિ પદાર્થ જેમકે ફાઈબર અને સ્ટાર્ચ જેવાં ઘટકથી બનાવેલ છે. આ બાયોપ્લાસ્ટિક ને આપણે ફેંકી દઈએ તો એ વિઘટિત થઈ જાય છે. એને આપણે સહેલાઇથી સંગ્રહ અને પુનઃ વપરાશ પણ કરી શકીએ છીએ.ઇકોરેક્ટ બાયોપ્લાસ્ટિક ની મદદથી આપણે ભારત તથા વિશ્વને પ્લાસ્ટિક મુક્ત, પ્રદૂષણ મુક્ત અને સસ્ટેનેબલ ભવિષ્ય આપી શકીશું એવી આશા રાખું છું.પ્લાસ્ટિકના દાણા બનાવીએ છીએ જેની મદદથી કોઈ પણ કેરી બેગ અથવા ફિલ્મ ઉત્પાદક એમનાં પોતાના જ મશીનમાં કોઈ પણ ફેરફાર કર્યા વગર બાયોડિગ્રેડેબલ બેગ કે ફિલ્મનું ઉત્પાદન કરી શકે છે. જે પ્રથમ એવું થેલેટ ફ્રી સર્ટિફાઇડ છે. જ્યારે પ્લાસ્ટિકમાં થેલેટના લીધે કેન્સરનું મુખ્ય કારણ જવાબદાર છે. ચોકાવનારા એક ડેટા મુજબ પૃથ્વી પર કુલ પોપ્યુલેશન છે જે વજનથી પણ વધારે વજન પ્લાસ્ટિકનું છે.અમારી મહિને ૬૦ ટન આ પ્લાસ્ટિકના દાણાની ઉત્પાદન ક્ષમતા છે. અને તાજેતરમાં અમે દુબઈમાં પણ એક્સપોર્ટ કર્યું છે. અમે અમારા પેટન ની મંજૂરી માટે પણ અરજી કરેલ છે.
મારી ફાઇનલ પ્રોડક્ટમાં ઇકોરેક્ટ રેઝીન છે જે તદ્દન
* કેમિકલ મુક્ત છે અને થેલેટ મુક્ત સર્ટિફાઇડ પહેલું બાયોપ્લાસ્ટિક છે.
* જમીન થતાં સમુદ્ર માં ત્રણ થી છ મહિનામાં વિઘટિત થઈ જાય છે .ઊર્જા ની બચત કરે છે.
* ગાય કે પ્રાણીઓને નુકશાન પહોચાડતું નથી.
* કોઈ પણ બેગ ઉત્પાદક પોતાનાં જ મશીન માં કંઈ પણ બદલાવ કર્યા વગર આ રેઝિન ની મદદ થી બાયોપ્લાસ્ટિક ની થેલી ઓ બનાવી શકશે.