અપહરણ થયેલ સગીર બાળાને શોધી કાઢી પરીવાર સાથે સુખદ મિલન કરાવતી કણભા પોલીસ 

Spread the love

અમદાવાદ

કણભા પોલીસ સ્ટેશન ખાતે ગઇ તા.૧૨/૦૫/૨૦૨૩ ના રોજ સગીર બાળા ઉ.વ.૧૩ વર્ષ ૯ માસ નાની અપહરણ થયા અંગેની ફરીયાદ તેના માતા પિતાએ પો.સ્ટે.માં નોંધાવી હતી.જે સંદર્ભે આઇ.જી.પી. વી. ચંન્દ્રશેખર અમદાવાદ તથા જીલ્લા પોલીસ અધિક્ષક અમીત વસાવા ગ્રામ્ય ,નાયબ પોલીસ અધિક્ષક ભાસ્કર વ્યાસ સાણંદ વિભાગ તથા કણભા પોલીસ સ્ટેશન તથા એલ.સી.બી. શાખા તેમજ એસ.ઓ.જી.ને અપહરણ થયેલ બાળા તેમજ આરોપીઓને તાત્કાલિક શોધી કાઢવા માટે સુચનાં આપ્યા બાદ અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ તેમજ ફીલ્ડ વર્ક કરી આરોપીઓ કઇ દિશામાં અપહ્યત બાળાને લઇ ગયેલ છે તે દિશામાં તપાસ કરી પાકી દિશા નક્કી કરી ટીમો કામે લાગેલ જે ભાગરૂપે સગીર બાળાનું અપહરણ તથા જાતીય શોષણ કરનાર મુખ્ય આરોપીમાં અશોકકુમાર દીલીપભાઇ પટેલ તથા અપહરણ કરવામાં તથા જાતીય શોષણમાં મદદ કરનાર અશોકની પત્ની , રેણુકાબેન તથા અપહરણ કરી માણસાના બોરૂ ગામે પોંહચાડવામાં મદદ કરનાર રૂપલબેન અને આરોપીઓને આશરો આપનાર મોતીભાઇ બળદેવભાઇ સેનમા હતાં. આરોપીઓને ગાંધીનગર જીલ્લાના માણસા તાલુકાના બોરૂ ગામના ખેતરમાંથી ગુન્હો દાખલ થયાના ૨૪ કલાકની અંદર પકડી પાડી આરોપીઓને અટક કરી નામ.કોર્ટમાંથી ચાર દિવસના રીમાન્ડ મેળવી નિચે મુજબના આરોપીઓને ગણતરીના કલાકમાં પકડી પાડી હ્યુમન ટ્રાફીકીંગ વેપારનું નેટવર્ક ખુલ્લુ પાડવામાં આવેલ છે.પકડાયેલ અન્ય આરોપીઓમાં કાયદાના સંઘર્ષમા આવેલ કિશોર જે મુખ્ય આરોપી અશોકનો પુત્ર અને આરોપીને મદદ કરનાર છે.(૨) અમરતજી મણાજી જગાણીયા જાતે. ઠાકોર (૩) ચેહરસિંગ બાબુસિંગ જાતે સોલંકી .આરોપી અમ્રતજી અને ચેહરસિંગ મારફતે આરોપી અશોકે અપહરણ કરેલ સગીર બાળાને રાજસ્થાન તરફ વેચવાનું ષડયંત્ર રચેલ હતું પરંતુ આરોપીની મેલી મુરાદ પુરી થાય તે પહેલા સદર બાળાને આરોપીઓ ની ચુંગાલ માંથી બચાવવામાં પોલીસ સફળ થયેલ છે અને અપહરણ કરનાર આરોપીઓને દબોચી લીધેલ છે. આ ગુન્હાની તપાસ દરમ્યાન વધુ એક બાળકીનું આ કામના આરોપીઓ દ્વારા આજ પ્રકારે અપહરણ કરેલાનું ખુલવા પામેલ જે આધારે બાળકીને શોધી કાઢી તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવેલ અને અમદાવાદના શાહીબાગ પોલીસ સ્ટેશનનો અપહરણનો ગુન્હો ડીટેક્ટ થવા પામેલ છે. તેમજ આ કામે અન્ય ભોગ બનનારના નામ ખુલવા પામેલ છે અને તે દિશામાં હાલ તપાસ ચાલુ છે.

મોડસ ઓપરેન્ડી

આ આરોપીઓ એક બીજાની મદદગારીથી સગીર વયની ગરીબ ઘરની બાળકીઓને નિશાન બનાવી તેઓને લલચાવી ફોસલાવી યેનકેન પ્રકારે તેઓનુ અપહરણ કરી તેની સાથે મારઝુડ તેમજ ધાક ધમકી આપી અને બળજબરી પુર્વક સગીરાઓનુ જાતીય શોષણ કરી તેઓને માનસીક રીતે તોડી અને દબાણ પુર્વક રાજસ્થાન મહારાષ્ટ્ર તેમજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં લગ્ન કરવા માટે તૈયાર કરતા અને તે લગ્નના અવેજ પેટે તેઓ મસમોટી રકમ વસુલતા હોવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com