ગુજરાત વિધાનસભાની ૨૦૨૨ ની ચૂંટણીમાં જંગી જીતનો પરચમ લહેરાવનાર સીઆર પાટીલ હવે સંગઠનને વધુ ધાર આપવા જઇ રહ્યા છે. એક તરફ કર્ણાટક ચૂંટણીમાં ગુજરાત મોડલ ફેલ ગયું, તો બીજી તરફ, હવે ગુજરાત ભાજપ સંગનમાં પણ લીધેલા કેટલાક ર્નિણયો અંગે ફેરવિચારણા કરવામાં આવી રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ યુવા ચહેરાને કામે લગાડ્યા હતા.સરકાર સંગઠન બધે જ યુવાઓને પ્રાધાન્ય આપ્યુ હતું. યુવા નેતાઓને જિલ્લા પ્રભારી બનાવીને તેઓને જિલ્લાની જવાબદારી સોંપી હતી, પરંતુ હવે આ ર્નિણય બદલવો પડ્યો છે, અને ફરી સિનિયર અને જૂના નેતાઓને કામે લગાડવામાં આવ્યા છે.ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય જીત મેળવ્યા બાદ હવે ભાજપે લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપના પ્રદેશ પ્રમુખ પાર્ટીય આ માટે રણનીતિ ઘડવાની શરૂ કરી દીધી છે. ૨૦૨૪માં યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈને પાટીલે મહત્વની જાહેરાત કરી છે. લોકસભા ચૂંટણીમાં દરેક બેઠક પર અલગથી પ્રભારી મુકાશે. પરંતુ હવે જમીની હકીકત એવી સામે આવી છે કે, પ્રભારી યુવા નેતાઓને સ્થાનિક સંગઠન ગણકારતું નથી. તેથી ભાજપનો આ પ્રયોગ સફળ ન થયો. જેથી ભાજપે અનુભવી સિનિયરોને પાછા કામે લગાડ્યા છે.
ભાજપ ગુજરાતને રાજકારણની પ્રયોગશાળા ગી છે. અહીં જે પ્રયોગો થાય છે તેને રાષ્ટ્રીય સ્તર લાગુ કરવામાં આવે છે. આંતરિક માહિતી મુજબ, સ્થાનિક સર્નિયરો યુવા નેતાઓને ગાંઠતા નથી. તેથી ભાજપને પોતાનો ર્નિણય બદલવી પડ્યો છે. તો બીજી તરફ, યુવા પ્રભારી સ્થાનિક સિનિયર નેતાઓની ભલામણોને અવગણતા હતા. જેથી ભાજપે નવા પ્રભારીઓની નિમણૂંક કરી છે. જેમાં સંગઠન સાથે જાેડાયેલા, સરકારમાં જાેડાયેલા નેતાઓ તથા ભૂતપૂર્વ ધારાસભ્યો અને સાંસદો સામેલ છે. હવે આ સિનિયર નેતાઓ ફરીથી મેદાનમાં ઉતર્યા છે.
આ ર્નિણયી બદલવા વિશે ભાજપ પ્રદેશ પ્રમુખ સૌર પાટીલે જણાવ્યું કે, વિધાનસભાની ચૂંટી હતી તેથી તે વખતે જિલ્લા પ્રભારી તરીકે યુવાન લોકોને ઉતાર્યા હતા, હવે લોકસભાની ચૂંટણી મોટા સ્તરે થતો હોવાથી તેના પ્રભારી તરીકે અનુભવી અને સીનિયર લોકોની જરૂર વધુ હોવાથી તેમને જવાબદારી સોંપવામાં આવી છે.