GJ-18 મહાનગરપાલિકા હોય કે જિલ્લા પંચાયત, તેમાં સૌથી વધારે જાેવા જઈએ તો બે નામની વ્યક્તિ એવી મહિલાઓએ રાજ કર્યા છે, તેમાં બે નામની વ્યક્તિને મેયરના દ્વાર હોય કે જિલ્લા પંચાયતના પ્રમુખના દ્વાર હોય તે બે નામની વ્યક્તિઓ માટે જ ખુલ્યા છે ,ત્યારે અગાઉ મહાનગરપાલિકામાં મેયર તરીકે હંસાબેન મોદી આવ્યા હતા, ત્યારબાદ રીટાબેન પટેલ અને અત્યારે ત્રણથી ચાર નામ માર્કેટમાં બોલાય છે ,તેમાં બે નામની વ્યક્તિ જ વધારે છે અને આવશે પણ બે નામની વ્યક્તિ જ, તેમાં કોઈ હાલ શંકા ને સ્થાન નથી ,ત્યારે આવું જિલ્લા પંચાયતમાં પણ અગાઉ હીનાબેન પટેલ પ્રમુખ હતા, ત્યારબાદ મંગીબેન બન્યા અને ત્યાર પછી મંગુબેન બન્યા, ત્યારે જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકામાં મહિલાઓમાં મેયરપદ અને જિલ્લા પ્રમુખ પદ માટે બે નામની વ્યક્તિ નસીબવંતા છે ,જેથી ત્રણથી ચાર નામ ધરાવતી મહિલાઓએ મંજીરા લઈને ભજન ગાવા પડે તો નવાઈ નહીં.
મહાનગરપાલિકામાં હાલ મેયર તરીકે જનરલ સીટ મહિલાની આવી છે ,ત્યારે ઓબીસી ,એસસી ,એસટી એ તો ભજન કરવાના જ છે, પણ જનરલમાં જે નામો માર્કેટમાં ચાલી રહ્યા છે ,તેમાં બે નામની વ્યક્તિ જ મોટી સંખ્યામાં છે, ત્યારે તડકામાં લોકો ઝાડ નીચે શું લેવા બેસે તે નામ, એક મોટા ભજનના સત્સંગી જેનું નામ, ફિલ્મોમાં જૂની હિરોઈન એવું અત્યારે જાેર નામ.. અનેક ભૈલાઓના બહેન એવા.., નામ ચાલી રહ્યા છે ત્યારે બે નામની વ્યક્તિને આંટીને હવે જાે ત્રીજી વ્યક્તિ એટલે કે ત્રણ નામ વાળી મહિલાને જાે આ પદ મળે તો આ ચીલો તૂટશે ,બાકી જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકાના મેયરપદ માટે બે નામની મહિલા,તબડીક તબડીક દોડી રહી છે.
GJ-18 જિલ્લા પંચાયતમાં હીના પટેલ, મંઞીબેન, મંગુબેન પ્રમુખ બન્યા હતા, જે બે નામ ધરાવતા હતા, ત્યારબાદ ય્ત્ન-૧૮ મહાનગરપાલિકામાં મેયર પદે હંસાબેન મોદી ,રીટાબેન પટેલ અને હવે ચાર નામ માર્કેટમાં દોડી રહ્યા છે ,તેમાં બે નામ વાળી જ મહિલા છે, જેથી ત્રણથી ચાર નામ વાળી મહિલાઓએ કંઈક કરવું પડશે, ત્યારે જનરલ સીટ હોવાથી એસ.સી, એસટી, ઓબીસી, મહિલાઓ રેસમાંથી જ બહાર નીકળી ગઈ છે, ત્યારે ઓબીસી ઉપર હાલ ભાજપ વધુ પ્રભુત્વ રહ્યો છે અને કદાચ જનરલ સીટમાં ઓબીસી ને જાે મહત્વ મળે તો??