રાજય સરકારના પ્રવકતામંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું છે કે,રાજયના શ્રમિકોના આર્થિક ઉત્થાન માટે રાજય સરકાર હરહંમેશ પ્રયત્નશીલ છે. શ્રમિકોને પ્રોત્સાહિત કરવા માટે આગામી પહેલી મે ગુજરાત સ્થાપનાદિને આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસની ઉજવણી દ્વારકાહૉલ,સ્વર્ણિમ સંકુલ-૨, ગાંધીનગર ખાતે કરાશે.
પ્રવકતામંત્રી શ્રી એ ઉમેર્યું કે,રાજયના મૃદુ અને મકકમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પણ તાજેતરમાં શ્રમિકોના દૈનિક વેતનમાં પણ વધારો કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.આંતર રાષ્ટ્રીય શ્રમિક દિવસની ઉજવણી નિમિત્તે શ્રમિકોને લગતી ફરિયાદો માટે ઓનલાઈન સુવિધા ઉપલબ્ધ બનાવાશે. જેમાં કેસ એન્ડ કલેઇમ મેનેજમેન્ટ સીસ્ટમ અતર્ગત શ્રમિકો તેઓને મળવાપાત્ર , ગ્રેજયુઇટી, નોકરીમાં પુનઃસ્થાપના કેસો તથા વિવિધ ઔદ્યોગિક માંગણીઓ અંગેના કેસો અંગે ઓન-લાઇન ફરિયાદ નોંધાવી શકશે.આ ઉપરાંત ઓન-લાઇન ઇન્સ્પેકશન કમ કમ્પ્લાયન્સ દ્વારાશ્રમ કાયદા હેઠળ કરવામાં આવતાં સંસ્થાઓના નિરિક્ષણ તથા તે સંદર્ભે સંસ્થા દ્વારા ઓન-લાઇન ક્ષતિપૂર્તતા થઇ શકશે.
તેમણે ઉમેર્યું કે આ ઉપરાંત ગુજરાત લેબર વેલફેર બોર્ડની વિવિધ કલ્યાણકારી યોજનાઓ માં લાભાર્થીઓને સહાય વિતરણ તેમજ બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની વિવિધ કલ્યાણકારી યોજનાઓમાં લાભાર્થીઓને પણ સહાયનું વિતરણ કરાશે.
આ પ્રસંગે મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાન દ્વારા છેલ્લા પ વર્ષમાં કરવામાં આવેલ વિવિધ પ્રવૃત્તિઓની માહિતી સભર ‘શ્રમયાત્રા’ પુસ્તિકાનું વિમોચન.અને મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાન સંચાલિત ઇન્ડસ્ટ્રીયલ હાયજીન કોર્ષ સર્ટીફીકેટ વિતરણ કરાશે તેમ તેમણે ઉમેર્યું હતું