ગુજરાતમાં ૧૫૬ સીટનો જે રેકોર્ડ કોંગ્રેસનો તૂટ્યો તે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને આભારી છે. ૨૨ વર્ષના ભાજપના શાસનમાં અનેક પ્રદેશ પ્રમુખો બદલાયા અને તેમાં આર.સી ફળદુ ,પુરુષોત્તમ રૂપાલા ,જીતુ વાઘાણીથી લઈને અનેક મહેનત કરવા છતાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા કેન્દ્રીય ગૃહ મંત્રીની જે ઈચ્છા હતી, તે ઈચ્છા કોંગ્રેસનો વર્ષો જૂનો રેકોર્ડ તોડવાની ,તે સીઆર પાટીલે પૂરી કરી છે, ત્યારે તેમના વખતે પેજ પ્રમુખથી લઈને કાર્યકરોને જે કામગીરી સોંપી તેના પરિણામ લક્ષી ૧૫૬ સીટો ભાજપની વિધાનસભામાં આવી હતી, ત્યારે મહાનગરપાલિકાઓમાં અને જિલ્લા પંચાયત ,તાલુકા પંચાયતોમાં વિવાદો ઘણીવાર ચાલતો હોય છે ,ત્યારે ઉચ્ચ કક્ષાએ પ્રદેશ લેવલે પણ ફરિયાદ થવા પામતી હોય છે, ભાજપ પ્રદેશ પ્રમુખ દ્વારા સૌ પ્રથમ મહાનગરપાલિકામાં જે વહીવટ અને જે સમસ્યાઓ હતી ,તેની ફરિયાદો અનેક મળી હતી ,ત્યારે પ્રજાના કામ થાય અને સમન્વય જળવાય તે માટે મહાનગરપાલિકામાં ભાજપના શહેર પ્રમુખ સાથે સંકલન કરીને જ આગળ વધવું. ત્યારે ધારાસભ્ય જે તે વિસ્તારના અને મેયર, ચેરમેને પણ સ્ટેન્ડિંગ કમિટીમાં દાખલ કરતા પહેલા શહેર પ્રમુખને તમામ જાણ કરીને આગળ વધવું ,ત્યારે આના કારણે જે વર્ષોથી કાર્યકર રહ્યા છે અને ચૂંટાયેલા સભ્યો જ વાઘ બની ગયા હતા, તેમની ચોટલીહવે શેર પ્રમુખ પાસે રાખવામાં આવી છે ,જેથી શહેર પ્રમુખને હવે પાવર મળ્યો છે. વધુમાં હવે જિલ્લા પ્રમુખને પણ પાવર મળ્યો છે ,તેમાં નગરપાલિકા, પાલિકા, જિલ્લા પંચાયત ,તાલુકા પંચાયતમાં જ્યાં ભાજપનું શાસન છે ,ત્યાંના જિલ્લા પ્રમુખને પણ પ્રદેશ પ્રમુખ દ્વારા એક સત્તા ઞણો કે સમન્વય કે સંકલન નું આયોજન કરેલ છે ,જેથી વાદ, વિવાદ સમાવવાથી લઈને જે ડાયરેક્ટ કામો આપી દેવાતા અને કામની ગુણવત્તાથી લઈને તમામ ઉપર જિલ્લા પ્રમુખની નજર રહે ,ત્યારે હવે જિલ્લા પંચાયત ,તાલુકા પંચાયત અને પાલિકાઓમાં જિલ્લા પ્રમુખને પણ સંકલન સાધીને જ આગળ વધવું તેવી સ્પષ્ટપણે પ્રદેશ પ્રમુખ દ્વારા સૂચના આપવામાં આવી છે.
ભાજપના પ્રદેશ પ્રમુખને મહાનગરપાલિકા તથા જિલ્લા પંચાયતોમાંથી અનેક કકળાટને કાઢવા હવે જિલ્લા પ્રમુખ તથા શહેર પ્રમુખ જેની હદ આવતી હોય તેને સંકલન કરવા જે સૂચના આપી છે, તેમાં ધારાસભ્યથી લઈને જિલ્લા પંચાયતના પ્રમુખ ,હોદ્દેદારોએ પણ જિલ્લા પ્રમુખને માહિતીગાર કરવા પડશે, જે મોટું સંકલન ઊભું કરીને જે કામ ન કરતા હોય તે તમામ ઉપર બારીકાઈથી નજર હવે પ્રમુખ રાખશે……