ગુજરાત કોંગ્રેસ પ્રવકતા અને પૂર્વ સેનેટ સભ્ય પાર્થિવરાજસિંહ કઠવાડિયા
કોની મંજુરીથી વિદ્યાર્થીઓના પૈસે બનેલ બિલ્ડિંગ ખાનગી કંપનીને ભાડે આપવામાં આવ્યું ? રજિસ્ટ્રારને ૭૨ કલાકનું અલટીમેટમ, નહીં તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન
અમદાવાદ
ગુજરાત કોંગ્રેસ પ્રવકતા અને પૂર્વ સેનેટ સભ્ય પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ જણાવ્યું હતું કે ગુજરાત યુનિવર્સિટી માં આવેલ અટલ કલામ બિલ્ડિંગ, બોટની વિભાગની બાજુમાં આવેલ તેના બે ફ્લોર ખાનગી કંપની ને ભાડે આપી દેવામાં આવ્યા છે. ગુજરાત યુનિવર્સિટી ના રજિસ્ટ્રાર ની મંજુરી વગર ભાડે આપી દેવામાં આવ્યા છે. ગુજરાત યુનિવર્સિટી ખાતે યુનિવર્સીટીના ભ્રષ્ટાચાર મુદ્દે રજિસ્ટ્રાર ને આવેદનપત્ર આપી ઘેરાવ કરવામાં આવ્યો. યુનિવર્સિટી ના વિદ્યાર્થીઓ ના પૈસે બનેલ બિલ્ડિંગ બે ખાનગી કંપની ને કોને પૂછી ને ભાડે આપવા માં આવ્યું છે. શું ગુજરાત યુનિવર્સિટી એ કોઈ ટેન્ડર પ્રક્રિયા કરી હતી? કેમ અધ્યાપકો ની સહી થી ખાનગી કંપની ને ભાડે આપવા માં આવ્યું? શું સેનેટ સિન્ડિકેટની મંજુરી લીધી હતી? ૩૧ થી ૩૮ રૂપિયા ના સ્ક. ફૂટ ના ભાવે આપવા પાછળ કોઈ ટેન્ડર હતું? જો આમાં ભ્રષ્ટાચાર થયો હશે તો કાયદેસર ની કાર્યવાહી કરવા માં આવશે? શું રજિસ્ટ્રાર ફોજદારી ગુનો દાખલ કરશે ? ફિઝિક્સ ના એચ ઓ ડી ગજ્જર સાહેબ નો પણ આ મુદ્દે ઘેરાવ કરવા માં આવ્યો અને પૂછવા માં આવ્યું કે કયા આધારે તેમણે ખાનગી કંપની ને આપવા માટે મંજુરી આપી ત્યારે તેમને કુલપતિ એ મને આદેશ કર્યો હતો તેવો બચાવ કર્યો હતો. યુનિવર્સિટી માં ઠેર ઠેર સ્ટડી અબ્રોડ ના બોર્ડ માર્યા છે તે દર્શાવે છે સત્તાધીશો ની મંશા કે ગુજરાત યુનિવર્સિટી ના વિદ્યાર્થીઓ બહાર જાય અને પ્રોપર્ટી ભાડે અપાય. શું યુનિવર્સિટી એ રિયલ એસ્ટેટ કંપની ચાલુ કરી છે.રજિસ્ટ્રાર ને ૭૨ કલાક નું અલટીમેટમ આપીએ છીએ કે જો આ વિષય માં કાયદેસર ના પગલાં નહિ લેવાય તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું.